જરા અમથી વાત ...

આજે વસંત પંચમી …
આજે વસંત પંચમી …

પ્રકૃતિની કરવટ લેવાનું શુભ મુહુર્ત ….શિયાળામાં રજાઈ ઓઢીને પર્ણના અલંકારો ઉતારીને બેઠેલી પ્રકૃતિ આજે ધીરે ધીરે નવા સાજ સજે છે ..નવો શૃંગાર કરે છે …અને પેલા પીળા વિખરાયેલા પર્ણોને મંદ મંદ વાતો સમીર પોતાની હૂંફાળી હથેળીમાં સાચવીને દૂર લઇ જાય છે …નહીં તો તેમના ઘરમાં વસવા આવી પહોંચેલા નવઆગંતુકો નવી કુંપળો અને નવી કળીઓને જોઈ પોતાને સ્થાનભ્રષ્ટ થયેલા જોઈ એમનું દિલ ના તૂટી જાય !!!!કેટલો ખ્યાલ રાખે છે પ્રકૃતિ પણ કે કોઈનું દિલ ના દુભાય …પેલા કામદેવ પણ ઉભા થઇ જાય છે કામ બાણ ચઢાવવા ….શિયાળામાં ચીમળાયેલી ચામડી પણ હવે કરચલીઓને અલવિદા કહે છે …ક્રીમની કૃત્રિમ ચમક પછી કુદરતી નિખાર લઇ લે છે ….થોડો ઉઘડેલો તડકો હવે ધુમ્મસનો સાથ થોડો થોડો છોડી દે છે …એ પણ પ્રકૃતિને મળવા અધીર બને છે ….અને પોતાના પીયુને મળવા અધીર બનેલી અભિસારિકા સમી આ પ્રકૃતિનું યૌવન સોળે કળાએ ખીલે છે !!! આ અદ્ભુત મિલનની વેળાએ મનુષ્યને પણ પહેલો પ્રેમ થઇ જાય છે …પોતાના મનોરથોને પુરા કરવા માટે તે વસંત પંચમી થી વધારે સમૃદ્ધ મુહુર્ત કોઈ ગણતો નથી …પોતાની પ્રિયતમા સાથે સાત જનમનો સાથ નિભાવવા સાત ફેરા માટે આ વસંત પંચમી થી શ્રેષ્ઠ ઘડી કોઈ હોઈ શકે ખરી ????

સરસ્વતીમાં ને કેવી રીતે ભૂલી શકીએ ?? આજે એની વિધિ વિધાનથી સંપૂર્ણ પૂજા કરીને કલમને ખોળે બેઠેલા તેના બધા બાળકો તેને પોતાની માં સરસ્વતીને પ્રાર્થના કરે છે ….સાચું તો છે કે આ સરસ્વતીમાંની કૃપા વગર આ વિચાર સમૃદ્ધિ કેવી રીતે સંભવી શકે …

માં સરસ્વતીને શત શત કોટી કોટી વંદન ………..

પ્રજાસત્તાક દિવસ ની શુભકામના
ભગતસિંહને ફાંસી થતા પહેલા એની માં મળવા આવે છે ..માં દીકરો આખરી વાર મળે છે ..એની માં દીકરા આગળ મન મુકીને રડતી નથી ..એના થાકેલા હારેલા પગલા ધીરે ધીરે જેલની બહાર જતા હોય છે ..સુકી આંખોમાં એક અશ્રુ બહાર આવીને વહી જાય છે …ત્યારે ધૂળ પર તેના ઉઘાડા પગના પગલા અંકિત થાય છે ..એ જેલનો સરદાર ચોકીદાર એ પગલાની ધૂળ લઈને માથે ચડાવે છે …

એક દિવસ “શહીદ” ફિલ્મ મનોજકુમાર અભિનીત જોવાનો મોકો મળ્યો ..એનો આ સીન છે …ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી ….આપણને એ લાગણી એક ફિલ્મ સંવેદનશીલ ફિલ્મ સારી ફિલ્મની લાગણી આપે છે ..આપણે સમજ પડે છે એ આ આઝાદીના મુળિયા આવા નવલોહિયા યુવાનોના લોહીથી સીન્ચાયેલા છે ..પણ એ વખત કેવો હશે જયારે હજારો અને લાખો લોકો આઝાદી માટે મરી જવા તૈયાર થયા હશે ?? આઝાદીનું મુલ્ય એમને મન પોતાના જાનથી પણ વધુ હશે …એની એક ઝલક થોડા સમય પહેલા અન્ના હઝારેજીની રેલીઓ વખતે જોવા મળી ગયી …પણ એ લાગણી ખરેખર હતી ખરી …

આમાં આ પેઢીનો કોઈ વાંક નથી …જે આરામ થી વિના પ્રયત્ને સહજ પ્રાપ્ય હોય એની કદર બહુ ઓછા લોકોને હોય છે …આજની પેઢી એમના બાળપણ થી યુવાવસ્થા  સુધી નું જોઇને આગળ વધી છે …એટલે આ શહીદી કે ગાંધીજીની કદર કદાચ એમને એમના દાદા જેટલી નથી હોતી એ સત્ય છે …આજે વાત આપણા વિકાસની કરીએ …કોઈ નાનું ગામડું હોય કે શહેર પ્રગતિ આંખે ઉડીને વળગે છે ને !! આજે નાના ગામડામાં ડીશ ટી વી હોય કે ફ્રીઝ સાવ સામાન્ય થઇ ગયા છે ..આપણા શાકવાળા અને સડક વાળવા આવતા સફાઈ કામદારો પણ મોબાઈલ પર વાતો કરતા જોઈ આંખો ઠરે છે !!! આજે શહેરમાં ઝૂંપડી જેવા ઘરની બહાર ઉભેલી મોટર સાયકલ હોય કે છેલ્લા માં છેલ્લા મોડેલ ની કાર થી ઉભરાતી સડક હોય બધું કહે છે કે વિકાસ થયો છે એ નકારી શકાય નહિ …મત આપવા માટે મશીન આવી ગયા છે …અને પ્રાથમિક શાળાના બાળકને પણ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું સાવ સામાન્ય છે …કેટલાક રાજ્યો કે જગા છોડીને જો હાઈવે પર તમે પસાર થાવ તો ફોર લેનના રસ્તા છે ,બંધો અને યોજના થકી નર્મદા નદી સાબરમતીને બે કાંઠે વહેતી રાખે છે ….તમામ બંધો હોય કે શૈક્ષણિક સંસ્થાઓ હોય ..જ્ઞાનની સીમા ખુબ આગળ વધી ચુકી છે …આજે ભારતીય નાગરિક વિદેશો માં વેપાર થી માંડીને રાજ્યકારભારમાં સક્રિય છે ……આજની પેઢી સમય સાથે આગળ વધતા શીખી છે એ પણ સત્ય છે …બહુ લાંબા અંતરની ટ્રેનમાં કોઈ વાર મુસાફરી કરો તો વિચારજો કે દરેક સ્ટેશન અને આટલા હઝારો કિલોમીટર પાટાઓની નિરંતર દેખરેખ કરતા પણ બહુ જુજ પ્રમાણમાં અકસ્માત થાય છે એ માનવીય બેદરકારીને કારણે જ ..

હા બેરોજગારી , વસ્તી વધારો ,ભ્રષ્ટાચારની સમસ્યા વકરી છે પણ આજે કાયદા અને કાનુનના સકંજા ચમરબંધીઓ ને છોડતા નથી એ પણ જોવા મળ્યું જ છે ..જરૂર છે સ્વયંશિસ્ત આપણી પ્રજાની …સફાઈ ,આરોગ્ય વિષયક જાગૃતિ ,કન્યા કેળવણી ,કન્યા જન્મ  જેવા વિષયનો ગંભીરતાથી ઉકેલ વિચારવાનો સમય પાકી ગયો છે ……એટલે સમય સાથે ચાલીને વિચારીએ અને થોડા સકારાત્મક થઈને નઝર ફેરવીએ તો આપણને આઝાદી ફળી છે …અને આપણા બંધારણે આપેલી સ્વતંત્રતાનો આપણે પૂરો લાભ  પણ લીધો છે …જે સમસ્યાઓ દેખાય છે એમાં સરકારને સહકાર આપીને થોડા વિકાસમાં સહભાગી બનીશું તો આ સમસ્યા પણ સમસ્યા નહિ રહે …..પ્રજાસત્તાક દિવસ ની શુભકામનાઓ સૌ ભારતીય બંધુઓ  અને ભગીનીઓને …

બે મૌસમ….
આજે સવારે વર્તમાનપત્ર ખોલ્યું …ત્રીજા પાને એક તસ્વીર પર નજર અટકી ગયી ….એ તસ્વીર એક નહોતી પણ બે હતી ..પણ ખુબ ગમી ….શિયાળાની એક સવારમાં બે મૌસમ હતી તેમાં ….

પહેલી તસ્વીરમાં સાતેક મધ્ય થી વૃદ્ધ સુધીના વય ધરાવતા લોકો સ્વેટરમાં વીંટાઈને મોર્નિંગ વોક પછી ચાની ચૂસકી માણી રહ્યા હતા અને એમ એક ભાઈ ખડખડાટ હસી રહ્યા હતા ..બધાના ચેહરા પર તાઝગી હતી ….

બીજી તસ્વીર માં છ જુવાન છોકરાઓ કોલેજ કેમ્પસમાં એક સાથે ઉભેલા હતા …બધાના હાથમાં મોબાઈલ ફોન હતા …કદાચ મેસેજ કરતા હશે કે વાંચતા હશે …બધાની એક જ પોજીશન હતી ….એક જુવાન તો એક મોબાઈલ પર વાંચતો હતો અને સાથે બીજા મોબાઈલ પર વાત કરતો હતો …બધાના ચેહરા અતિ ગંભીર …સાથે હતા  તોય એક બીજા થી માઈલો દૂર હતા ….

આ બે તસ્વીર વચ્ચેનું લખાણ સરસ હતું ..અને છેલ્લું વાક્ય એમાં શિરમોર …..રીઆલીટી અને વર્ચ્યુઅલ વર્લ્ડ વચ્ચેનો તફાવત આ છે …પહેલા ફોન નહોતા પણ લોકો એકબીજા ની નિકટ હતા ..અને જૂની પેઢીના લોકોની તસ્વીર માં ચેહરા પર એ સામીપ્ય દેખાતું હતું …એક બીજાને કોઈ પણ રીતે મદદ માટે દોડી જતા …અને એક બીજા ને તાલી આપતા કે ધબ્બા મારવાના સંબંધોનો બીજી તસ્વીર માં અભાવ વર્તાઈ આવતો હતો …સાથે ઉભા તો સાથે હતા પણ સાથે નહોતા …..કદાચ એટલે જ જયારે માણસની હુંફ ની જરૂર વર્તાય ત્યારે મેસેજ કે મૈલ કે એફ બી કશા કામમાં નથી આવતા …ત્યારે ચાની કીટલી પર મળી જતો એક જુનો સંબંધ આપણને સાચવી લે છે સંભાળી લે છે ……

મુક્તિ …!!!!!
મુક્તિ …!!!!!

આ શબ્દ લખવાનો નહીં પણ એહસાસનો છે ..આ એવો શબ્દ છે જે એક લાગણીનો છે ….માતાના ગર્ભમાંથી નવ મહીને મુક્ત થઈને આવતો પહેલીવાર નો પરિચય …મુક્તિ ..અને આ શબ્દને સમજવા માટે જરૂરી છે એક શબ્દ બંધનની …આ પણ એક લાગણી જ છે …..બંધન વિના મુક્તિનો આનંદ અધુરો છે અને મુક્તિ વિના બંધનની વ્યાખ્યા પૂર્ણ પણે સમજ નથી પડતી …ધારાની નજરે આજે આ વાત સમજીએ …મનુષ્યને જયારે એક મુક્તિ મળે છે તે જ ઘડીએ એનું બીજું બંધન શરુ થઇ જાય છે …ગર્ભનાળ સાથે મુક્તિ એ સંબંધોની શરૂઆત બની જાય છે ….માતા પિતા ભાઈ બહેન અને આગળ બધા સંબંધો ….દરેક સાથે એક હક્ક અને ફર્ઝ જોડાઈને મળી જાય છે …જયારે ફરજ માંથી મુક્તિ મળે ત્યારે સ્વતંત્રતાનો આનંદોત્સવ શરુ થાય છે ..પણ દિલને પૂછો કે ખરેખર ?? આ બંધન એટલે માયા ..જે દરેકને ઝકડી રાખે છે એક સુતરના ધાગાથી ..અને જીવવા માટે આ ખરાબ નથી પણ જરૂરી છે ……

આજે સવારે બિલકુલ એકલી જ ચાલતી મારા રવિવારના નિત્યક્રમ પ્રમાણે બહુચરમાં ના દર્શન કરવા જતી હતી …શિયાળાની રજાઈ ઓઢીને બેઠેલા શહેરમાં રજાનો માહોલ સાફ નજર આવતો હતો …બિલકુલ એકલી ..આગળ પાછળ કોઈ જ નહીં ..હજી દિવસનું અજવાળું પણ આવવા માટે વિચાર કરતુ હતું …એને પણ દ્વિધા હતી કે ચોઘડિયું જોતું હતું ખબર નહીં !!!!!પણ કેટલાય પક્ષીઓ એના આગમનની છડી પુકારવા તૈયાર થઈને બેઠા હતા ..મંદિર ની સામે એક વિશાળ રહેઠાણ સંકુલ મોટું બહુમાળી !! એની ટોચે હજારો પક્ષીઓનો કલરવ અને એમનું ઉડવું એક અલૌકિક અનુભૂતિ થઇ ગયી …રસ્તા માં એક મોર અને ચાર ઢેલ સડક પર ફરવા નીકળેલા જોવા મળ્યા ….કદાચ પથારી અને રજાઈના બંધનમાંથી મુક્તિ મને ફળી હોય એવું લાગ્યું ..પોતાની સાથે વાતો કરતા એકલા એકલા ચાલવાની મજા ..અને લગભગ એક કલાકનો આ સમય છે જ્યાં હું ઘર અને સંબંધોની જવાબદારીમાંથી શારીરિક અને માનસિક રીતે મુક્ત થઇ જાઉં છું ..અને મને આ ગમે છે …

આવી જ સંબંધોમાંથી મુક્તિ હોય છે …ક્યારેક બોજ જેવા સંબંધો જેને સમજી પણ ના શકાય અને સાચવી પણ ના શકાય એ બધા માંથી મુક્ત થવું જરૂરી થઇ જાય છે …પણ એકલતાની બીકે આપણે જવલ્લે જ આવું કરી શકીએ છીએ ….દેશની સ્વતંત્રતા થી માંડીને સ્ત્રી સ્વાતંત્ર્યની મોટી મોટી વાતો કરવા છતાં આપણે આપણી જાતને પોતાના માટે મુક્ત નથી જ કરી શકતા …અને માનો કે ના માનો આ એક હકીકત છે …..દેહ માંથી જયારે આત્મા મુક્ત થાય ત્યારે કહે છે કે માનવી મૃત્યુ પામે છે પણ ના એ વખતે એની મુક્તિ થાય છે ..તમામ બંધનોમાંથી ……ભક્તિ હોય કે ભોગ એનું એક બંધન છે ..અને મુક્તિ હમેશા સ્વર્ગીય હોય એ જરૂરી નથી ….એના માટે જરૂરી છે ખુબ ચોખ્ખું અને પારદર્શક મન ..લોકોના ટોળા ભેગા કરીને કોઈ પણ હેતુ વગર ભટકવા કરતા માત્ર એકલા એકલા તમામ બંધનોથી મુક્ત થઈને ગાળેલી થોડી ક્ષણો પણ સમજીએ તો મુક્તિનો મહિમા સમજાવી શકે છે ……

એ શમા બખ્તાવર હતી ….
હું ઇનાયત શેખ ..આ શહેરનો અગ્રગણ્ય અખબારનો સહતંત્રી અને કોલમિસ્ટ ..મારા આ વ્યવસાયમાં હજી હું તેર વર્ષ જુનો છું ..પણ સાહિત્ય પ્રેમ મને “સુપ્રભાત ” અખબાર સુધી ખેંચી લાવ્યો ..એક જાણીતા લેખકે એક કોલમ લખવાનું બંદ કર્યું ત્યારે તંત્રીએ થોડા વખત માટે મને એ કોલમ લખવાનું સોંપ્યું ..અને મારામાં છુપાયેલો લેખક જાગી ગયો …એ કોલમે લોકપ્રિયતાના ઝંડા લગાવી દીધા ..અમારા અખબારનું વેચાણ લગાતાર વધતું જ ગયું …મને એ વર્ષનો શ્રેષ્ઠ કોલમિસ્ટનો પુરસ્કાર પણ મળ્યો ..

ત્યારે એક સિલસિલો ચાલુ થયો …રોજ એક ગુલાબી રંગનું કવર મને મળે ..એમાં કૈક એવું લખ્યું હોય કે તે બીજા દિવસે મારા લેખનો વિષય બની જાય ..એક મહિના બાદ મેં આની તપાસ શરુ કરી પણ એક કુરીઅર કંપનીમાં એક મૂંગો છોકરો પ્રી પૈડ રોકડ ચૂકવી આપી જતો હતો .એથી વધારે કોઈ માહિતી ના મળી શકી …મેં એ કવરના મોકલનારને શોધવા એની બુરાઈ અને કટાક્ષ ચાલુ કર્યા કોલમમાં ..પણ એની કોઈ અસર ના થઇ ..રોજ એક કવર ..પછી તો મને થયું જે હોય તે પણ એ મારો અજનબી મદદગાર છે તો ભલે ચાલે …

એક દિવસ એ સિલસિલો તૂટી ગયો …બે દિવસ પછી હું બેચેન થઇ ગયો …સાતમેં દિવસે તો મેં કોલમમાં ગુઝારીશ પણ કરી ..પણ એ સિલસિલો તૂટી ગયો …હું એક વર્ષ ચાલેલા આ સિલસિલાના તૂટવાથી બેચેન બની ગયો …

એક રાત્રે મારા પડોસી અને ખાસ દોસ્ત મોહમ્મદે મને કહ્યું કે મારા માસાજીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મારી અમ્મી અને અબ્બા ત્યાં ગયા છે ..મારી આપા તબસ્સુમ અહીં લગભગ કલાક પછી આવશે …પણ ત્યાં સુધી તું મારા ઘેર મારી નાની બહેન શમાનું ધ્યાન રાખવા મારા ઘેર બેસ ..એ અત્યારે અંદર સુતી છે ..જાગે અને પાણી માંગે તો આપજે …ત્યાં સુધી માં આપા આવી જશે ….

હું મારું ઘર બંદ કરી ત્યાં બેઠો ..ટેબલ પર એક ડાયરી હતી ….એમાં ખુબસુરત નઝમો ,શાયરી અને ગઝલોનો જાણે ખજાનો નીકળી પડ્યો ….હું વાંચતો જ ગયો ..ત્યાં એક કોયલ જેવો નાજુક સ્વર અંદરના કમરામાંથી આવ્યો ..ભાઈ જાન થોડા પાની દેના તો !!! હું અંદર ગયો …પલંગ પર એક હાડપિંજર જેવી દુબળી એક સોળ વર્ષની છોકરી સુતી હતી ..પણ એની આંખોમાં એક ગજબનાક ચમક હતી ..એ કેમ જીવતી હતી એ જ પ્રશ્ન હતો …કોઈક ગેબી પ્રેરણા એને જીવતી રાખી રહી હતી ..એણે એક પ્રશ્નાર્થ સૂચક નઝરે એક મુક પ્રશ્ન કર્યો તો મેં હકીકત જણાવી …એક ચમકારા સાથે એણે ખુદાહાફીઝ કહી આંખ મીંચી દીધી ….

હું ફરી બહાર આવ્યો …એક ડાયરીની બાજુમાં એક ફાઈલ હતી …એના પેપર્સ જોતા લાગ્યું કે આ પેલી છોકરીના જ છે …નામ વાંચ્યું તો :શમા બખ્તાવર ….એને પાંચ વર્ષની ઉમરથી હૃદય રોગ હતો ..ડોકટરે એને ફક્ત છ મહિના ની મેહમાન કહી હતી એ હજીય જીવતી હતી એ ચમત્કાર જ હતો …કૈક તો હતું જે એને જીવિત રાખવા નિમિત્ત હતું …મેં ફરી એ ડાયરી લીધી ..અક્ષર જોતા ચોંક્યો …આ તો ગુલાબી કવરવાળા અક્ષર જ છે !!!! તો શું આ શમા જ હતી ?????એક ગુલાબી કવર સરી પડ્યું તેમાંથી …એક કાગળ લખેલો પણ પોસ્ટ નહોતો થયો મળ્યો …બસ એક આરઝુ છે ખુદા પાસે કે જેની કોલમે મને આટલા વર્ષ જીવાડી એના એક વાર દીદાર કરી શકું !! પછી ખુદાતાલાને મળવા જવામાં કોઈ ઝીઝક નહિ થાય ….

હું એ કવર લઇ ખીસામાં મુકવા જતો હતો અને આપા આવી ગયા …હું બહાર નીકળી ગયો ..એ રાત્રે હું સુઈ ના શક્યો …બે દિવસ પછી સવારે મોહમ્મદે કહ્યું એની બહેન ખુદાને પ્યારી થઇ ગયી ….એની આંખની ચમક યાદ આવી ..એની આરઝુ પૂરી થઇ હતી …

મેં એ ડાયરી દોસ્ત પાસે થી માંગી લીધી …એનું મેં પુસ્તક પ્રકાશિત કરી એને સાચી શ્રદ્ધાંજલિ આપી ….અને એ દિવસ પછી એ કોલમ લખવી છોડી દીધી ……

એ શમા બખ્તાવર હતી ….

આ વાર્તા મારી હિન્દી વાર્તા જે મેં મારા હિન્દી બ્લોગ : જિંદગી જીયો હર પલ માં લઘુકથા વિભાગમાં લખેલી  શમા બખ્તાવરનો ગુજરાતી ભાવાનુવાદ છે …

આય એમ ઓલવેઝ હેપ્પી ….
એક સરખા દિવસ ….એક સરખા કલાક અને એક સરખી મીનીટો ……

ના ..એ જીવન નથી …કાલે એક સુવાક્ય વાંચ્યું ..આય એમ ઓલવેઝ હેપ્પી …..પહેલા થોડું વિચિત્ર લાગ્યું ..પણ પછી વિચાર્યું  આ વિચાર આવે છે ત્યારે એ પળે કદાચ દુખની લાગણી તો નથી જ થતી …એટલે જ એ ખાલી વિચાર પણ કરીએ તો એક શરૂઆત ચોક્કસ થાય કે હું હમેશા ખુશ છું …એવું નથી હોતું તો પણ …આપણે દિવસની જે ક્ષણે આંખ ખોલીએ છીએ ત્યારે આપણે જયારે આ પથારી પર પાછા આવીશું તે કયો સમય હશે ?? તે ઘડીએ આપણો કયો મૂડ હશે ?? અને કદાચ આપણે બીજા ગામ જઈ પહોંચીએ અને રાતવાસો ત્યાં હોય એ પણ શક્યતા ખરી !!! સમય  કદાચ વહેલો પણ હોય અને મોડો પણ હોય …ઘણી વાર એવું થાય છે કે બધું કામ પરવારી ,સ્વીચ બંધ કરી જેવી ઓશિકા પર માથું ટેકવું અને બેલ વાગે ..કોઈક મહેમાન હોય અને એની સાથે બે એક કલાક વાતોનો દોર ચાલે …કોઈ વાર દૂર દર્શન પર બહુ પ્રતીક્ષા હોય એવી ફિલ્મ આવવાની હોય, એ માટે તૈયારી કરી લીધી હોય પણ ફિલ્મ શરુ થાય અને એટલી બધી ઊંઘ ચડે કે ફિલ્મ જોવાનું છોડી સુઈ જઈએ …..કશું જ આપણું ધાર્યું ના હોય છતાય એવી લાગણી લગભગ થાય કે ચાલો દિવસ સારો ગયો …અને જો કૈક અણગમતું ના થયું હોય તો તે દિવસ સારો જ કહીએ ..આ એક કેળવવા જેવી આદત છે …અને ડાયરી લખતા ઘણા લોકો રોજિંદી ઘટના તો લખે છે પણ એના પર પોતાના દિલમાં ઉદભવેલા પ્રતિભાવને પ્રમાણિક પણે જગ્યા નથી આપતા ….મને હસમુખ ભાઈ ને મળવું જરાય નથી ગમતું અને તેમને મળવા જવું પડ્યું ….જવા દે દિવસ ખરાબ ગયો …પણ એ જ દિવસે તમને ઓફીસ માં સાવ ઓછું કામ હતું ..તમે દોસ્ત સાથે નાસ્તો કર્યો …તમારા સ્કુલના જુના સહાધ્યાયી સાથે ફોન પર વાત થઇ …અને તમારી પત્નીએ ઘેર વહેલા આવવા કહ્યું કેમ કે આજે એ તમારા ફેવરીટ મસાલા ઉત્તપા બનાવાની છે …આ બધી ઘટના જે તમને ખુશ કરી શકે એ બધી કેમ ભૂલી જાવ છો ????જો આ બધું યાદ કરી લો તો જરૂર કહેશો …યસ ..આય એમ હેપ્પી ટૂ ડે….

આ બધાનું કારણ એક જ કે જે યાદ રાખવાનું હોય તે યાદ રાખતા નથી અને જે તરત ભૂલી જવાનું હોય તે હમેશા યાદની ટોપલી માં સજાવી રાખો છો …ઘણી વાર મને મારા પતિદેવ કહે છે કે આ વ્યક્તિએ તારી સાથે કેટલું ખરાબ વર્તન કર્યું છે પણ તું એની સાથે કેમ સારી જ રહે છે ..ત્યારે એક વાત જરૂર કહું છું ..જયારે આપણે આ મુસીબત હતી ત્યારે આ વ્યક્તિએ સૌથી વધારે મદદ કરેલી અને એ વખતે આપણને ચિંતામુક્ત રાખેલા …એ સમય હું કેવી રીતે ભૂલું ?? અને તેણે આજે ખરાબ વર્તન કર્યું હશે તે સમય અને સંજોગને આધીન હશે ….મારું સારું વર્તન એને વધારે ખરાબ થતા તો અટકાવશે ..ત્યારે તેમને હસું આવે છે …એ મને ઈમપ્રેક્ટીકલ કહે છે …પણ મને કોઈ ભાર રહેતો નથી એટલે દિવસને અંતે એક સારી લાગણી સાથે સુઈ જતા સાથે જ ઊંઘ જાણે મારા ઓશીકે આવવાની રાહ જોતી હોય એમ તૂટી પડે છે ….ગાઢ નિદ્રા જેવું કોઈ સુખ નથી અને એવી ઊંઘ માટે એવો દિવસ જવો જોઈએ જે આપણને ખુશ રાખી શકે …..અને એ આપણા હાથમાં મહદ અંશે હોય છે …એક એવું વાક્ય કહું ??? જે આપણે બેહદ ખુશ હોઈએ કે બેહદ દુખી પણ ….

સમય માટે છે ::: આ સમય પણ વીતી જશે …….

અ લવ લેટર બાય જનરેશન નેક્સ્ટ ….
તારીખ :૧૫ /૦૧/૨૦૧૨

પ્રિય સખા ,

હા ,મને આમ પણ આ નામ ખુબ ગમે છે .કૃષ્ણ સુદામાને કહેતા એ વાંચેલું ત્યારથી ..દુનિયા માટે તું  પ્રેરણા હોઈશ પણ મારી તો સખા જ …

તને પહેલી વાર જોયેલી ત્યારે તું તારી સખી સાથે કોઈ વાતે ખડખડાટ હસતી હતી .એ ખળ ખળ વહેતા ઝરણા જેવું હાસ્ય અને એનું લાસ્ય અદ્બુત હતું …એ દિવસે તારી પ્રથમ ઝલક જોઈ .મૃગનયની આંખો ,સુડોળ નાક ,ગુલાબની પાંખડી જેવા હોઠ ,,,દાડમની કળી જેવા દાંત ,સુરાહીદાર ગરદન અને આછો ગુલાબી ડ્રેસ…તું જાણે સ્વર્ગની કોઈ અપ્સરા લાગતી હતી ..અને સૌમાં શિરમોર કોકિલ કંઠ તારો ……

સાચું કહું ?? આ શૃંગારરસ વાળું વર્ણન કરતા થાકી ગયો …આ બધી ઉપમા ભેગી કરવા કેટલી બધી નવી પુરાણી હિરોઈનોના ફોટાના ક્લોઝ અપ ધ્યાનથી જોવા પડ્યા …ડીસ ગસ્તિંગ નો ???અને આમાંથી એક પણ વર્ણન તારા માટે ફીટ નથી બેસતું .તો પણ જસ્ટ તને ખુશ કરવા ટ્રાઈ કરવી પડે છે !!!! અને તોય તું ખુશ નહીં થાય એ ગેરેંટી ….મલ્ટીપ્લેક્ષ માં તારી સાથે રોમાન્ટિક મુવી જોવી  મારી માટે સૌથી બોરિંગ …અને તને ઈંગ્લીશ મુવી ગમે નહિ એટલે તું નહીં આવે …પગે મચકોડ છે એટલે બાઈક પર જવાશે નહીં તો જસ્ટ ટાઈમ પાસ કરવા આ કૈક  ઇનોવેટીવ કરવાનું મન થયું એટલે તને પત્ર લખ્યો …હવે એને સ્કેન કરી ઈમૈલ કરી દઉં છું ….

તારો બોરિંગ દોસ્ત યશસ્વી ………..

તારીખ :૧૭ /૦૧/૨૦૧૨

યશ ,

તારું સાચું બોલવું ગમ્યું .હું કોઈ પુસ્તકોના અવતરણ ટાંક્યા વગર કહું છું કે આ પત્ર લખવા જેટલો સમય તેં મારે માટે વિચાર્યું એ જ મારે માટે સૌથી મોટી રોમાન્ટિક ફિલિંગ કહીશ …વાઉ!!! બાકી આંગળીના ટેરવે થતા ફોર્વર્ડેડ એસ એમ એસ ..જસ્ટ બોરિંગ સમ ટાઈમ ….

હવે વિચાર આવે છે કે પહેલાના જમાનાના લોકોનો રોમાન્સ કેમ લોંગ લાસ્ટીંગ હશે ??!! પત્ર લખવો ,મોકલવો ,મેળવવો ,વાંચવો …એની રાહ જોવી …કેટલું અમેઝિંગ !!!! કોઈ ખૂણામાં કોઈ જોઈ ના જાય તેમ છુપાઈને વાંચવો …કોઈ જોઈ ના જાય એમ લખવો પણ પડે ..નોટ બુક માં છુપાવીને આપવાનો ….વિશ્વાસુ દોસ્ત સાથે મોકલવાનો …પકડાઈ જવાના ફફડાટ સાથે જીવવાનું …આ એસ એમ એસ તો લીમીટ થઇ જાય એટલે ડીલીટ કરવા પડે અને લેટર તો કાગળ ફાટી જાય ખોવાઈ જાય પણ લખાણ ના બદલાય !!!

ડુ યુ બીલીવ તારો લેટર મેં જુદા જુદા વીસ ટાઈમે કાઢીને વાંચ્યો !!! અને દરેક વખતે એહસાસ બદલાતો રહ્યો ….એન્ડ આઈ નો કે તું મારો લેટર સીરીઅસલી નહીં વાંચે ..ઉપર ઉપર થી વાંચી લેશે ..પણ સાચવીને તો મુકીશ જ ..તારા બુક રેક ના છેલ્લા ખાનામાં ….અને મહિના પછી કાઢીને વાંચીશ અથવા તો આપણે નહીં મળીએ ત્યારે મારી યાદ માં …..તારા બીજા પત્રનો ઇન્તઝાર રહેશે ….

==તારી સખા ….

એ જ તો મને હમેશા ખુશ રાખે છે ….
બે દિવસમાં મને એક સવાલે બહુ પજવી …મારી ખુશીઓની સાઈઝ આટલી નાની નાની કેમ હોય છે ??? મારી હથેળીનું કદ આટલું નાનું કેમ છે ??? મને ક્યારેય સંતોષ કેમ નથી થતો ??? મને કેમ એક પળ નવરા બેસવું નથી ગમતું ???

ના ના આતો મજાક જ છે …પણ હા એક નાનકડી વાત કરવી છે : નાની સાઈઝની ખુશી માટે ……..કાલે સાંજે રાત્રે એક ધાબા પર બે કુતરા પણ પતંગ ચગાવતા લોકો સાથે આવેલા …એને જોવાની ખુબ મજા આવી ….એ લોકો શું વિચારતા હશે આપણે મનુષ્ય માટે એની રોચક કલ્પના પણ આવી ….અહીં કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં લક્ઝરી કારમાં બેસીને સરસ ડીનર લેવાની વાત નથી પણ તોય મન ખુશ થઇ ગયું ..અને આવી નાની ખુશી માટે હથેળી નાની હોય તો ચાલે પણ મન ખુબ મોટું હોય છે …અને મુખ પર છલકતા હાસ્યનું રહસ્ય તમારા સુધી સીમિત રહે છે ……

કાલે પતંગને વીંટાળેલા એક છાપાના કાગળમાં પૂર્તિ હતી બુધવારની ….એ રદ્દી કાગળમાં મને મળી પ્રખ્યાત શાયર જાવેદ અખ્તર સાહેબે એની પુત્રી ઝોયા અખ્તરને સંબોધીને લખેલી એક સુંદર નઝમ હતી ….સરળતાથી સમજાવેલું : જિંદગીમાં હમેશા બે રસ્તા મળે છે …એક સરળ હોય છે ..ત્યાં આપણી સાથે બધા લોકો હમેશા રહે છે …આપણે જે ઈચ્છા રાખી હોય તે બધું મળી પણ જાય છે ..પણ તોય આપણી ભીતરમાં એક અજંપો હમેશા હોય છે …અને એક અસંતોષની અભાવ ની લાગણી અંદર હોય છે …..બીજા રસ્તા પર હમેશા એકલા ચાલવું પડે છે …કોઈનો સાથ નથી મળતો …રસ્તા પર ધોમધખતો તડકો હોય છે ….મુશ્કેલીઓ પણ હમેહ્સા પીછો કરતી રહે છે …છતાં પણ એ રસ્તો આપણને એક સંતોષ આપે છે કેમકે એ રસ્તા પર આપણી મુલાકાત ખુદ આપણી સાથે થાય છે ….કોઈ અભાવ નથી લાગતો …કશું ના મળે તો પણ ………….

પસ્તીના પેપર પર છપાયેલી એક નાનકડી ખુશી …એ જ તો મને હમેશા ખુશ રાખે છે …..

હેપ્પી અને સેફ ઉત્તરાયણ !!!!
તમારા ઘરની આજુબાજુ ચીક્કી બનવાની સુગંધ આવી ??? મારે ત્યાં તો આવી ગયી ….અરે હું પતંગ …અને જેમ સત્યનારાયણ ભગવાનને શીરા નો નૈવૈદ્ય હોય એમ મારું નૈવૈદ્ય ચીક્કી ….તલ,શીંગ ,કોપરું ,સુકામેવા સાથે ખાંડ કે ગોળની ચાશની …અને પછી ગોળ વણીને ચોરસ કાપો …બહુ સીધી સાદી  હોય પણ બનાવવાની એક કળા હોય ખાસ ….ચાલો પેલા ગૌરીબેનનો થેલો તપાસીએ !!!અરે એના ઘરમાંથી તો હું બોલું છું …જો રતાળુ દેખાયું ?? સુરતી પાપડી દેખાઈ ?? પેલા ડોલી રીંગણ અને શક્કરીયા પણ છે અને નાની બટાકીઓ …લીલા મૂછોવાળા લસણના ગુચ્છા અને ધાણાની ધમાલ …કાલે હવારના પહોરમાં મંડી પડશે ..તે ને ઊંધિયું ઊંધિયું ….પછી એમના વરને કહેશે ચાલો પેલી સત્યનારાયણની જલેબી લઇ આવો !! અને પૂરી …એ ફ્લેટમાં રહે છે એટલે મિત્ર મંડળ પરિવાર બધા એમને ઘેર એક દિવસના અને કોઈ કોઈ તો બે દિવસના મેહમાન બનશે ……આ ગૌરીબેન મને મળવા બહુ થોડી વાર આવશે અગાસી માં ..હા કાલે આવેલા અગાસીને ધોવા ….

હું પતંગ …

દરેક સાઈઝ ના દરેક રંગ માં મળતી ચોરસ કાગળની કલાકૃતિ ….આજે મારે ધાબે નથી ચડવાનું પણ ચાલો કેટલુક ધાબાની નીચે હોય એ દુનિયા જોઈએ ….છ મહિના થી કેટલાય લોકો આ પતંગ બનાવીને રોજી મેળવે છે ..ચીક્કીની જેમ પતંગ બનાવવા ની પણ એક કળા છે …એક અર્ધવર્તુળ વાંસની પાતળી લાકડી અને એક ઉભી લાકડીને પાતળા કાગળ સાથે જોડી આકાશને ભરી દેવાનો અભરખો એટલે દિવાળી પછીનો પહેલો મોટો તહેવાર !!! જેનું મહત્વ હમેશા હોય છે પણ આપણા ઘરની એ જગ્યા જેને કદાચ અવગણીએ છીએ એને અગાસી ધાબુ કે છત કહીએ એને ભરપુર પ્રેમ કરવાના દિવસો આ બે જ …ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ….પેલા બોર,જામફળ  અને શેરડી વાળા દેખાય છે ???તૈયાર ચીક્કી અને ગૃહ ઉદ્યોગ ચલાવતી બેનોનો પાર્ટ ટાઈમ ઉદ્યોગ નોકરી કરતી મહિલાને આશીર્વાદ રૂપ ..એક ફોન કોલ અને ઘેર બનેલી ચીક્કી હાજર …ચાલો રસ્તા પર જઈએ …પેલા ભૂંગળા ,સીટી વેચતા ફેરિયાનો કર્કશ અવાજ  પણ અકળાવશે નહીં આ દિવસમાં …અરે આપણે ત્યાં પણ બે ત્રણ આવી જશે …જુઓ આ સીઝનલ ધંધો કરનાર ફેરિયાઓ પાસે ટોપીની વેરાઈટી જોઈ …પેલી છત્રી વાળી ટોપી મારી પ્રિય …!!અરે મને તો બધી લેવાનું મન થઇ જાય …આ ટોપી પહેરવાનો અને પહેરાવવાનો દિવસ નહીં ??? પેલા માંઝા સૂતીને ગેરેંટી સાથે પાકા દોર વાળા ફેરિયા તો સાયકલના બે પૈડાનું યંત્ર બનાવી બેસી ગયા છે મહિના પહેલાથી …આ માંજો બનાવવાની પણ કળા હોય નહીં …કાચ લુગદી એવી રીતે ભેગી કરે કે કોઈ દોરો ખેંચનો હોય તો કોઈ ઢીલનો …એમને તો રાત્રે પણ રાતપાળી કરવી પડે બોલો !!!ચાલો હવે આ ચશ્માં વાળાને ત્યાં …શું ગોગલ્સ હોય છે જાત જાતના અને ભાત ભાતના …વટ પડી જાય …પેલા ફૂટ પાથ પર રહેતા ,ઝુંપડ પટ્ટીમાં રહેતા છોકરા ઓ ઝાંખરામાંથી ઝંડો બનાવામાં વ્યસ્ત છે ..કાલે રોડ પર આવેલી પતંગો લઈને વેચીની થોડી કમાણી થશે એમને પણ … જો આ મણીબેન છેને સાઠ કિલોનું વજન છે પણ કાલે ટાઈટ ટી શર્ટ અને જીન્સ પહેરીને પહોંચી જશે અગાશીમાં …એમનું કલેક્શન જુઓ અને કાલે એમના ફોટા પડાવશે ….

ચાલો હવે પાછા ગૌરી બેનના પેલા રૂમમાં જઈએ …ત્યાં એમનો દીકરો અને પતિ મંડી પડ્યા છે પતંગને કિન્યા બાંધવામાં ….માપસર કાણા પાડીને ગયા વરસના પડેલા દોરમાંથી કિન્યા બાંધતા એમને રાતના બે જરૂર વાગશે …..ફીરકી નું સ્ટેન્ડ શોધી લીધું છે …

જુઓ પેલા ડેક ,મ્યુજિક સીસ્ટમ અગાસીએ લઇ જવાની તૈયારી ગૌરીબેનનો ભાઈ કરી રહ્યો છે ….મ્યુજિક વગર તો મજા આવે ???અને સામેના ફ્લેટ વાળાએ તો ડી જે સીસ્ટમવાળાને બોલાવી લીધા છે …બે દિવસ ઢીંચક ઢીંચક…ઢીંચક ઢીંચક ….કાલે દાનમાં આપવાનું સીધું અને ઘૂઘરી ની તૈયારી કરવામાં ગૌરી બેન પણ આજે એક વાગ્યા સિવાય નહીં સુઈ શકે ……….

બસ આકાશને માણવાનો આ તહેવાર …એક બીજાની પતંગ કાપીને ખુશ થવાનો આ તહેવાર …..ગમે તે વયે પણ બાળક બનીને ચીસો અને બુમો પાડવાનો આ તહેવાર …તડકાને પ્રેમ કરવાનો આ તહેવાર ….પોતાની જિંદગીને પતંગની જેમ ઢીલ અને ખેંચ થી બેલેન્સ કરતા શીખવાનો આ તહેવાર …..અને મારા શહેર માં તો બેઉ રાત્રે દિવાળીની જેમ ધૂમ ફટાકડા ફોડવાનો આ તહેવાર ….મેહમાનોને આવકારવાનો આ તહેવાર …બોર જામફળ અને શેરડીનો આ  તહેવાર …ઊંધિયું,જલેબી ,પૂરી  અને ચીક્કી ખાવાનો આ તહેવાર !!!!!! સૂર્ય ની મકર વૃત્તથી કર્ક વૃત્ત તરફ ગતિ કરવાનો આ તહેવાર …..

આ મકરસંક્રાતિ ,લોહડી નો તહેવાર  તમને બધાને મુબારક !!!!!!!

હેપ્પી અને સેફ ઉત્તરાયણ !!!!

પ્રાર્થના ….
ચાલો બે હાથ જોડો …

આંખો બંદ ….

ચાલો હવે ગાઓ :

ઓ ઈશ્વર ભજીયે તને ,મોટું છે તુજ નામ

ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ

હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ

ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ ………..

બાલવાડીથી સ્કુલ છૂટતી વખતે આ પ્રાર્થના અવશ્ય કરાવતા …..શરૂઆત પણ પ્રાર્થના થી થાય …શબ્દો સમજાતા નહિ પણ યાદ રાખીને આંખ બંદ રાખીને બે હાથ જોડીને કરતા જરૂર …ત્યારે આ પ્રાર્થનાની જરૂર જ નહોતી લાગતી..જિંદગીમાં જે કઈ પણ હતું તેનાથી ખુબ ખુશ હતા અને ક્યારેય વધારેની જરૂર લાગી જ નહોતી …તાવ ચઢે તો થોડી વાર સુઈ જવાનું અને થોડો ઓછો થાય એટલે રમતા રહેવાનું ….કેમકે બાળપણમાં ભગવાન આપણી સાથે જ રહેતા …

પણ આ પ્રાર્થના હવે આપણે કેટલા બધા કારણસર કરીએ છીએ !!!વ્યક્તિ વ્યક્તિ એ જરૂરત બદલાય અને પ્રાર્થના પણ ..શબ્દો પણ અને માનતા પણ ……સ્વાર્થ ભળી જાય છે ..પોતાના માટે ઘણું બધું માંગી લઈએ છીએ ….દેવ અને દેવ સ્થાનકો પણ જુદા જુદા …પણ પ્રાર્થનામાં માંગણી મુખ્ય …….શબ્દો જુદા ….

પણ એ આંખ બંદ કરીને હાથ જોડીને પ્રભુનું સાન્નિધ્ય ..એક અનુપમ પળ હોય છે ..ત્યાં પરમશક્તિ સાથે એક સંધાન હોય છે ….ત્યાં કપાળમાં મધ્યમાં જો ધ્યાન એકાગ્ર કરીએ તો એક તેજપુંજ દેખાય છે …અને જો એ દેખાય તો તમામ માંગણી ભૂલીને નતમસ્તક થઇ જવાય છે ..ત્યાં શબ્દો ગેરહાજર ,માંગણી ગેરહાજર પણ પરમશક્તિથી એક મુલાકાત થાય છે ….બહુ ઓછી વાર કદાચ એકાદ વાર પણ આ થાય તો એ માનવી ભાગ્યશાળી છે …..

મેં એક જગ્યા એ વાંચ્યું છે ..કે પ્રભુને ખબર જ હોય છે કે આપણને શું જરૂર છે ?? પણ એ માત્ર એ જ આપે છે જે આપણી માટે જરૂરી હોય છે …એ આપણી જિંદગી વિષે સર્વજ્ઞ જાણે છે એટલે એ યોગ્ય સમયની રાહ જોતો હોય છે અને આપણી માટે જો એ વસ્તુ નુકસાન કારક હોય તો એ આપતો જ નથી ….

અને આપણે પ્રભુને મનોમન જે કહીએ છીએ એ લખવાનું અર્થહીન છે ..

જયારે કહીએ ત્યારે નહીં પણ જરૂર હોય ત્યારે સમયસર હાજર થઇ જાય એ ઈશ્વર ……

આત્મા અને પરમાત્માના  એકાકાર થવાની એ ઘડી એટલે પ્રાર્થના …

જો કોઈ વ્યક્તિ માટે નિસ્વાર્થપણે પ્રાર્થના કરવામાં આવે તો એ જરૂર કબુલ કરવામાં આવે છે …જ્યાં દવા કામ નથી આવતી ત્યાં દુઆ કામ કરી જાય છે …પ્રાર્થના એ આત્માનો અવાજ છે …..હું ભગવાન પાસે જાઉં ત્યારે ઘણી વાર કહું છું કે હું ભગવાન સાથે લડીશ કે મારું જીવન આવું કેમ ?? પણ મંદિરમાં પ્રવેશતા જ હું એ પવિત્ર વાતાવરણમાં બધું ભૂલી જાઉં છું અને ફક્ત એક જ વાત હોઠ પર રહે છે …માં ..તું મારી પડખે રહેજે …હમેશા !!!!!

એક એવી વસ્તુ જે જિંદગીમાં વિશ્વાસ ટકાવે છે એ છે પ્રાર્થના અને એ કરવા મંદિરો માં જવાની જરૂર નથી …નહાવા ધોવાની જરૂર નથી …માત્ર અણીશુધ્ધ મન રાખીને એક ચિત્તે કરી શકાય અને એનો પ્રભાવ અનુભવી શકાય છે …….