દુવિધા મીઠી મીઠી…


ક્યારેક થાય છે કે એક જ પરિસ્થિતિ હોય છે પણ દિલ એક પળે દુ:ખ અને એ જ પળે સુખ કેમ અનુભવે છે? બહુ કશ્મકશ હોય છે એ પળ જ્યારે આવે છે ત્યારે ..દીકરીના લગ્ન થવાના હોય ત્યારે કેટલો ઉમંગ હોય છે..હોંશે હોંશે બધી તૈયારી થાય છે..પણ સાથે એક દર્દ કે આપણા આંગણાની ઉડણ ચરકલડી હવે પરદેશ જશે આ આંગણને પારકું કરીને …કન્યાના મનમાં પણ પિયુના કોડ હોય અને માતા પિતાનું આંગણું છોડવાનું, સખીઓથી વિખૂટા પડવાનું ભારોભાર દુ:ખ ….પોતાની ભીની આંખોને સંતાડતા સૌ હંસતા મોઢે આવનારી વિદાયની રાહ જોતા મનમાં કહે કે ભગવાન આ દિન પળ ઘડીને થોડી લંબાવને …એ કોડીલી કન્યા મહેંદી ભર્યા હાથે એ સઘળી જગ્યાઓને ,ઘરનાં ખૂણાઓને સ્પર્શીને આવે છે…પોતાના બાળપણની સ્મૃતિઓને જાણે ઢંઢોળીને જગાડે છે કે સૂવાડે છે એ દુવિધામાં અટવાતી અટવાતી ….
આ મીઠી શી મૂંઝવણને સમયને સથવારે છોડી દો અને આવી સુખદ દ્વિધાઓને ખૂબસુરત સંભારણું બનવા માટે સર્જાવા દો…કેમ કે આ જીંદગીની આ સૌથી અણમોલ ઘડીઓ હોય છે નિ:શંકપણે ….

દુવિધા મીઠી મીઠી…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s