આજે આપણે માત્ર આપણે બનીએ તો ???


આપણી જીંદગી કોની છે?
આ નાનકડો સવાલ છે પણ જો આપણે એનું થોડું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીએ તો આપણે આપણા માટે ક્યારે જીવ્યા? સવાલ પેચીદો છે..ક્યારેક આપણી ભૌતિક સગવડો , સમાજમાં સ્થાન ,ક્યારેક મા બાપથી લઇને સંતાનો સુધીનાં સંબંધો માટે ,ક્યારેક આપણા અહમ માટે ક્યારેક સફળ કહેવડાવવા માટે ..આ લિસ્ટ ઘણું લાંબુ છે પણ આમાં આપણે આપણા આનંદ માટે જીવવાની જરુર છે…ક્યારેક પેપર વાંચતા વાંચતા એનો નાનકડો ટુકડો ફાડીને એની નાનકડી નાવડી બનાવીને પાણીમાં ફેરવવા મૂકવાનો આનંદ માણવાની જરુર છે…ક્યારેક ઉગતા સૂર્ય સામે ચા પીતા પીતા ઓફિસનાં શિડ્યૂલને ભૂલવાની જરુર છે…ક્યારેક ઘરડીમા નાં ખોળામાં ક્ષણભર માથું મૂકીને સૂઇ જવાની જરુર છે….ક્યારેક આપણે માત્ર આપણને આપણી ઓળખાણ આપવાની જરુર છે…જીંદગીમાંથી માનસિક તાણ દૂર કરવાનાં આ હાથવગા રસ્તા છે ખરા…મેં તો અજમાવ્યા છે…..તમે ક્યારેક અજમાવજો ….

Advertisements

2 thoughts on “આજે આપણે માત્ર આપણે બનીએ તો ???

  1. “ક્યારેક ઉગતા સૂર્ય સામે ચા પીતા પીતા ઓફિસનાં શિડ્યૂલને ભૂલવાની જરુર છે…”

    સરસ… સાચી વાત પ્રિતિબહેન… આજે માનવી પોતાનું મહત્વ જ ભુલી ગયો છે. હા, ચોક્કસ પૈસાની લ્હાયમાં જ સ્તો…

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s