હુકમનું પત્તું…..!!!!


વકીલ મનચંદાનીનો અચાનક ફોન આવ્યો. પરમ અને એની પત્નીને આશ્ચર્ય થયું .તાબડતોબ મળી જવા માટે જણાવ્યું હતું .પરમે એની પત્ની અનુને સીધા વકીલની ઓફિસે આવવા જણાવી દીધું. રસ્તામાં અનુ અને પરમ એક જ વાત વિચારતા હતાં કે માંડ વૃધ્ધમાતાને એક ઘરડાઘરમાં બે દિવસ પહેલાં તો મોકલ્યા હતાં અને હવે તો આઝાદીનાં દિવસો શરુ થયા ને બીજું શું લફરું આવ્યું ?
વકીલની ઓફિસે પહોંચીને બોલાવવાનું પ્રયોજન પૂછ્યું. વકીલ મનચંદાનીએ એક નોટિસ હાથમાં મૂકી દીધી. વાંચતાં જ બેઉનાં પગ હેઠળથી જમીન સરકી ગઇ. નોટિસમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે જો તેની માતા શ્રીમતિ શારદાદેવીને જીવતેજીવ કોઇ વૃધ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવશે તો તેનાં પિતાશ્રી કસ્તૂરચંદની તમામ મિલકત જે આશરે ૪૦૦ કરોડની અંદાજે હતી તે તમામ મિલકતને એક ટૃસ્ટને હવાલે કરી દેવામાં આવશે અને તેના પર તેના પુત્ર કે પૌત્રનો કોઇ અધિકાર રહેશે નહીં અને આ બિડાણને શારદાદેવીને જો વૃધ્ધાશ્રમમાં મોકલવામાં આવે અને એ વખતે જો તમામ મિલકત પર એમનાં સિવાય બીજા કોઇનો હક્ક જાહેર કરવાનાં કાગળિયા કોર્ટમાં રજૂ થાય ત્યારે જ અમલી બનાવી દેવું…આની જાણ શ્રીમતિ શારદાદેવીને પણ આ અગાઉ કરેલ નથી …..
પરમ અને એની પત્ની ને તેમની ભૂલ સમજાઇ અને તેઓ શારદાદેવીને લેવા માટે ગયાં પણ ત્યારે ખૂબ મોડું થઇ ગયેલ હતું . પોતાનાં ઘરમાંથી હડધૂત થયાનો આઘાત માત્ર બે દિવસ જીરવી તેઓ પરલોક સિધાવી ગયા હતાં….

Advertisements

One thought on “હુકમનું પત્તું…..!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s