સમય નાં વહેણમાં ….


ગીરા દેસાઈ પેરીસની ફ્લાઈટમાં મુંબઈ થી બેસી ગયી છે .
સીટબેલ્ટ છોડીને એક મેગેઝીન ખોલ્યું પણ આંખો પાનાં પર અને મન ક્યાંક ભૂતકાળમાં પાછું જવા માંડ્યું છે .આવતી કાલે પેરીસનાં વિખ્યાત ફેશન હાઉસ સાથે સહયોગનો કરાર પર સહી કરવાની છે .
લગભગ દસ વર્ષ થયા હર્ષ સાથે લગ્ન કર્યાને. પ્રેમલગ્ન હતા .. દુનિયાનાં રીવાજ પ્રમાણે અત્યંત ધનાઢ્ય પરિવારમાં એક મધ્યમ વર્ગની છોકરી નો બને એટલો તિરસ્કાર અને અપમાન થયા પણ હર્ષનો પ્રેમ અને મક્કમતા એને જીવાડી ગયા …
સમયે કરવટ બદલી ..પડખું બદલાતા સમૃદ્ધિને શિખરે આળોટતો આખો પરિવાર સડક પર આવી ગયો .બે રૂમ રસોડાના ભાડાનાં ફ્લેટમાં જીવવાનો વખત આવ્યો ….
ગીરાએ એક દિવસ પોતાને કરિયાવરમાં મળેલા મશીન પર કેટલાક કુશનકવર જાતે સીવીને ચઢાવ્યા . એ હર્ષના એક મિત્ર અને તેની પત્નીને એટલા ગમ્યા કે તેઓ એ કાઢીને પોતાને ઘેર લઇ ગયા .એક સારી કિંમત ચૂકવી ને …એક નાનકડી કેડી પર ગીરા ચાલવા માંડી . ધીરે ધીરે નવી નવી ફેશનનાં એના વસ્ત્રો વખણાતા ગયા ..એની એક આવડત હવે રંગ લાવી ..એક ભાડાની દુકાન થી એક બુટીક અને પછી તો એક અગ્રગણ્ય ફેશન હાઉસ સુધીની સફર સડસડાટ ચાલુ થયી …હવે એનો આખો પરિવાર પણ એમાં જ જોડાઈ ગયો …જુના દિવસો પાછા આવી ગયા …આજે હવે વિદેશ સુધી એનો ફેલાવો થયો છે ….
પણ ગીરા હજુ પણ એ જ જૂની ભાડાની દુકાનમાં ઓફીસ બનાવીને વગર એર કન્ડીશને જ કામ કરે છે, ગીરા અને હર્ષ જુના ભાડાના ફ્લેટમાં રહે છે ….હા પણ હવે એનો પડ્યો બોલ જીલાય છે ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s