એક પ્રખ્યાત દાનવીરે એક દિવસ શહેરનાં બધા બાળકોને એક મોટા મેદાન માં આવવાનું આમંત્રણ આપ્યું . એની ખ્યાતિ એટલી બધી હતી કે બધા બાળકો ગયા …વિવિધ સ્પર્ધાઓ થઇ .એમાં બધા બાળકોને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યા .અને વિજેતા બાળકોને મન ગમતી વસ્તુ આપવાની ઓફર આપી ..કોઈકે રમકડા તો કોઈકે ઢીંગલી તો કોઈકે પુસ્તકો માંગ્યા …એક બાળક કશું માંગતો ન હતો .એ દાનવીર એની પાસે ગયા અને માંગવા કહ્યું તો એક બાળકે કહ્યું આપ મને નહીં આપી શકો …છતાંય આગ્રહ કર્યો તો એ બાળક બોલ્યું …મારે માં બાપ નથી ,અનાથ છું …મને માં બાપ અને કુટુંબ નો પ્રેમ જોઈએ જે તમે નહીં આપી શકો ..એ દાનવીર ઉદાસ થઇ ગયા …પહેલી વાર તેઓ હાર્યા હતા ..
ખૂણામાં ઉભેલ એક દંપતી ત્યાં આવ્યું . અને એ બાળકને તેડીને બોલ્યું ,” બેટા ,અમારે કોઈ બાળક નથી …તું અમારું બાળક બનીશ ?….”
ત્યાં ઉભેલ તમામ લોકોની આંખો ખુશી થી છલકાયી ગયી ….
મને મળી જાય તો ???
Advertisements