એક દિવસ આવો પણ …


એક પંખીને જયારે આકાશમાં ઉડતું જોઉં છું ત્યારે મને એની ઈર્ષ્યા આવે છે …
જુઓ એને કોઈ જ બંધન નથી જયારે ઈચ્છે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે ..તેને ખાલી જન્મ અને મરણનું બંધન બાકી ન્યાત જાત ના કોઈ વાડા નહીંને !!! અને આપણે આ વખતે કહીએ છીએ એમની પાસે બુદ્ધિ નથી ,વાચા નથી …પણ આ તો ખરેખર વરને કોણ વખાણે તો કહે વરની માં …જેવો ઘાટ છે  . પ્રકૃતિને ધ્યાન થી નીરખો …ખાસ તો સવારે ઉષા કાળે અને સંધ્યા કાળે પશુ પક્ષીઓ અને જીવ જંતુઓની પરિચર્યા નીરખો ..ક્યારેક નદી કિનારે કે પહાડોની ગિરિમાળામાં જઈને નિહાળો પરમપિતા પરમાત્માની લીલા …એક પત્તું બીજા પત્તા થી અલગ જ પહેચાન ધરાવે છે અને એક લીમડાનું પર્ણ પીપળાના પત્તા થી તદ્દન અલગ …કોઈ ભમરાનો ગુંજારવ હર પલ એક જેવો નહીં સંભળાય ,પ્રેમિકા માટે અલગ અને ભયસુચક સંકેત પણ અલગ …અને આ વસ્તુ તમામ પશુ પક્ષીને લાગુ પડે છે . તેમની વાણી સમજાતી નથી પણ તેમાં રહેલો ફરક વર્તાય છે . કોઈ કુદરતી આફત આવે છે એ પહેલાનું મનુષ્ય સિવાયની જીવ જગતની વર્તણુક તદ્દન અસ્વાભાવિક બની જાય છે ..જે બુદ્ધિશાળી મનુષ્યને દેખાતી કે સમજાતી નથી ….
ક્યારેક ભારતનાં પર્વતીય વિસ્તાર માં ફરવા જાઓ તો ત્યાં આમતેમ ફોટા પાડવાની સાથો સાથ ત્યાના રહેવાસી સાથે એક દિવસ તેની રીતે ગાળવાની કોશિશ કરી જોજો ..તમારા જીવનમાં કહેવાતા પ્રોબ્લેમ્સ કેટલા કેવા ,અને કેમ છે એ ચોક્કસ સમજાઈ જશે …
એક પ્રયત્ન કરજો આ જીવનને સાચી રીતે માનવાનો !!!!!
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s