સફર નો રોમાંચ …


પોતાની કારમાં જતા જતા કે પોતાના સ્કુટર પર જતા જતા જીંદગીને નજીક થી જોવાનો મોકો મળે છે ટ્રાફિક સિગ્નલ પર ..લોકો ના ચેહરાને વાંચવાની મજા આવે છે …બસ કશે જવાની ઉતાવળ જ દેખાય ..પણ નાનું છોકરું જે જોતું હોય અને કારની બારી માં જો કોઈ કુતરું બેઠું હોય તેને જોવાની મજા જ અલગ હોય …પોતાની ગાડીને બીજા થી આગળ લઇ જવાની તાલાવેલી …. કયારેક પબ્લિક ટ્રાન્સપોર્ટનાં વાહનમાં જાઓ …કોઈ વૃદ્ધને ઉઠીને જગા આપતો જુવાનીયો હોય કે બે ની સીટમાં એક નાના અજાણ બાળકને બેસાડી લેવાનો શિષ્ટાચાર હોય …ક્યાંક ખોઈ યુવતીને અટકચાળો કરી લેતો રોડ રોમિયો પણ હોય …અને બારી બહારની દુનિયા બસની અંદરની દુનિયાથી અલિપ્ત બનીને જોતો કોઈ પ્રવાસી હોય …છુટાની માથાકૂટ હોય કે રોજના પેસેન્જરને લેવા બસ રોકતો ડ્રાઈવર હોય …માણસ માણસ થી જોડાયેલો જોવા મળશે … કોઈ નવા શહેર માં જઈ તો તેની પરિચર્યા જોવાનો આ સહુ થી સહેલો રસ્તો …પહેલા સ્થળ થી છેલ્લા સ્થળની ટીકીટ લો અને બારી વળી સીટ પર જોઈ ને એના રસ્તા પર ફરો …આ તો મારો અજમાવેલો રસ્તો છે … હું થોડા મહિના પહેલા સુરત ગયી હતી ..નવું સુરત મારા પતિ એ નહોતું જોયું તો આજ રસ્તો અજમાવ્યો . છેલ્લા સ્ટેશન પર ટીકીટ ચેકરે પૂછ્યું ઉતરવું નથી ? તો બીજા રૂટની ટીકીટ માંગી ત્યારે એને પણ હંસવું આવ્યું …પણ પતિ સાથે આવી સફર એક નજરે નકામી લાગે પણ કરીએ ત્યારે એક તાજગીની મહેક મૂકી જાય છે …ક્યારેક અનુભવ કરો …મજા આવશે ….

Advertisements

4 thoughts on “સફર નો રોમાંચ …

 1. પ્રિતિબહેન,

  આપના લેખ વાંચવાની અને સમજવાની ખુબ મજા આવે છે. દરેક આર્ટિકલમાં કંઇક ને કંઇક જાણવા મળે છે. આજે થયું કે, જ્યારથી બ્લોગ શરુઅ કર્યો ત્યારથી આપે લખેલા દરેક લેખ વાંચવા છે અને કરી દીધી શુભ શરુઆત…..

  બાકી, ઉપરમુજબનો અનુભવ કરવા જેવો ખરો હોં…. જેથી દુનિયાની વાસ્તવિકતાની ખબર પડે…

  Like

  1. mari jivanna anubhavo ane bhulo sathe tena shodhela ukelonu aalekhan karvano prayatn chhe ane mane khabar chhe ke darek vyaktine potani aagavi munjvano to hoy chhe pan te define nathi kari shakta …..tethi mara anubhavo vahenchu chhu …kyank joyelu sambhalelu anubhavelu bas thoduk aam j ….tamaro khub khub aabhar ke tame maro blog atla ras purvak vanchyo ..ane darek vachak no pan je fari fari aave chhe …. 🙂 🙂

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s