અહમ ….


અહમ …
હા અહમ પર એક અહમ વાત કરી લઈએ. બાળક જન્મે છે ત્યારથી એને લઇને જ જન્મે છે …માં પોતાની તરફ નજર ના કરે તો રડી ને નજર કરાવે ..બસ પોતાનું મહત્વ દર્શાવવાની મજાની રમતનું નામ એટલે અહમ ..અભિમાન અને સ્વાભિમાન વચ્ચેની પાતળી ભેદરેખામાં પોતાનું સ્થાન જમાવતો એક રસ એટલે અહમ …પોતાનું મહત્વ દર્શાવવાનું બહુ ગમે …સ્વકેન્દ્રી લોકોનો આ પ્રિય રસ છે …અને અહમ ની ટક્કર થાય ત્યારે બહુ ઘાતક  પરિણામોની શક્યતા વધી જાય ..બે રાજાઓ નો અહમ ટકરાય ત્યારે યુદ્ધ લાખો નિર્દોષ નાગરિકોના જાન એની વેદી પર નિસંકોચ હોમી દે અને એને મજાનો જામો પહેરાવવામાં આવે દેશપ્રેમ નામનો …પતિ પત્નીનો અહમ ટકરાય તો સંસાર બાગ માળી ની જહેમત વગર ઉજ્જડ થઇ જાય …તેના ફૂલો વિખેરાઈ જાય …પણ અહમ મહત્વનો …સામાજિક ,આર્થીક ,બૌદ્ધિક એ અહમની શાખાઓ જ્ઞાન ની વ્યાખ્યા સમજનાર તો નિર્દંભ  હોય ને ! અહમ ક્યારેક જ્ઞાનનું મહત્વ ઘટાડી દે ને …રાવણ નું ઉદાહરણ લઈએ તો …નમ્રતા એ ઘરેણું છે પણ જયારે સ્વાભિમાન  પર ઘા થાય ત્યારે તો નમ્રતાને પણ પોતાનું આવરણ તોડી આક્રમક બનવું જ રહ્યું ….પણ જીત નો અહમ જીત સાથે ઓગાળવો પણ રહ્યો ….
અહમ ને બાજુ પર મુકીએ તો આ દુનિયામાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાવું  જરાય અશક્ય નથી ….
Advertisements

2 thoughts on “અહમ ….

  1. ખુબ જ સરસ લેખ.! વર્ષો જૂની એક વાત જેના કારણે મારા સ્વર્ગ જેવા ઘર નું બંધારણ તૂટી પડ્યું એનું નામ અહમ. અહમ ના આ ખેલ માં હાર હોય કે જીત આત્મા ને શાંતિ નથી મળતી. આનું નિરાકરણ તો માત્ર મોહ, માયા અને મમતા ના ત્યાગ માં જ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s