દોડ …..


અપેક્ષા અને એની પૂર્તિ વચ્ચેનું અંતર ઓછું તેમ સંતોષ વધારે અને આ અંતર વધતું જાય એમ અસંતોષ પણ વધે અને થાય આપણો પ્રવેશ નિરાશાની સરહદમાં  ….
આજે એક સાચુકલી ઘટના :
એક દિવસ હું મારી દીકરીનું પાઠ્યપુસ્તક લેવા એક દુકાને ગઈ હતી ..એ વખતે દુકાનદારની ઓળખાણવાળા એક બેન ત્યાં આવ્યા .સાથે એમની દીકરી . દસમાં ધોરણનાં બોર્ડ નું હજુ ગઈકાલે જ રીઝલ્ટ આવ્યું હતું . દુકાનદારે ટકા પૂછ્યા તો છોકરીએ કહ્યું ,” ચોરાણું પોઈન્ટ આંઠ .”
દુકાનદારે એને અભિનંદન આપ્યા . તો એ છોકરી ના માતુશ્રી તરત બોલ્યા ,” અરે બોર્ડ માં નંબર આવત પણ ખબર નહીં કેવું તપાસે આ લોકો ..એના તો અઠ્ઠાણું ટકા જ આવત ..પણ જો ને કેટલા ઓછા આવ્યા ?”
મને તો આ સાંભળી ને આઘાત લાગ્યો . મારી પડોશમાં એક છોકરો રહે .ભણવામાં સામાન્ય …ગણિતની બીક લાગે ..પણ બાકીમાં ઠીક ઠીક ગુણ આવી જાય …એના માં બાપ જરાય નિરાશ નહીં ..તેઓ તો એટલું જ કહે બેટા મહેનત આપણા હાથમાં છે . એમાં કચાશ ના રાખીશ …પાસ થશે એટલે તારે જે ભણવું હશે તે ભણાવીશું .

છોકરાના માં બાપ એને કહેતા તું દુનિયાનાં મોટા માણસોનો ઈતિહાસ જોઇશ તો તેઓ ભણવામાં બહુ જ હોશિયાર નહીં પણ સામાન્ય હતા પણ પોતાના આગવા કૌશલ્યને પાંખો આપી તેઓ નવી શોધખોળ કરી શક્યા…તારે જમીન પર ચલચિત્ર માં આમીર ખાને આવા મહાનુભાવોના કેટલા બધા નામ આપ્યા હતા …ધીરુભાઈ અંબાણી એનું ઉદાહરણ હતા …એક નાના ગામડાનો છોકરો આખી દુનિયામાં બીઝનેસ  ટાયકૂન બનીને ઈતિહાસ રચી ગયો …  

એ છોકરા ના પાસઠ ટકા આવ્યા તો માં બાપ ખુશખુશાલ થઇ પેંડા આપી ગયા ..અને આ છોકરીની માં જે બોલી રહી હતી તેનો તેને જરાય વિચાર નહોતો આવતો …બાળકના સારા પરિણામ છતાય માત્ર હતાશા અને એ છોકરી નો ચેહરો વિલાયેલો …માં બાપની મહત્વાકાંક્ષા પર એ નાનકડી છોકરી નાં કોમળ મનનું બલિદાન ચડતું જોઈ ખરેખર મને ખુબ હતાશા થયી …કદાચ મારી પડોશવાળા માં બાપ ખરેખર સમજદાર લાગ્યા ….બસ આ હરીફાઈ ના જમાનામાં આપને ઉજ્જવળ ભવિષ્ય સાથે આપણે આ બાળકો   ને હતાશા ,ડીપ્રેસનની વણમાગી ભેટ નથી આપતા ????

જીંદગી જીવવાનું ભૂલી જતો આજનો સમાજ અને આવતી પેઢીની આ આંધળી દોડ ક્યાં જઈ અટકશે ???
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s