દૂરી ….


નીલા ,સુરજ અને સાહિલ અનાયાસે એક દિવસ ટ્રેન  ના ડબ્બામાં પૂણે જતા ભેગા થઇ ગયા હતા …જોગાનુજોગ સુરજ અને સાહિલ તો એક જ કંપનીના નવા કર્મચારી તરીકે કામ કરવા આવ્યા હતા …સાહિલ તો પૂણેનો જ નિવાસી હતો અને સુરજ દિલ્હીથી આવેલો હતો ..નીલા એમની ઓફીસમાં કેન્ટીન ચલાવતા શ્રી ભાનુભાઈ ની પત્ની હતી અને કામસર તે ત્યાં અવારનવાર આવતી તેથી બધાને ઓળખતી…તેને વાંચવાનો બહુ શોખ તેથી તે આ ઓફીસ  ની લાયબ્રેરી પણ ચલાવતી ..એ હિસાબે તે સુરજ અને સાહિલ સાથે નજીક આવી ગયી અને તે ત્રણેવ સારા મિત્રો બની ગયા …..
ચાર વર્ષ પછી સુરજ દિલ્હી ટ્રાન્સફર લઈને જવાનો હતો …કંપનીએ એને પ્રમોશન પણ આપ્યું હતું …પણ આ પળ નીલા અને સાહિલ માટે ખુબ પીડાદાયક સાબિત થઇ રહી હતી …સુરજના લગ્ન લખનૌ રહેતી સારિકા સાથે થનાર હતા …સાહિલ એ ઘડી ને પચાવી ના શક્યો .નીલા માટે પણ એ અઘરું બની ગયું …
સાહિલનું કામમાં મન નહોતું લાગતું ..પણ નીલાને જોઈ એ અચંબો પામતો ..એ આટલી સ્વસ્થ કેમ રહી શકતી હતી ???
એણે નીલા ને પૂછી જ લીધું ,” તને સુરજ જરા પણ યાદ નથી આવતો ?”
નીલાએ કહ્યું ,” સાહિલ ,આપણે આપણા દુ:ખ કરતા એનું સુખ છે એના વિષે વિચારી લઈએ તો આપનું દુ:ખ નહીં રહે ..એ એના વતન એના લોકો માં પાછો ગયો છે …ઓફીસનાં કલાકો પછીની એકલતાની પીડા એણે કેટલી અનુભવી હશે એ તું કે હું ના સમજી શકીએ …એના લગ્ન થશે ..એ એનો સંસાર વસાવી લેશે અને કદાચ વર્ષો પછી આપણે યાદ પણ ના કરે તો દુખી નહીં થવાનું …એ સુખી હોય એ જ બહુ સમજવાનું ….એ આપણાથી દૂર ગયો છે આપણા મન થી નહીં ….”
નીલાને દાદર ઉતરતા સાહિલને થયું નીલા સાચી છે ….આપણે હમેશા આપણો જ સ્વાર્થ શોધીએ  છે કદાચ બીજા ના  સુખ વિષે વિચારવાનું એ વખતે લગભગ ભૂલી જ જઈએ છીએ ….
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s