એક કોશિશ ….


જયારે પણ વર્ષ બદલાય છે ત્યારે મન નવા સપનાનું વાવેતર કરે છે …જૂની ભૂલોને ફરી પુનરાવર્તિત ના થઇ જાય તેના માટે મનને સજ્જ કરીએ છીએ .પણ એક નાનકડી વાત હમેશા વિસરી જઈએ છીએ કે આપણે એક માનવ બનીએ . આપણા સપના જોડાયેલા છે પ્રગતિ સાથે પણ એ માત્ર પોતાની ,પોતાના કુટુંબની એથી એક ડગલું કે પોતાના પરિચિતો માટે પણ શું આપણે આપણા દેશ માટે કશુંય વિચાર્યું છે ખરું ???? એક અજાણ્યા માણસ માટે કશું વિચાર્યું છે ??? ના આપણે થોડા સ્વાર્થી બનવું પડે છે ,બીજા માટે કૈંક કરવાનો વિચાર તો આવે છે ક્યારેક પણ પછી જો એવું કશુક કરવા જઈએ તો દુનિયા આગળ જતી રહે અને આપણે પછાત રહી જઈએ !!!!! ના પોસાય આ બધું આપણને ….એના કરતા કોઈ સંસ્થા માં દાન કરી દેવાનું અને પુણ્ય કમાઈ લેવાનું ….બસ એ જ સંતોષ … મને ખબર છે આ જે પ્રતિબિંબ છે એ મારું તમારું આપણા બધાનું જ છે પણ એ આપણને સ્વીકાર્ય નથી એ અચરજ છે …કેમ કે આપણે જાણીએ છીએ કે આ ખોટું છે …આત્મા આપણો દુખે છે …અને આત્મ દુખે એ સારી નિશાની છે …ક્યાંક ઊંડે ઊંડે હજીય આપણે માનવ છીએ જ પણ એ માનવ ધરબાઈ ગયો છે આ ભૌતિકતાના તાલ માં ..એ છટ પટે છે બહાર આવવા …બસ એ એહસાસ ને મરવા ના દેશો …ભલે તમને કોઈ માનવ બનવાનો મોકો નાં મળે નિરાશ ના થતા …ક્યારેક કોઈ મોટું પાપ આપણે હાથે થતા રોકી લેશે …….કોઈ હોશિયાર અનાથ બાળક હોય અને કચરાના ઢગલા માંથી મળેલું કોઈ પુસ્તક નું પાનું વાંચતું હોય કે કચરા માંથી વીણીને એક કલર પેન્સિલ ના ટુકડા થી કોઈ કાગળ ના ટુકડા પર કૈંક આડું અવળું ચીતરવા બેઠું હોય ત્યારે ભગવાનનો આભાર માનજો કે આપણને માં અને બાપ ની છત્ર છાયા માં ઉછરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે …અને કદાચ આ દ્રશ્ય આપણને આપણા માં બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલતા રોકી લેશે અને આપણે એ પાપ માંથી ઉગારી જઈશું …. બસ એક જ અભ્યર્થના સૌને બની શકે તો તમારી જાત ને માણસ બનવાનો મોકો આપજો …….થઇ શકે બની શકે તો ટાઢથી થરથરતા એક બાળક ને  જુનું ભલે હોય પણ એક સ્વેટર આપો ….એક ચોકલેટ આપો …નવ વર્ષે તમે બધા આઈસક્રીમ ખાતા હો ત્યારે એક બાળક ને  આપી જો જો …બીજું કૈંક નહીં થાય પણ એ રાતે નીંદર માં ભગવાન કોઈ પણ સ્વરૂપે આવીને તમને થેંક યુ કહી જશે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s