સરખામણી …


આપણે ક્યારેય એવું વિચારીએ છીએ કે ગાંધી કે નેહરુ કે હિટલર હોય કે પછી અમિતાભ બચ્ચન કેમ એક જ પેદા થયા ???શું ત્યાર પછી કોઈ માનવ એવો થયો જ નહીં હોય જન્મ્યો જ નહીં હોય ??? ના એવું નથી એવા ઘણાય  માનવ  હશે પણ આપણી નજરે નથી ચડ્યા …અને એમને પુરતું ફોકસ નહતી મળ્યું …આપણે કોઈ માનવ ને મહામાનવ નો દરજ્જો આપી દઈએ છીએ ત્યાર પછી એક ઉંચાઈ પણ સેટ કરી દઈએ છીએ અને એક માન્યતા ને દ્રઢ કરી દઈએ છીએ કે આવું બીજું કોઈ ના હોઈ શકે .. અને જયારે કોઈ મનુષ્ય તેમની નજીક દેખાય ત્યારે આપણે એ મનુષ્ય ને એક અલગ વ્યક્તિ તરીકે ના જોતા એની સરખામણી સીધા પેલી વિભૂતિ સાથે કરીને એને હાંસીપાત્ર બનાવી દઈએ છીએ કે પછી એને નકારી દઈએ છીએ એટલે આજ સુધી આપણને બીજા ગાંધી નથી મળ્યા . આપણે કોઈ ની સરખામણી કરીએ એ સારી વસ્તુ છે પણ આપણે એ દ્વારા કોઈ ના પ્રયત્ન ને નકારી દઈએ એ શું સાચું છે ????

એક ઉદાહરણ આપું :

આ મારો એક દ્રષ્ટિકોણ  છે  જે ક્યારેક હાંસીપાત્ર પણ બન્યો છે . કહે છે કે શાહરૂખખાન અમિતાભ બચ્ચન ની નકલ કરે છે …એની એક ફિલ્મ હતી …ડોન ..અમિતાભે એ ભૂમિકા સરસ કરેલી …પછી ફરહાન અખ્તરે શાહરૂખ ખાનને લઇ ને ફરી એ ડોન બનાવી ત્યારે લોકો એ માત્ર અમિતાભ અને શાહરૂખ ની સરખામણી કરી …અને એ ચિત્રપટ ની બીજી ખૂબી એની પાછળ ઢંકાઈ ગઈ …ખરેખર તો અસલ ડોન માં નકલી ડોન જીવે છે અને આમાં અસલી ડોન નકલી ને મારે છે અને જીવિત રહે છે …બીજું કે ટેકનીકલી પણ નવું ડોન ખુબ આગળ હતું ..પણ લોકોની સોય અમિતાભ પર સ્થિર થઇ ગયેલી …એ પછી કૌન બનેગા કરોડપતિ …ફરી માત્ર  અમિતાભ  અને શાહરૂખ ની સરખામણી અને હાંસી …કેમ ? કદાચ શાહરૂખ ની હિંમત ની દાદ હું એ માટે આપીશ કે એણે પ્રયત્ન તો કર્યો …અને આપણી જે આંધળો અહોભાવ છે એને લીધે એના પ્રયત્નને દાદ ન મળી …

મને અમિતાભ બચ્ચન માટે ખુબ માન છે પણ મારી વાતને સમજાવવા આ ઉદાહરણ ખૂબ

 સારું  લાગ્યું  તેથી  આ ઉદાહરણ આપ્યું છે  ….શું સરખામણી કાયમ  યોગ્ય  હોય છે ખરી  ??? શું આપણે ક્યારેક કોઈ ને અન્યાય  નથી કરી બેસતા  ????? બસ આપણે દરેક વખતે એક ની સરખામણી બીજા સાથે કાર્ય કરીને આપણો સમયનો વ્યય કરીએ છીએ બીજું કઈ નહીં કારણકે આપણને ખુદ પોતાની ખૂબીઓ પણ ખબર નથી …આપણે કેટલું સુંદર ચિત્ર દોરીએ છીએ એ નથી ખબર પણ બાજુવાળાએ મોનાલીસા નું પેન્ટિંગ દીવાલ પર લગાડ્યું તેથી આપણે પણ એવું કોઈ મોંઘુ પેન્ટિંગ ખરીદી લાવીશું …પણ ક્યારેય બ્રશ અને રંગો નો મેળો આપણા કોરા કેનવાસ પર નહીં ચીતરી શકીએ …

લાગે છે ને કે કૈંક સત્ય તો છે આ વાત માં પણ ….

Advertisements

One thought on “સરખામણી …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s