અરમાન …


નિશા અને અરમાન …
બેઉ ખાસ બહેનપણી …જુદા જુદા વ્યવસાય એટલે મળવાનું તો બહુ થાય નહીં પણ છતાય જયારે ફોન પર મળે ત્યારે લાગે કે બધી વાત પૂરી થઇ ગયી ..નિશા માટે એ મીનીટો નું બહુ મહત્વ …અરમાન બહુ હસમુખી અને બોલકણી અને એનો વ્યવસાય પણ એને લગતો જ એક જાહેરખબર ની એજન્સીમાં ક્રિયેટીવ ડાયરેક્ટર તરીકે કામ કરે ..જાત જાતની ખોપરી સાથે પનારો પાડે ..પણ મજાની …તેની અને નિશાના  સખીપણા  એક આશ્ચર્યનો વિષય કહી શકો …કે સાલું કેવી રીતે બેઉ એક બીજા ને મળી ગયા …ખાસ નહીં તોય ખાસ એમનો અજબ ગજબ નો રિશ્તો …..
 
પણ અરમાન એક દિવસ ભાંગી પડી …કારણ પણ એવું જ હતું …તેનો એક સાથી કર્મચારી આસુતોષ  વિદેશમાં હમેશ માટે સ્થાયી થવા જતો રહ્યો …એ એનો સૌથી સારો દોસ્ત હતો …નિશા થી પણ ખાસ …બસ એનું હાસ્ય વિલાઈ ગયું ..એને દુનિયા દૂર ભાગતી લાગી …અરમાનને લાગ્યું તેની સર્જનાત્મકતા મરી ગયી …નિશા આ જાણતી હતી …તેને બહુ સમજાવી …પણ અરમાન હજુય સદમા થી બહાર નાં આવી શકી …એણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો …એણે નિશાને કહ્યું ..નિશા ચૂપ જ રહી … સમજાવવું હવે નિરર્થક હતું કે કોઈ ના જવાથી દુનિયા થંભી નહિ જાય અને કોઈ ના હોવા ને કે નાં હોવાને વ્યક્તિની સર્જનાત્મકતા પર કોઈ અસર હોઈ શકે ….
 
નિશા અને અરમાન એક કોફી હાઉસ માં એક સાંજે ભેગા મળ્યા …કોફીના સીપ સાથે જુનો ઘા છેડવામાં આવ્યો આખરી વાર ..અરમાન બોલતી રહી ..નિશા સાંભળતી રહી . અરમાન ચૂપ થઇ ત્યારે નિશાએ એનો હાથ પોતાના હાથમાં લઇને માત્ર એટલું જ કહ્યું ,” અરમાન ,તું કામ છોડી દે એનો મને વાંધો નથી પણ તું એમ કહીને કામ છોડે કે આસુતોષનાં જવાથી મારી સર્જનાત્મકતા મરી ગઈ એટલે હું કામ છોડું છું એ વાત નો મને વાંધો છે .અત્યારે ઘા તાજો છે એટલે તું એમ કહે છે …પણ તેના આવ્યા પહેલા પણ તું  આટલી જ તો ક્રિએટીવ હતી !!! અને એના ગયા પછી એ તારી સર્જન શક્તિ ને લઇ ગયો એ પણ ખોટું જ છે …જો તું ઉતાવળે નિર્ણય લઈશ તો કદાચ પાછળ થી પસ્તાવો થશે ..અને તને આ વાત સમજાશે …નોકરી છોડવા માટે તું આસુતોષના વિયોગને કારણ નાં બનાવ ..એને એ ઈલ્ઝામ ના આપ ..છોડ તો માત્ર તારા કારણ થી કોઈ નાં લીધે નહીં …કેમ કે આસુતોષ તારો પ્રેરણા સ્તોત્ર છે તારા  સદમા નું અને નોકરી છોડવાનું કારણ નહીં ….”
 
બેઉ બહાર નીકળ્યા …બીજે દિવસે અરમાને પોતાના ટેબલના ખાનામાં મુકેલું રાજીનામું ફાડી નાખ્યું …..
 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s