નિષ્ફળતા …(૨)


એક ખુબ સુંદર લેખ વાંચ્યો હતો પંદર દિવસ પહેલા …એક અખબારની રવિવારની પૂર્તિમાં …આપણે આપણા બાળકોને  બધું જ શીખવીએ છે , જેમાં એ નબળો હોય તેમાં એને ટ્યુશન પણ આપીએ છીએ …એના સુખ અને સમૃદ્ધિ માટે આપણે કમરતોડ મેહનત કરતા પણ અચકાતા નથી પણ એક વાત લગભગ દરેક માં બાપ શીખવતા ભૂલી જાય છે ..એ છે નિષ્ફળતા જીરવવાનું શીખવતા …ના આપણે એને નિષ્ફળતા નો પરિચય કરાવવાનું ચુકી જઈએ છીએ ..અને કદાચ એ આપણને પણ આપણા માં બાપે કદાચ નથી શીખવ્યું હોતું …અને આ જે શબ્દ આપણને હવે કાન પર અથડાયા કરે છે કે ડીપ્રેસન કે તાણ એ એની જ દેણગી કહી શકાય …
જરૂરી નથી કે આપણા દરેક સ્વપ્ન પુરા થાય …જરૂરી એ પણ નથી કે આપણા પ્રયત્ન હમેશ માટે સફળ જ થાય …સ્વપ્ન તૂટે ત્યારે એની પીડાને જીરવવી પડે અને પ્રયત્ન નિષ્ફળ થાય ત્યારે એ માટે ફરી વાર ઉભા થઇ પ્રયત્ન કરવો પડે …બમણા ઉત્સાહથી …એ કેટલા માં બાપ શીખવે છે …જેમ સુખ કાયમ નથી હોતું તેમ દુ:ખ પણ  કાયમ નથી જ હોતું …બસ સંયમ રાખી ફરી યોગ્ય દિશામાં પ્રયત્ન કરવો એ જ આપનું ધ્યેય ..નિષ્ફળતા પછી જો કદાચ સ્થિર દિમાગ થી એનું વિષ્લેષણ કરીએ કરીએ તો નિષ્ફળતાનું સાચું કારણ પણ મળી આવશે ..અને એને દૂર કરતા જ સફળતા હાથવગી પણ હોઈ શકે …અને જો પરિબળો આપણી પહોંચ બહાર ના હોય તો ધૈર્ય એ ઉત્તમ ગુણ છે યોગ્ય સમય ની રાહ જુઓ …
જો કોઈ પણ નિષ્ફળ થાય તો હાંસી ઉડાવનાર તો ઘણા મળી રહેશે …પણ એની પાસે બે ઘડી બેસી સાચા હૃદય થી એને દિલાસો આપો …ફક્ત એના ખભે સહાનુભુતિથી પરિપૂર્ણ હાથ મુકો …એનો અર્ધો ભાર હળવો થઇ જશે …
શીખવો તમારા પાલ્યને નિષ્ફળતા જીરવતાં ..જો એ શીખી જશે તો ખોટા ભય અને હતાશા થી તે દૂર રહેશે અને ક્યારેક તો સફળતાને વરશે જ ….
ડીપ્રેસન થી દૂર રહેવાનો આ ઉપાય ગમે કે નાં ગમે પણ અજમાવવા જેવો તો છે જ …..
 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s