અણગમતું કૈંક …!!!!


અણગમતું કામ ….
આપણે બધા જાણ્યે કે અજાણ્યે અણગમતું કામ કરતા જ હોઈએ છીએ …સાચું કહું તો ગણિત કેટલો મહત્વનો વિષય છે !!પણ મને ગણિતમાં કોઈ રસ ના પડે ..હા સમાજશાસ્ત્ર અને સાહિત્ય માં રસ …વિજ્ઞાનમાં મને ભૌતિક શાસ્ત્ર અને જીવ વિજ્ઞાન ગમે પણ રસાયણ વિજ્ઞાન જરાય નાં ગમે …બીજ ગણિત ફાવે પણ અંકગણિત સાથે બારમો ચંદ્રમા અને ભૂમિતિ ના પ્રમેયને ગોળી મારવાનું મન પણ થાય …સાલું આ આડી અવળી લીટીને એ બી નામ આપવાના ને ખૂણાનું માપ શોધવાનું એ અણગમતું કામ કરીને ઊંઘ આવી જતી …પણ એને ભણવું પણ જરૂરી હતું …અને એ અણગમો વ્યક્ત કરવા જયારે હું દસમાં ધોરણ માં આવી તો મેં વિજ્ઞાન પ્રવાહ ને બદલે વાણીજ્ય પ્રવાહ ના વિષય પસંદ કાર્ય …ભણવામાં ખુબ હોશિયાર એટલે પિતાજીએ કારણ પૂછ્યું …તો કહ્યું કે મને આ વિષય ની આબોહવા માફક નથી આવતી …પિતાજીએ એક તાર્કિક પ્રશ્ન પૂછ્યો ,” તો અત્યાર સુધી તું આ વિષય ની તૈયારી કેવી રીતે કરતી હતી ?”
મેં કહ્યું ,” બસ આગલા દિવસે વાંચતી અને બીજા દિવસે પરીક્ષા માં લખી દેતી …”
પિતાજીએ જે કહ્યું તે આજે પણ યાદ છે ,” તો તો તારી એ વિષય માં માસ્ટરી કહેવાય …જેના માટે તારે આટલી ઓછી મેહનત કરવી પડતી …”
ખેર પછી એ અણગમતી કેડી છોડી દીધી …પણ મને એક વાત નો આનંદ છે કે આજ થી લગભગ બત્રીસ વર્ષ પહેલા મને આઝાદી હતી કે હું મારા ગમતા વિષય સાથે ભણી શકું અને કોઈ પણ પ્રકાર ની આળ પંપાળ  વગર સંઘર્ષ કરીને અભ્યાસ કરું …પોતાના વાહન પર નહીં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટના મુસાફરી કરીને જીંદગી ના દરેક પાસાનું અવલોકન કરતા કૈંક શીખતા રહેવાનું …..દીકરા દીકરી નો ફરક કર્યા વગર મને જેટલું ભણવું હતું ભણાવી …..
ત્યારે કદાચ થ્રી ઇડીયટ ફિલ્મ નહોતી આવી પણ કદાચ એ વખતે ભણતર નહીં પણ ગણતર થી જીવનનું ગણિત મંડાતું હતું ….સાચું ને !!!!
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s