આ ગુજરાતી ……


બસ આ જાન્યુઆરી નો મહિનો આવે ને બાળકના શાળા પ્રવેશ ને લઈને આજ ના આધુનીક માં બાપ ની ચિંતા શરુ …પહેલા તો શાળા ,પછી ડોનેશન ,પછી વળી માધ્યમ તો ખરું જ …શહેર ની શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ માટે ના તમામ હથકંડા અપનાવી લેવા …હાશ આ શાળા માં જશે એટલે એ શ્રેષ્ઠ વ્યક્તિ સફળ વ્યક્તિ બનીને બહાર નીકળશે અને વળી આપણા ગ્રુપ માં આપણો વટ પડી જશે એ લટકા માં …..!!!!!!

બિચારું બાળક હજી તો કશું સમજે એ પહેલા તેના બાળપણ માટે શ્રેષ્ઠ કેદ ની વ્યવસ્થા થઇ ગયી …અરે કેદ માં તો સરકારી ખર્ચે બધું હોય પણ અહીં તો ગાંઠ ના કાવડિયા કાઢવાના ,દાન દક્ષિણા થી ટ્રસ્ટીના બેંક બેલેન્સ છલકાવી દેવાના ….અને ભારી ભરકમ બેગો નો ભાર બાળકના ખભે મૂકી દો અને જીવનનો પહેલો સબક આપો કે બેટા જીંદગી એક ભાર છે એને આજ થી ઉંચકતા શીખ ….દોડતી વખતે બીજા પર જ ધ્યાન રાખ કે એ કેટલો આગળ છે લક્ષ્ય પર નહીં …કબડ્ડી જ જીંદગી નો શ્રેષ્ઠ ખેલ છે …..

મમ્મી મને બટર એન્ડ ચપાતી નથી લાઈક થતી …મને કેન્ટીન માંથી પીઝા બાય કરીને ખાવા દે …વાહ શું સરસ ભાષા ….વર્ણસંકર !!!! અરે ગુજરાતી તો ગુજ્જુ લોકો બોલે ભાઈ વિ આર મેડ ટુ બી ઇન્ટરનેશનલ …..કાલ ઉઠીને સંગ્રહસ્થાન એટલે કે મ્યુંજીઅમમાં જઈને જોઈ લેજે રોટલો ,સગડી ,ઢોકળા ને હાંડવો ના પ્રીજર્વેતીવ થી તાઝા રખાયેલા નમુના …..

મમ્મી આ ગુજરાતી માં તો જરા પણ સ્પેલિંગ મિસ્ટેક થાય છે તો મારા માર્ક્સ કટ થઇ જાય છે ….અને પરસન્ટ ડાઉન ….ઓહ ક્યારે ફ્રીડમ મળશે મને ????

(ક્રમશઃ ….ભાગ ૨ હવે પછી …)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s