સૂર્યોદય…


my click @ time of sunrise
my click @ time of sunrise
જો તમને આકાશ જોવાનો શોખ હોય તો આ દિવસો સવાર માણવાનો સૌથી  સરસ સમય છે …વસંતઋતુની સવારે છેક ક્ષિતિજે થી બહાર આવતા સૂરજ ને જોવાની મજા માણવા જેવી હોય છે ..સૂરજ એકદમ લાલ રંગ હોય અને છેક જ ક્ષિતિજની ધારે થી બહાર આવે તો લંબગોળ દેખાય …એના આવતા ના વીસેક મિનીટ પહેલા આખું આકાશ લાલ લાલ થઇ જાય અને જો એમાં નાની નાની વાદળી દોડતી હોય તો એ બધું જ લાલ થઇ જાય …જયારે સૂરજ બહાર આવવાનો હોય ત્યારે એની રાહ જોતા જોતા હૃદય ધબકારા મેહસૂસ પણ કરી શકાય …આવી નાની નાની પળો જ આપના જીવનની મહામુલી મૂડી છે ….મારા ઘેર થી હું ચોમાસા સિવાય બધા દિવસે સૂર્યોદય જોઈ શકું છું …તેની કર્કવૃત્ત થી મકરવૃત્ત તરફની ગતિ પણ સ્પષ્ટ પણે દેખાય છે …પણ ઉદય થઇ ગયા પછી એનું સ્થાન દરરોજ બદલાઈ જાય છે ….મેં છેલ્લા આઠેક વર્ષમાં ક્યારેય એક જેવો જ સૂર્યોદય નથી જોયો …
જો તમે ઊંચાઈ વાળા મકાનમાં રહેતા હો અથવા પૂર્ણ સૂર્યોદય જોવાની કોઈ વ્યવસ્થા હોય તો એક વાર અગાસી પર જઈને આ વૈભવ માણવા જેવો ખરો …….
નિયમિતતા સાથે વૈવિધ્યનો આવો સુભગ સંગમ તો સૂર્ય પાસે જ હોય છે …કુમળા કિરણો એટલે વિટામીન ડી નો ખજાનો પણ આપણને ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન પર વધારે વિશ્વાસ એટલે શું કરી શકીએ …..
બારીના કાચ પાછળ થી મને છેડવાનું ચૂકતો નથી ,
આગનો ગોળો છે એટલે દજાડવાનું ચૂકતો નથી ,
એના વિના મને નહીં ચાલે એ જાણે છે ,
એટલે આવીને મને ઉઠાડવાનું ચૂકતો નથી ………….
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s