અનુભવ ….!!!


અનુભવ ….!!!
એક એવું ભાથું જે દિવસની શરૂઆત સાથે રોજ આપણે બાંધતા જઈએ છીએ …કશુક યાદ રહે કશુક યાદ નાં પણ રહે ..કોઈ વાંધો નહીં …પણ ગઈકાલ કરતા આપણી આજ વધારે સમૃદ્ધ થઇ છે અને આવતી કાલે આપણે વધુ સમૃદ્ધ પણ થઈશું જ ..સમય નો પ્રવાહ વહેશે અને આપણી જિંદગીના શ્વાસ ચાલતા રહેશે ત્યાં સુધી આ સફર ચાલુ રહેશે …જરૂરી નથી કે સમૃદ્ધિ નો અર્થ માત્ર પ્રગતિ જ હોઈ શકે …ક્યારેક નિષ્ફળતા પણ હોય અને એ નિષ્ફળતા આપણને શીખવી જાય કે ક્યાં ખામી છે ? ક્યાં સુધરવું જોઈએ કે ક્યાંક આપણી ગણતરી ખોટી સાબિત થઇ ….બસ હિસાબ કરવા બેસી ગયાને વાંચતા વાંચતા ….આજ વસ્તુ આપણે ભૂલીને જીવીએ તો !!!!હિસાબ કરવાનું ભૂલી જઈએ ….
એક મજાની વાત કહી દઉં?
 
મારા ઘરની અગાસી માં અમે એક કુંડા માં તરબૂચ નો વેલો ઉગાડ્યો છે …જેટલા તરબૂચ ખાઈ લઈએ તેના અવશેષો માટી માં દાટી દઈએ …કુદરતી ખાતર …એમાં એક દિવસ આ વેલો ઉગ્યો …આપણા જામફળની સાઈઝના પહેલા તરબૂચ લાગ્યા …સ્વાદે અને રૂપરંગે તદ્દન બજાર જેવા જ …પછી તો રસ લઈને ઉગાડ્યા …નવરાત્રી સમયે તો એક તરબૂચ લગભગ એક થી દોઢ કિલો નું થાય …અમે તો  ઠીક  અમારા પડોસી પણ બહુ ખુશ થાય એને જોઈ ને …જયારે વધારે થાય ત્યારે બધાને આપીએ અને આનંદ થી ખાઈએ ….ક્યારેક બગડી જાય તો ખ્યાલ આવે કે આને થોડું વહેલું તોડી લઈએ તો સારું ..ફળને પાકતા પૂરો મહિનો થાય થોડી માટી હોય અને લીમીટેડ જગ્યા પણ આનંદની કોઈ સીમા નહીં ….કુદરતી મીઠાશ માણવી હોય તો બહુ ધીરજ જોઈએ એ  આ તરબૂચ શીખવી ગયા …અને પછી એની મીઠાશ માણી ત્યારે બધું ભુલાઈ ગયું ……
 
બીજી સીઝનમાં પહેલું ફળ મોટું થયું …બધાના મોઢા મલકી ગયા …પણ એક રાત્રે વાંદરા અગાસી માં રાત્રી રોકાણ કરવા આવ્યા …આજ સુધી તેઓ અડક્યા પણ નહોતા …પણ અંધારામાં ભૂખ્યા વાંદરાએ  મોટું થયેલું તરબૂચ ખાઈ લીધું …અર્ધું ફેંકી દીધું કાચું હતું એટલે ….સવારે મારા પતિદેવ  નો જીવ બળી ગયો કેમ કે જીવ થી વધુ જતન કરે એ બધાનું ….પાડોશીએ જોયું તો એમનો પણ જીવ બળ્યો …
પણ હું બોલી અરે આ તો કુદરતી ફળ  છે આ વાંદરો પણ કુદરતનું સંતાન છે …એને પણ કોઈ દિવસ ખાવાનો લ્હાવો મળવો જોઈએ ને !!!!
વિચારો કે પૃથ્વી પર ખાલી કાળા માથા નો માનવી જ વસતો હોય ને આ પંખી ,વૃક્ષો ,પ્રનીયોન ,જીવો કશું ના હોય તો જીવવાની મજા આવે ખરી !!!!
બસ આજે પ્રજાસત્તાક દિવસે એક સંકલ્પ લઈએ કે આપણે આપણા પર્યાવરણને બચાવવાની એક કોશિશ આપણી પણ હશે ….
Advertisements

One thought on “અનુભવ ….!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s