શૂન્યાવકાશ ….


બહુ દિવસ થઇ ગયા …કંઈ લખવાનું થયું નહીં …કલમ હાથ માં લઉં પણ લખવા લાયક વિચાર આવે જ નહીં ..મન શૂન્યમનસ્ક બની જાય …અને ફરી પછી લખવાનું બંધ કરીને બીજું કૈંક કરું …આવું મારા જેવું બધાને થાય છે …આપણે શૂન્ય થઇ જઈએ છીએ … ત્યારે નકારાત્મક વિચારો આપણા મનનો કબજો લઇ લે છે …પણ આ એક નાનો તબક્કો છે જે અનિવાર્ય છે એ કોઈ સમજવા નથી માંગતું …આપણા મનને બધા વિચારો થી ખાલી કરી દો અને નવા વિચારોને તેમાં આવકારવા માટે નું આ ઇજન છે …આ બેચેની આપણી સર્જનાત્મક શક્તિ માટે એક નવો પડકાર ઉભો કરી દે છે ..
પોતાના સાથે સમાધાન ન કરો એ એની પૂર્વ શરત છે …ચાલો ને હું બ્લોગ લખું છું તો કશું પણ લખી દઉં…ના અહીં રોકી જાઓ …ન લખો ,પોતાની કોઈ પણ પ્રવૃત્તિ થંભાવી દો ….કારણ શોધવાની કોશિશ  પણ છોડી દો …એ શૂન્યાવકાશ ને જીવો ,માણો અને તમારી કલમ કે તમારી સર્જનાત્મકતા ફરી સળવળવા માંડશે …
મેં લખવાનું ઓછું કર્યું …તો મારી નજર વાંચવાના માધ્યમ પર ઠરી …અખબારો વિવિધ માહિતી નો ખજાનો ઠાલવતા એ પસ્તી માંથી શોધી વાંચવાના શરુ કર્યા….મારા વાંચવાના વિષય અને લખવાના વિષય તદ્દન ભિન્ન છે ..કદાચ નવી વાત લાગશે પણ આજ સત્ય છે …અત્યારે જ લેનિન અને માઓ ત્સે તુંગ ના મૃતદેહને તેમના દેશ માં કેવી રીતે જાળવી રાખ્યા છે એ વાંચીને લખવા બેઠી છું …મને નક્કર વાસ્તવિક વિષય વાંચવાના ગમે છે પણ લખતી વખતે હું કાલ્પનિક વિષયો માં રાચું છે …મારી કલ્પનાની દુનિયા ને કલમ થી સજાવું છું …ફાયદો એક જ થાય છે …જયારે કલ્પનાની એ પળો વાસ્તવિક જીવનમાં જીવવા મળે છે ત્યારે હું એને ઓળખી જાઉં છું ..અને આનંદની એ પળો મને જીવંત બનાવી દે છે ….
આજે મારી વાત વાંચનારા ને ભુલભુલામણી જેવી લાગે એ શક્ય છે …પણ એ આનંદ પેલા શૂન્યાવકાશની ભેટ છે …આખી દુનિયા ને છેતરી શકાય પણ દુનિયા માં કોઈ વ્યક્તિ એ પોતાની જાતને છેતરી ને ક્યારેય આનંદ પામ્યો નથી એ હકીકત છે ….
Advertisements

One thought on “શૂન્યાવકાશ ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s