હર હર મહાદેવ ….!!!!!


નીલકંઠ …

શિવજી નું એક પ્રચલિત નામ ….ભોળા શિવજી ને રીઝવવાનું આ પર્વ …ભાંગને પ્રસાદ તરીકે પીવાનું આ પર્વ …શક્કરીયા બટાકા નું ફરાળ કરવાનું આ પર્વ ….શિવજીના દર્શન કરવાનું આ પર્વ ….હિંદુ ધર્મનાં આ એક માત્ર દેવતા કે જેનું મંદિર હમેશા ખુલ્લું જોવા મળે એ વાત અલગ છે કે ચોરીના ઉપદ્રવને કારણે એ બંધ પણ રાખવું પડે છે …

શિવજી ભોળા છે ..એને રીઝવવા માટે લોકો તત્પર …પણ શિવજી ની સાદગી અપનાવવા કોણ તૈયાર છે ? સ્મશાનની ભભૂત ચોળી ગણ અને ભૂતો ને જાનમાં લઈને ગયા હોય એવા વરરાજા ક્યાંય જોયાનું યાદ નથી …સ્મશાનમાં તો માત્ર અગ્નિસંસ્કાર માટે જ જવાય …એ પણ છેવટ સુધી તો અંગના સગા જ રહે …

એ શિવ …જે સમુદ્ર મંથનમાં નીકળેલા ચૌદ રત્નો વહેંચતી વખતે માત્ર ત્યારે યાદ આવ્યા જયારે વિષનો ઘડો નીકળ્યો …તેને માટે શિવજી જ આગળ આવ્યા અને ઝેરને ગળામાં અટકાવી નીલકંઠ બન્યા …ગળે સર્પને વીંટી સુવર્ણમાળાનું સ્થાન આપ્યું …જયારે ગંગાના પ્રવાહને સ્વર્ગમાંથી પ્રચંડ પ્રવાહે ઝીલવાનો સમય આવ્યો ત્યારે પોતાની ઝટામાં એને ઝીલી લીધી …ચંદ્રનો મુગટ બનાવ્યો …

તમે જાણો છો કે આપણા જીવનમાં પણ આવા શિવજી હોય છે ..એક તો તમારી માં …પરિચયની જરૂર ખરી ?? એવા દોસ્ત જેને તમારા સુખના સમયમાં તમે ભૂલી ગયા હો પણ જયારે તમે દુઃખમાં હો ત્યારે તમારા દર્દને એ વહેંચી લે …તમારા માટે શાળામાં માર ખાતો હોય ,તમને તમારા પપ્પાના ગુસ્સાથી બચાવતી બહેન હોય …તમારા પરિણામ માટે દુઃખી હૃદયથી તમને પોતાના કોમળ હાથથી સાંત્વના આપતા હાથ જે તમારા તરફ સાચી હમદર્દી રાખતા શિક્ષકનો હોય ……તમારે ખાતર પોતાના પ્રેમની વગર બોલ્યે કુરબાની આપી પોતાના પ્રેમનો ત્યાગ કર્યો હોય એ મિત્ર પણ …

બસ આવા કેટલાય શિવજીને પણ આજે નમન કરજો …જેણે તમારા દુઃખોનું વિષ પીધું હોય અને તમને સુખ આપ્યું હોય …… હર હર મહાદેવ ….!!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s