મુખવટો …!!!


મુખવટો ….!! નકાબ !!!એક ચહેરો ચહેરા પર …!!!
આ દરેક વ્યક્તિ માટે સત્ય છે …માનો કે નાં માનો …હા નાના બાળકો આમાં અપવાદ છે …પણ ઉમરમાં વર્ષ નો વધતો સરવાળો આપણને બદલતો રહે છે આપણી ઈચ્છા હોય કે ના હોય …
આપણે આપણા સંપર્કમાં આવતી વ્યક્તિઓને ૧૦૦% જાણતા હોવાનો દાવો ના કરી શકીએ …કેમકે દરેક વ્યક્તિ પોતાનો મુખવટો ઘરનો ઉંબર ઓળંગતા પહેરી લે છે અને બહાર થી અંદર પ્રવેશે ત્યારે ઉતારી દે છે …બહારની દુનિયામાં ખુબ સૌમ્ય વ્યક્તિ કદાચ ઘરની અંદર એક નિર્દય વ્યક્તિ હોઈ શકે …કે બહારની દુનિયા નો એક ડોન ઘર માટે એક અત્યંત પ્રેમાળ વ્યક્તિ હોવાની શક્યતા નકારી ના શકાય …હું જયારે પણ કોઈ પણ નવી વ્યક્તિ સાથે પરિચયમાં આવું છું ત્યારે તેના માટે જલ્દી અભિપ્રાય નથી બાંધતી. તેને મારા પોતાના માપદંડ થી માપું છું એની જાણ વગર …એની દરેક હરકત થી હું નક્કી કરું છું કે તેની સાથે પરિચય વધારવો જોઈએ કે નહીં …એ આજ કારણે…….અને મારા માટે પણ આ વસ્તુ સાચી છે ….
 
મારા એક બીજા બ્લોગ પર હું પ્રણય ના રંગે રંગાયેલી શાયરી અને કવિતા હિન્દી ભાષા માં લખું છું પણ વાસ્તવિક જીવન માં હું રોમાન્ટિક જરા પણ નથી ….મને જલ્દી થી પરિચય વધારવા માંગતા લોકો પણ ચેતવા જેવા લાગે છે …આ ઇન્ટરનેટ ના યુગ માં જયારે હું કોઈ વ્યક્તિ વિષે એવું પ્રોફાઈલ માં એવું વાંચું કે તેમની રૂચી સ્ત્રી મિત્ર માં છે તો તેવા મિત્રતા ના પ્રસ્તાવ બેધડક ઠુકરાવી દઉં છું …. 
હા મારી પાસે કોઈ માહિતી હોય કે કોઈને હું મદદરૂપ થઇ શકું એ રીતે હું મારા જીવનમાં બનતી ઘટના એનો સાર સૌ સાથ કલમથી વહેંચી લઉં છું ..
જિંદગીમાં સૌથી નજીકની  અને પ્રમાણિક મિત્રતા તમે તમારી જાત સાથે કેળવો ..એનાથી જિંદગીમાં તમે ક્યારેય એકલતા નહીં અનુભવો …બહુ ચોપડા કે પુસ્તકો વાંચવા કરતા માત્ર પોતાની આંખ ,નાક અને કાન તીક્ષ્ણ રાખો તો દુનિયા સહેલાઇ થી સમજી શકશો …તમારી દ્રષ્ટિ એ સત્ય સમજાશે …એનામાંથી સીખ મળશે ….
એકાંતથી બધા ડરે છે કેમ કે પોતાની જાત વિષે ના સત્ય થી લોકો પ્રમાણિક પણે ડરે છે …તેથી તેઓ ટાળે છે …એકાંત, આત્મનિરીક્ષણ , અને મૌન રહેવાની આદતથી મેં ખુબ જ્ઞાન મેળવ્યું છે …ઉદાહરણ તરીકે કોઈ પ્રસંગે ઘણા લોકો ભેગા મળ્યા હોય ત્યારે મૌન જ રહેવાનું ,એમની દલીલો વાતો  ધ્યાનપૂર્વક સાંભળવાની ..માનવી વિષે ઘણું જ્ઞાન મળશે …..કોણ? કેવી રીતે? ક્યારે? કેમ વર્તન કરે એ સમજાઈ જશે ..તમે એવું કરતા અટકી જશો ..અને એક સારી વ્યક્તિ બનવા તરફ તમારું એ પ્રથમ ડગલું હશે …મારા મિત્રો આંગળીને ટેરવે ગણાય એટલા જ  છે જેની સાથે હું પોતે સંપર્ક રાખવો પસંદ કરું છું પણ એ મિત્રતાને તમે દાયકાઓની લંબાઈ થી માપી શકો….
ચાલો આજથી પોતાની જાત સાથે મિત્રતાની શરૂઆત કરી દઈએ તો …!!!!
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s