લગ્ન …


લગ્ન એક સુતરને તાંતણે બંધાતો બે જીવોનો જનમભરના સાથ માટે વાયદો કરતો એક નાજુક સંબંધ …

લગ્ન એ માનવી એ આપેલું એક સામાજિક સીમાવર્તી બંધન છે ..એમાં કોઈ પ્રેમ લગ્ન કરે છે અને કોઈ સામાજિક વ્યવસ્થા પ્રમાણેના લગ્ન ..પણ એક વાત પાક્કી કે પછી બેઉ જીવનના હમસફર બની સાથે ચાલે છે …તું મારી અને હું તારો એ શરૂઆત ના શબ્દો ક્યારે આ મારું આ તારું જેવા અહમના વમળમાં અટવાઈ જાય છે ખબર નથી રહેતી …ક્યારેક સામાજિક શરમે કે ક્યારેક અનિચ્છાએ પણ આપણા દેશમાં આ સંબંધને નિભાવાય છે એ તૂટે નહીં એ માટે પ્રયત્ન કરવામાં આવે છે …પણ એ સંબધ અર્થહીન બની જાય તો શું ?

શરૂઆતના વર્ષોમાં જુવાન પોતાની કારકિર્દી આગળ ધપાવવામાં મગ્ન બને છે ..યુવતી પોતાના નવા સંસારના પરિવાર સાથે સંબંધમાં ગોઠવાઈ જવા પ્રયત્નશીલ રહે છે પછી બાળકનું આગમન એનો ઉછેર એમાં એ એવી રત રહે છે કે ક્યારેક એ પેલા પ્રેમને યાદ નથી કરી શકતી..મમતા એક પ્રેમિકા અને પત્નીને પરાજિત કરે છે …હવે શું ??આ બધી ઘટના એટલી ઝડપે બનતી રહે છે કે આપણને જાણ નથી થતી અને કૈંક તુટવા લાગે છે ભીતર થી …

જયારે બાળકો મોટા થઇ જાય અને પતિ પણ કારકિર્દીમાં સેટ થઇ જાય ત્યારે એક લાંબો સમય વહી ગયો હોય છે …પત્ની થોડી નવરી પડે છે અને પતિ પણ પોતાના વીતેલા સમયને ક્યારેક યાદ કરે છે … બસ આજ વખત છે પોતાના સંબંધને મજબૂત કરી લેવાનો .પોતાના સાથીને નાની નાની ખુશી આપવાની શરૂઆત કરી દો..એની એ પસંદ જે તમે નાના બાળકોના ઉછેર વખતે કદાચ પૂરી ના કરી શક્યા હો એને પૂરી કરો …કદાચ હજીય તમને પૂરો સમય નાં આપી શકે તમારા પતિદેવ તો વાંધો નહીં જેટલો સમય મળે એને ચોરી લો ..ફરી મોગરાની વેણી અને એમને ગમતી સાડી પહેરી એનું સ્વાગત કરો …બાળકોને ઘેર મૂકી સિનેમા જોવા જઈ આવો …આ બધી હરકતો તમારા પ્રેમમાં એક નવી તાજગી અને પરિપક્વતા ભરી દો ….આ વખતની બીજી ઇનિંગમાં શારીરિક આકર્ષણ નહીં પણ પ્રેમનું ઊંડાણ જોવા મળશે . કોઈ કાકાને તમે એમની પત્નીનો હાથ ઝાલી રોડ ઓળંગાવતા જુઓ ત્યારે ધ્યાનથી જોશો તો એ કાંપતા હાથોમાં અકબંધ પ્રેમ,કાળજી હજીય નજરે ચડી જશે …

આ લાંબા પંથ પર એકમેક સાથે ચાલવા શું કરી શકાય? ક્યાં કશું અટકી જાય છે એ આવતા અંકમાં …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s