બાપુ આવ્યા બહાર ….


અમદાવાદ મારી જનમભૂમિ છે એને સમર્પિત મારા કેટલાક શબ્દો … 

 

સાબરમતીના આશ્રમે રાતે એક
થયો ચમત્કાર મજાનો એક …
તૈલ ચિત્રમાંથી બાપુ આવ્યા બહાર
અને મારવા નીકળ્યા એક લટાર આજના અમદાવાદમાં એક …
કાંકરિયાની પાળે બેસી નગીનાવાડી નિહાળી ,
અજાયબઘરમાં જઈ ચિત્ર વિચિત્ર અરીસામાં પોતાની છબી એમને ગઈ બે ઘડી હસાવી …
લાકડીનાં ટેકે ચાલતા બાપુ ખાડિયા આવ્યા ,
એમને જોશ જુવાનોના અને બલિદાનો સાંભરી આવે .
સામી છાતીએ શસ્ત્રોનાં ઘા ઝીલી દોડી જતા આ અમદાવાદી પોળોમાં
પોલીસોને રસ્તો ભુલાવી ઓગળી જતા એમાં પળવારમાં ….
સ્ટેશને ઝુલતા મિનારા હવામાં એક સંદેશ ફેલાવે ,
સસલું પણ શેર બની એક કૂતરાને અહીં હરાવે …
સીદીસૈયદની ઝાળીમાંથી ભદ્રકાળી માતાના દર્શન કરો ,
બાપુનું કોમી એકતાનું સ્વપ્ન શાને તમે ચૂર ચૂર કરો ????
દરવાજાઓ સઘળા અને કોટની તૂટેલી રાંગો સોનેરી ઈતિહાસ દોહરાવે ,
જામા મસ્જીદ ને રોજો સરખેજ નો અમદાવાદની શાન બઢાવે ….
સુભાષ થી એલીસ સુધીના પુલો બે કાંઠાને જોડે ,
એક કાંઠો સાંચવતો ઓળખાણ પુરાણી, બીજો અર્વાચીન જીવનશૈલી અપનાવે ….
રીલીફ રોડ અને ગાંધી રોડની જૂની શાનની ,
આશ્રમ અને સી જી રોડ અદબ જાળવી જાણે…..
પતંગનું પણ એક મ્યુંજીઅમ મજાનું ,અડાલજની વાવ ને હઠીસિંહના દેરા ,
વળી મણીનગર થી શરૂઆત ને છેલ્લે છેડે આવે ચાંદખેડા ……
આઈ આઈ એમ છે સરસ્વતીનું મંદિર જગવિખ્યાત ,
અક્ષરધામ પણ પ્રભુધામ તરીકે વિશ્વમા પ્રખ્યાત …
લક્ષ્મીને કટિંગ ચા અપનાવી અમદાવાદી બચાવી જાણે ,
કંજૂસ તરીકે એનો તો ગુજરાતમા પહેલો નંબર આવે ….
બાપુ થાકીને પછી ઇન્કમટેક્ષ સર્કલ પર આવ્યા ,
પેલા પુતળામા પેસી જઈ એમાં થોડા દિવસ બિરાજ્યા…
કાળાધોળા લેખા જોખા વાંચી વાંચી ને આકાશવાણીથી દુનિયાને સંભળાવ્યા …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s