રંગોનો રસથાળ ..ધૂળેટી …


હોળી …
હોલિકા દહન અને ધૂળેટી …બહુ મોટો તહેવાર આપનો …સાચા અર્થમાં રંગે ચંગે ઉજવાતો તહેવાર છે ..તેમાં બધા રંગો પોતાની ખુશી થી હાજરી પુરાવી જાય છે …કોઈ કોરે કોરા તો કોઈ પાણીમાં ઓગળીને …
જિંદગીની મન મૂકીને હોળી માણી હોય   તો એ શાળામાં …હોળી ધૂળેટી બે દિવસ રજા મળતી અને બીજા દિવસે બચેલું ગુલાલ સંતાડીને સ્કુલે લઇ જવાનું અને મોટી રીસેસમાં એક બીજાને રંગી નાખવાના …કોઈ રંગનો છોછ ના મળે …દિલ ખોલીને હસવાનો અવસર કદાચ એ જ ગાળામાં માણીએ છીએ ..હવે રંગ છે પણ એ હાસ્ય દુનિયાદારીની ભુલભુલામણીમાં ક્યાંક અટવાઈ ગયું છે ..નજરો નબળી પડી છે તો શોધી નથી શકતા …હવે વગદાર માણસો સાથે જ તહેવાર મનાવીને થોડો ધંધાનો વ્યાપ કરી લેવાનો સ્વાર્થ પેસી ગયો છે સૌ માં એટલે કૃષ્ણ સુદામાની દોસ્તી માત્ર વાર્તાની ચોપડીમાં જ રહી ગઈ છે . સંબંધોના સમીકરણ બદલાતા જાય છે ..એટલે જ પેલું નિર્દોષ હાસ્ય ક્યાંય જોવા મળતું નથી ..
 
ધૂળેટીની સવારે હું બાલ્કનીમાં ઉભા રહીને બાળકોને જોયા કરું …ત્યારે મને મારી દૃષ્ટિ આગળ મારું બાળપણ ફરી જીવંત થતું લાગે ….ક્યારેક મારી નાનપણની બહેનપણી સાંભરી આવે ત્યારે એક નાનું આંસુ ડોકાઈ જાય . આજે પણ આ તહેવાર મનાવાય છે ,જીવંત છે ,નવા પરિમાણો સાથે મનાવાય છે પણ કદાચ આપણે તાલ મિલાવી નથી શકતા . કારણ બોદા સંબંધોની જાળ આપણે પચતી નથી . એકાંતનો આશરો લેવો ગમે છે ..
 
હા પણ એક વસ્તુ ખરી કે આ પેઢી માટે ઈર્ષ્યા નાં કરી શકાય . તેઓ જીન્સ અને ટી શર્ટ પહેરી ને કાળા ધોળા મોઢા કરીને બિન્દાસ ફરે છે ..ત્યાં સુધી આ ધૂળેટીનાં રંગોનું ભવિષ્ય જરાય ધૂંધળું નથી …..
 
Advertisements

One thought on “રંગોનો રસથાળ ..ધૂળેટી …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s