આઝાદી


તમને કોઈ કામ કરતી વખતે ક્યારેય એવું લાગ્યું છે કે તમે જે કરવા માગો છો એ આ કામ નથી ….તમને સર્વશક્તિમાન પરમાત્માએ કોઈ હેતુ થી આ પૃથ્વી પર મોકલ્યા છે ….નાં આ વિચારવા માટે સમય નથી મળતો …સાચું છે ….

આજે ફક્ત નાના બાળકો જે શાળામાં ભણવા જતા નથી એમને છોડી ને બધા એક સ્ટ્રેસ સાથે જીવે છે એ હકીકત છે …. બે દિવસ પહેલા હું એક પડોસી બહેન ને ઘેર ગઈ ..એમની દીકરી કદાચ ત્રીજા ચોથા ધોરણમાં હશે …અને સી બી એસ ઈ માં અભ્યાસ કરતી હોવાથી શાળા હજી ચાલુ છે …એને શાળા માંથી પાઠ્ય પુસ્તક ની સી ડી આપવામાં આવી છે …ભારેખમ થેલા નો બોજો ઓછો કરવા માટે પુસ્તકો હવે શાળા માં જ રાખવામાં આવે છે ….ત્યારે બીજા એક બહેન બોલ્યા કે મારે હવે કોમ્પ્યુટર લાવવું પડશે ….

મેં એ બહેનને એક સવાલ પૂછ્યો ત્યારે …હા શાળા એ બાળકનો ખભાનો બોજો તો ઓછો કરી દીધો …અને આ અભ્યાસની રીત થી એ સાબિત થઇ જાય છે કે આપણે ખરેખર એકવીસમી સદી માં આવી ચુક્યા છીએ …

પણ આ બધા થી શું બાળક ના મગજ પર જે બોજો પડશે એ માટે કોઈ વિચારણા થઇ હશે ખરી ?????એને બાળક બનીને જીવવાનો મોકો આપવાનો આ અભ્યાસક્રમ માં પ્રયાસ હશે ખરો ???રેતી ને ખુંદી ને ઘર બનાવવાનું અને શેરી ના કુતરા જોડે રમીને ગંદા થવાનો આનંદ શામેલ હશે ખરો ??? ગધેડાની પૂંછડી પર દિવાળી માં ફટાકડા બાંધીને ક્રૂર મજાક કરવાનો આનંદ પણ નહીં જ હોય ….

જો આ રીતે શાળા ઓ internet થી જોડાઈ જશે તો કદાચ કાલે ઉઠી ને ઘેર બેસી ને અભ્યાસ થશે …. પણ ત્યારે આ બાળક જીવનનો અમુલ્ય સમય ગુમાવી ચુક્યો હશે અને એ માટે જવાબદાર હશે આપની મહત્વકાંક્ષાઓ જે આપણે એમના પર લાદતાં હોઈએ છીએ …….. ચાલો આપણે આપણા બાળકો માટે એ સમય ચોરી લાવીએ …..જેમ આપણા માં બાપે આપણને નાપાસ થવાની પણ આઝાદી આપી હતી અને કોઈ આત્મહત્યા કરવા નહોતું પ્રેરાતું તેમ જ સ્તો …….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s