વેકેશન ….


વેકેશન ….

એક મજાનો શબ્દ …એક આળસ નો એહસાસ …એક રોજીંદા જીવન નો બ્રેક અપ ….

વારુ આપ એ વેકેશન કેવી રીતે વ્યતીત કરો છો એના પર આપના બધા બાકીનાં સમય નો આધાર રહેલો છે ……આપણા સૌ માટે વેકેશન એટલે બહાર ફરવા જવું …આમ તેમ કોઈક નાં ઘેર કે ભ્રમણ માટે નીકળી પડવું …કોઈકનું આપણે ઘેર આવવું એ પણ એક બદલાવ તો છે જ ….

પણ ક્યારેક તમારા પોતાના ઘર માં વેકેશન માણ્યું છે …. મને એ રીતે વેકેશન માણવું ગમે છે …રોજીંદા કામ માં બાળકોની સ્કુલ કોલેજ ની દોડધામ હોય નહીં …કામ માં બાળકો એમને બને એટલી મદદ પણ કરે …બાળકો બદમાશ હોય તો જ ગમે …એમની ધમાચકડી થી ઘર ગુંજી જાય …અસ્તવ્યસ્ત ઘર કેટલું જીવંત લાગે ???? બુમો પડતી હોય , સન્નાટો એક ખૂણા માં સંતાઈ ગયો હોય …કેરી નો રસ અને રોટલી ખાવાની હરીફાઈ હોય ….. પછી રાતે પત્તા રમવા ,અંતાક્ષરી ની મેહફીલ …ભર બપોરે તડકા માં સંતા કૂકડી રમવી …બરફ ના ગોળા ખાવા ….બસ આ વેકેશન …..

તમારા મગજ પર કેટલો બોજો ઓછો થી ગયો હોય છે એ વિચાર્યું છે કદી? તો વિચારો ……તમારું બાળપણ ફરી એક વાર જીવતું થાય છે તમારા બાળકો માં ….તેમની સાથે બાળક બનીને જીવી લેવાની એક તક આપે છે આ વેકેશન ….

તમારા સંતાન જે વર્ષ ભર સ્કુલ ક્લાસ માં જતા રહે છે તમને એકલા મૂકી જતા રહે છે તે તમારી પાસે હોય છે …તેમને તમારા બાળપણની વાતો કરશો તો ચોક્કસ એમને એ જીવંત પરીકથા જેવી જ લાગશે …એમને ટી વી નું રીમોટ નાં આપો ….તમે તમારા બાળક થી તમારા કુટુંબ થી નજીક આવવાની આ તક નાં ગુમાવો ….વેકેશનને જીંદગી ના જામની મીઠાશ થી ભરી દો …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s