પ્રેમ


આપણી જિંદગી રોજ નવા નવા વળાંકો પર આવી ને આગળ વધતી જ જાય છે ..ક્યારેય રોકાતી નથી …પણ આપણે રોકી જઈએ છીએ …કેટલીક એવી ક્ષણો પાસે જે આપણને ખુશી આપી ગઈ હોય …અને તેના પાછા આવવાની રાહ જોઈ લઇ એ છીએ ….

આ સુંદર મજાનું કવોટેશન વાંચીને સુહાની મલકાઈ ગઈ …તેને વ્યોમ યાદ આવી ગયો …વ્યોમ એનો ખાસ મિત્ર ..અલગારી ,નફીકરો ,બિન્દાસ પણ પોતાના કામ માટે એટલો જ ગંભીર ..એની હંસતા હંસતા કહેલી વાતો માં ગંભીરતા ની છાંટ વર્તાય …સુહાની અને વ્યોમ અચાનક જ મળી ગયેલા .એક આર્ટ પ્રદર્શનમાં ..બેઉ ને એક જ ચિત્ર ગમ્યું …પણ વ્યોમે એ ખરીદી લીધું …ખબર નહીં કેમ પણ સુહાની ઉદાસ થઇ ગઈ …

એક ઔપચારિક પરિચય થયો . સુહાની એ કોલેજ નું નામ જણાવ્યું જ્યાં તે નોકરી કરતી હતી …પંદર સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ હતો .સવાર ના છ વાગ્યે જ એક કુરિયર નો માણસ આવ્યો .એક સુંદર ફૂલો નો બુકે અને સાથે એક પાર્સલ . નામ ઠેકાણું કઈ જ નહીં . સુહાની એ ખોલી ને જોયું તો પેલું પેન્ટિંગ જ …સાથે વ્યોમ નું કાર્ડ અને ફોન નંબર …તુર્ત જ ફોન જોડ્યો …થેન્ક્સ કહ્યું અને સાંજે ડીનર માટે ઘેર આમંત્રણ આપ્યું …મમ્મી ને કહ્યું ..અને કોલેજ જવા નીકળી ગઈ . સાંજે વ્યોમ આવ્યો . સુહાની ,મમ્મી અને વ્યોમ ત્રણેની સાક્ષી એ સાંજ ભાવી ના ગર્ભ માં જોઈ ને હસી પડી …

સુહાની એક તલાકશુદા સ્ત્રી હતી . પતિ લાવણ્ય સારો હતો પણ તેને અહં બહુ … બસ એક નાનકડી વાત તેમને જુદા પાડવામાં નિમિત્ત બની . સુહાની એની કોલેજ માં એક પ્રાધ્યાપક સાથે કૌટુંબિક સંબધ રાખતી તે …વહેમ નું કોઈ ઓસડ નહીં …સમજદારી થી જુદા પડી ગયા ..

વ્યોમ તેની કળા માં બનાવેલી કારકિર્દીને આગળ વધારી રહ્યો હતો …દોસ્તી જામી પડી બેઉ વચ્ચે …માત્ર દોસ્તી ….વ્યોમ ના જીવનમાં નલીની આવી …તેનું જીવન રંગી ગઈ ..પણ એક અકસ્માત માં અકાળે મૃત્યુ પામી .. વ્યોમ આકાશની એકલતાની જેમ ખાલી થઇ ગયો … ક્યારેક લાગતું તેને કે તે સુહાની ના પ્રેમ માં છે …સુહાનીને પણ એક એહસાસ તો થયો .પણ તેને હવે કોઈ રસ નહોતો …તેની અને વ્યોમ વચ્ચે પુરા વીસ વર્ષ નો ગેપ હતો ..પણ સુહાનીનું અગાધ જ્ઞાન નિરંતર વ્યોમ ને ખેંચી રહ્યું હતું …

એક દિવસ તેણે સુહાનીને કહી જ દીધું … સુહાની એ કહ્યું વ્યોમ આપણી દોસ્તી વધારે ઊંડી છે અને રહેશે …લગ્ન એ એનો ઉકેલ નથી …મારી ઢળતી ઉમર તારા યુવાની ના તોખારભર્યા તોફાન ને નહીં સહી શકે ..અને ત્યારે અતૃપ્તિ થી જીવવું અને સંબંધ ને ખેંચવો એની કરતા એને રોકી લેવો એ જ સારું …

વ્યોમ જતો રહ્યો …સુહાનીને સંતોષ થયો કે હજી એની જિંદગી બનવાની સંભાવના બાકી જ છે …એક મિત્ર વિખુટો પડ્યો …કઈ વાંધો નહીં … બાર વર્ષ પછી ન્યુ જલપાઈગુડી સ્ટેશન પર સુહાનીને અચાનક વ્યોમ મળ્યો …પ્રૌઢતા ઠીક ખીલી હતી …ઓળખી ગયી એને …ઉષ્મા થી ભેટી પડી … વ્યોમે કહ્યું એકલો જ છે ..શરીર માત્ર પ્રેમ નથી ..પ્રેમ તો દિલ થી થાય ,દિલ થી જીવાય ,એના પ્રમાણ ના અપાય ….

Advertisements

One thought on “પ્રેમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s