અકસ્માત ……


જિંદગી જેવો કોઈ અકસ્માત નથી .અકસ્માતની એક પરંપરા એટલે જિંદગી .

=જન્મ એક અકસ્માત .અને માતા પિતા સહીત સર્વ સંબંધો પણ એક અકસ્માત !!!એક જીવ નો શિવ સાથે નો મેળાપક એટલે જન્મ .આપણે એવું કહીએ છીએ અને માનીએ છીએ કે આપણા pahela શ્વાસ થી અંતિમ શ્વાસ સુધી એક વિધિ ના લેખ લખાયેલ. હોય છે .અને આ ભાષા કોઈને આવડતી નથી અને સમજાતી પણ નથી .એટલે જ જીવન કદાચ નિર્ધારિત અકસ્માત ની સાંકળ તરીકે જીવી જવાની મજા આવે છે .

==જેને સૌથી વધારે પ્રેમ કરીએ છીએ એજ સૌથી ઊંડો આઘાત આપીને જતા રહે છે એ અકસ્માત જીવનના એક કુરૂપ સત્યને સમજાવે છે .

 ==જેની સાથે આંખનીય ઓળખાણ નથી એ બે કદમનો હમસફર બનીને કાનમાં કૈંક એવો જીવનમંત્ર ફૂંકી દે છે કે જીવનની દશા અને દિશા બદલી નાખે એવો સુખદ અકસ્માત સર્જીને ક્યાંય એક અગોચર વિશ્વમાં જેમ આવ્યો હોય છે એમ પાછો અલોપ થઇ જાય છે .

==જિંદગીની રાહ પર ચાલતા ચાલતા તમને અકસ્માતે એવી વ્યક્તિ સાથે મેળાપ થાય છે જેને મળીને તમને એવો એહસાસ થાય કે તમે તમારા વિચારોના પ્રતિબિંબને મળી રહ્યા છો અને જે ઘડી બે જીવોને અકસ્માતે ભેગા કરે છે એને યોગાનુયોગ નામનું રૂપકડું નામ આપી દેવાય છે .

==ક્યારેક પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ જેટલા વૈચારિક મતભેદ રાખતા બે અજાણ્યા જણનો અકસ્માત પણ અદ્ભુત હોય છે !!!બેઉ અંત્યબિંદુને સ્પર્શતા હોવા છતાય એટલી જ ઉત્કટતા તેમને બીજા અંતિમબિંદુ ને સમજવાની પણ જોવા મળે છે અને એ અંતિમોની આપલે અકસ્માતે જ સંપૂર્ણતા મેળવવાની એક સાર્થક કોશિશ બની જાય છે …

==જિંદગી ના આ સિવાય ના પણ ઘણાય અકસ્માત હોય છે .હિમાલયની બરફાચ્છાદિત કંદરાઓમાં સાથે જ વહેતા ગરમ પાણી ના ઝરાઓ જેટલું રહસ્ય જિંદગી ને રસપ્રદ બનાવે છે .એ રહસ્યોનો તાગ પામવાની ચેષ્ટા કરવાને બદલે એના રંગોની વિવિધતાને આ અકસ્માતે મળેલી જિંદગીમાં ભરપુર માણી લેવાનું કેટલા ને સુઝે છે ???એવા વિરલાની મુલાકાત થઇ જાય એ અકસ્માત નો ઇન્તઝાર કરી જુઓ ને …….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s