એક જોય રાઈડ મારી …..


ખબર છે આપણે આ જીવન કેમ આનંદ થી જીવીએ છીએ ???કેમકે આપણને એ ખબર નથી કે આગલી પળે શું થવાનું છે ???? આપણા દુખોનું સાચું કારણ ખબર છે ??? આપણે આવનારા ભવિષ્યની ચિંતામાં વર્તમાન વેડફી નાખીએ છે …વર્તમાનને માણતા નથી અને ફરિયાદ કરીએ છીએ કે યાર !!!જિંદગી એકદમ બોર થઇ ગઈ છે …..

==ક્યારેક કૈક એવું કરીએ કે જે લાગે એકદમ બાલીશ પણ કર્યા પછી તમને લાગે કે આજે તમે જિંદગીને રૂબરૂ મળીને પાછા આવ્યા …પછી જયારે એકાંત માં એ પળો ને યાદ કરો ત્યારે લાગે ઓહો !!!કેટલી મજા આવી ગઈ ત્યારે !!!!

==હમણાં મે મહિનાની જ વાત છે …હું મારા પિયર ગઈ હતી …અધિક મહિના માં માત્ર ત્રણ વ્યક્તિને જ સાંજનું જમવાનું હતું …પપ્પાના ઘર પાસે વિશ્વામિત્રી નામનું નાનું ફ્લેગ સ્ટેશન છે …ત્યાં ભારત માં માત્ર ચાર કે પાંચ સ્થળે માંડ દોડતી નેરોગેજ ટ્રેન દિવસ માં પાંચ વાર આવ જા કરે છે …નવાઈની વાત એ છે કે જયારે ટ્રેન પસાર થાય ત્યારે ક્રોસિંગ બંદ હોય અને ટ્રેન પસાર થાય …અહીં આ નાની ત્રણ ડબ્બાની ટ્રેનને એવી કોઈ ઉતાવળ હોતી નથી …લોકો ઉતાવળમાં ઘાંઘા થઇને પસાર થાય છે …ગેટનો માણસ એમને પરાણે રોકે ત્યાં સુધી ટ્રેન રાહ જોઈને ઉભી રહી હોય !!મને આ જોવાની મજા પડી …કૈંક જુદું હતું નહીં ????

==હું પપ્પા અને મારા ભાભી આ સ્ટેશન પર ફરવા ગયા …મેં કહ્યું :પપ્પા આ સ્ટેશન પર થી આ ટચુકડી ગાડી માં બેસી જવાનું અને આગળના સ્ટેશન પર અટલાદરા ઉતરીને ત્યાં મંદિર માં દર્શન કરીને શટલ રીક્ષામાં પાછા આવી જવાનું !!!કેવી મજા આવે ???પપ્પા એ મને પચ્ચીસ રૂપિયા આપ્યા ..કહ્યું તમે બેઉ જઈ આવો ..હું ઘરે કહી દઈશ …હું ટીકીટ લઇ આવી …માત્ર બે જ રૂપિયા …મને ખુબ નવાઈ લાગી !!!પછી હું અને ભાભી એ નાની નાની ગાડી માં બેસી ને ખરે ખર ગયા …ગામડિયા લોકોની ગણાતી આ ગાડી માં ક્યારેય ભીડ નાં હોય …નાની સીટ ,નાની બારી , નાનો દરવાજો …ક્રોસિંગ પર ઉભેલા કેટલાક લોકો ની નજર પડી તો તેમને પણ હંસવું આવ્યું ??? આ સુશિક્ષિત દેખાતા લોકો આવી ટ્રેન માં ???પણ મજા આવી …મંદિરે દર્શન કરીને એસ ટી બસમાં પાછા આવી ગયા …પણ એ મજાનું વર્ણન કરવા કદાચ શબ્દો નથી ….

===બસ આવી કેટલીક બાલીશ પળો ને માણી લેતા આવડશે એ દિવસે આ ધમાલિયું જીવન બોરિંગ નહીં લાગે ….ગેરેંટી મારી !!!!!

Advertisements

One thought on “એક જોય રાઈડ મારી …..

  1. એક નાની ગાડી + એક નાની સીટ + એક નાની બારી + એક નાનો દરવાજો + એક નાની પોસ્ટ = એક મોટી બાલીશ પળ…

    Don’t you think that the title of this post should be – બાલીશ પળ?

    Don’t mind, because only writer can understand his/ her words.

    Please keep writing.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s