હું રીવા …


હું રીવા …બસ રીવા છું …મને મારા માતા પિતાનું નામ આજે સાથે ન રાખીને સ્વતંત્ર જીવવાનો એક દિવસ ઉધાર માંગવો છે જિંદગી પાસે …
જીવિત અને જીવંત વચ્ચેનો ફર્ક સમજી શકે એવી વ્યક્તિની તલાશ છે …
બધા જીવિત તો છે પણ જીવંત શોધ્યું કોઈ જડતું નથી …
જીવંત હોવાનો ક્યારેક આભાસ મળે છે …
જીવંત વ્યક્તિ હું એને ગણું છું જેનું હૈયું ધડકતું હોય ,
મારી જેમ જ સાચુકલું જીવે …એના આંસુ સાચા હોય ,
એનું હાસ્ય હૈયામાંથી ખડખડાટ રેલાતું હોય ,
તેના ચેહરા પર બેવડા વ્યક્તિત્વનો મુખવટો ના હોય …..
કેમ કે …
સમજ માણસને સ્વાર્થના ચશ્માં પહેરાવી દે છે અને
આવા જીવિત લોકોને તું હું રોજ મળું જ છું .
મારી જીવંતતા ટકાવી રાખવા પ્રાણવાયુની શોધમાં છું …
વાતાવરણ પ્રદુષિત છે …ત્યાં એક સંપૂર્ણ શુદ્ધ શ્વાસ લઇને અંતરનો અંગાર વાયુ
ઉચ્છવાસમાં બહાર ઓકીને એને થોડું વધારે પ્રદુષિત કરવાનું ????????
એ તો પાપ કહેવાશે …અનિચ્છીત પાપ …અનિચ્છાએ પરાણે કરવું પડેલું પાપ …
કરું છું ડરતા ડરતા જીવંત થવાની જીવંત રહેવાની કોશિશ …
શોધું છું એક જીવંત સથવારો …
કેમ કે હજીય મારું હૈયું ધડકે છે ,
સાંભળ મારા દિલ પર તારા કાન માંડીને …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s