પ્રામાણિક


ક્યારેક જીવનમાં કોઈ એવી ઘટના બને છે જે હોય છે સાવ નાની જ પણ તમારી સૌ માન્યતાને ખોટી પાડે છે .જેમકે ફલાણી વ્યક્તિ તમારા માટે મહત્વની છે અને કોઈ એવી વ્યક્તિ માટે તમે એટલા મહત્વના છો .પણ કોઈ એક પળ બધા ભ્રમ તોડી નાખે છે .તમારો ભરોસો તોડી નાખે છે ત્યારે જે વસ્તુ થી તમારું ડીપ્રેશન જતા રહેવાની વાત કરતા હો તે પણ કામમાં નથી આવતું .ક્યારેક જિંદગીમાં જે વ્યક્તિ પ્રત્યે તમને સૌથી વધુ અણગમો હોય જેની હાજરી માત્ર થી તમે બેચેન થઇ જાઓ એવી વ્યક્તિ સાથે તમારે કામ કરવું પડે .ત્યારે આપણું મન ખરેખર વિચલિત થઇ જાય છે .પોતાની જાત પર તિરસ્કાર થઇ જાય છે .પણ આવી વાતો નું પણ આપણા જીવનમાં ખુબ આગવું મહત્વ છે .આપણે વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા શીખીએ છે . પોતાની નારાજગી દાબીને પરાણે હસતા શીખીએ છીએ .પોતાના અંદર બેઠેલા એક રાક્ષસને દાબીને રામને આગળ લાવીએ છીએ ..બુરાઈ પર અચ્છાઈનો વિજય થવા દઈએ છીએ .કમને સારા માણસ માણસના લીસ્ટમાં આપણું નામ લખાઈ જાય છે .પછી સારા માણસ રહેવા સમાધાન કરતા પણ શીખી જઈએ છીએ. બસ આને કહેવાય અસ્વાભાવિક જીવન …સાચું ને ???…
કોઈ મો ફાટ વ્યક્તિ જે હોય તે મોઢે કહી દેવાની ટેવ રાખતી હોય છે .એને ખોટા મસ્કા મારવાની આદત હોતી નથી . એ પ્રમાણિક હોય છે ..સારી વસ્તુ ના વખાણ કરતા અચકાતો નથી ..એવી વ્યક્તિ ને કોઈ પસંદ કરતી નથી …પણ સાચું કહીએ તો આવું બનવું ખરેખર અઘરું છે. આવી વ્યક્તિ થી દુનિયા ખુશ નથી હોતી ..પણ આવી વ્યક્તિને એની પરવા પણ નથી હોતી …પોતાની રીતે પોતાનું જીવન જીવનાર લોકો ના જીવનમાં ટેન્શન પણ ઓછા હોય છે …જીવન વ્યવહાર માં પોતાની સાથે અને દુનિયા સાથે પણ પ્રામાણિક બનીને જીવવા જેવો આનંદ કોઈ નથી ….

Advertisements

One thought on “પ્રામાણિક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s