લવ: આજ કાલ …


ક્યારેક જયારે હું ઇન્ટરનેટ ચાલુ કરું છું ત્યારે મને લાગે છે કે આખી દુનિયાને હું મારા રૂમ ના એક નાનકડા સ્ક્રીન પર જોઉં છું .અનેક લોકો ફેસ બૂક કે ઓરકુટ દ્વારા દોસ્તી ના સંદેશ પણ મોકલે છે …વાંચું છું કે ઘણા લોકો દિવસ ના કેટલાય કલાકો આના પર વિતાવે છે …ફેસ બૂક ના આંકડા તમારી લોકપ્રિયતા નો માપદંડ ગણાય છે .મોબાઈલ કંપની આ બધી સોશિઅલ વેબ સાઈટ ની સુવિધા આપે છે …રાતે કંપની કોલ ચાર્જીસ ઘટાડવાની ઓફર આપે છે …ત્યારે મને એક વિચાર આવે છે ….
આ બધા લોકોને આપને ઓળખીએ છીએ ખરા …ફેસ બૂક પર લખે આજે શરદી થઇ છે પરેશાન છું ..તો ટપોટપ મેસેજ આવે -ગેટ વેલ સૂન ….પણ હાથમાં આદુવાળી ચા નો કપ લઈને માથે બામ ઘસી આપતી માં કે પત્ની કે બહેન જ આપણા દર્દ ને ખરેખર વહેંચે છે પણ આ લોકો ની કદર નથી …એક રૂમની એકલતા આપણી આદત બનતી જાય છે ..મને જયારે બહુ એકલતા લાગે ત્યારે હું મારી પડોસ ની બહેનપણીને ત્યાં પહોંચી જાઉં …કોઈ ને ફોન કરવાનું પસંદ નથી કરતી …મારા કોઈ પ્રોબ્લેમને જયારે સહેલી ને કહું ત્યારે જાણે હલકી ફૂલ થઇ જાઉં ..એ પણ મને કહે …આ થોડી સાચી માણસ ની સોબત ખરેખર મને કોઈ ટેન્શન કે માનસિક તનાવ માંથી બચાવી લે છે …જયારે ઘરનું સભ્ય અકારણ આપણું દિલ દુભાવે ત્યારે રડી લેવા જેવી અકસીર દવા કોઈ નથી ….ત્યારે આ ઇન્ટર નેટ મને ક્યારેય શાંતિ નથી આપતું …
જે આપણી પાસે છે અને જે આપણી સાથે છે એની સાચી કદર કરવી એ આપણે એમને મદદ નથી કરતા પણ આપણી પોતાની જ મદદ કરીએ છીએ ..આ વાત કોઈ આજ નો જવાન ત્યારે સમજશે જયારે ભરી ભીડ માં પણ પોતાની જાતને એકલો જોશે …આસપાસ આખું જગત હશે પણ એ નહીં હોય જે પોતાનું હશે ..જેને પોતાના સુખો થી નહીં પોતાના દુખો થી રિશ્તો હશે …..મોબાઈલ થી રાત ના ઉજાગરા કરવા પડે છે અને મોબાઈલ કંપની કમાય છે આપણે ઉજાગરા ની ભેટ આપીને …..
કદાચ મારી વાત ને એક ફિલ્મ માં સરસ રીતે રજુ કરી છે : લવ: આજ કાલ …

Advertisements

One thought on “લવ: આજ કાલ …

  1. હા જી આપની વાત સાચી કે ઓર્કુટ અને ફેસબુક જેવી સોશીયલ નેટવર્કીંગની સાઇટો કમાવવા બેઠી છે.
    અને જે વાસ્તવિકતામાં દિલની વાત કહેવાનો અનેરો આનંદ થાય છે એ ઇન્ટરનેટ પર તો નથી જ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s