ખુશ રહેવું છે !!!!


ખુશ રહેવું છે !!!!આપણને તો હમેશા ખુશ રહેવું છે ….ખુશ રહેતા આવડે છે ??????
નિયમ નંબર એક : પહેલા પોતાની જાતને પૂછો તારે ખરેખર ખુશ રહેવું છે ???? કારણકે ખુશી મંગળ બાઝાર ની દુકાન નંબર અડતાલીસમાં તોલા ,ગ્રામ કે કિલો ને ભાવે નથી મળતી અને તેને કોઈ ચેક બૂક કે ક્રેડીટ કાર્ડ કે ડેબીટ કાર્ડથી નહીં ખરીદી શકાય મારા દોસ્ત …!!!
નિયમ નંબર બે : ખુશ રહેવા માટે તમે તમારી જિંદગી સામે મોટી મોટી શરતો ના મુકો …જિંદગીના રસ્તા પર મળતી નાની નાની ખુશીઓને માણતા શીખી જાઓ જે અચાનક કોઈ એપોઇન્ટમેન્ટ વગર આવી જતી હોય છે …ચાલો એક ઉદાહરણ આપું …તમે એકદમ ગરમ ઉનાળાની સાંજ હોય ત્યારે રીનાબેન ને મળવા જઈ રહ્યા છો .તેમની સાથે તમારી બે મહીને મુલાકાત થવાની છે અને તેમની ઓળખાણ થી તમને ભવિષ્ય માં લાખો રૂપિયા નો ફાયદો પણ થશે …તમે થોડા ઉતાવળમાં છો પણ તમારા ઘરથી વીસ મિનીટ ચાલતા જઈને પહોંચી શકો એમ છો ..તમારા શ્રીમતી તમારી કાર અને દીકરો તમારી મોટર સાયકલ લઇ ગયો છે …હવે લગભગ દસ મિનટ ચાલ્યા બાદ તમને તમારી કોલેજ નો એક મિત્ર મળે છે …આઈસક્રીમ ની દુકાને ઉભો છે …તમને બુમ પાડી બોલાવે છે અને આઈસક્રીમ ખાવાનું કહે છે …તમને એની જરૂર છે પણ પેલા લાખો રૂપિયા ના ફાયદા ની લાહ્ય માં તમે એ મિત્ર જે તમને ખાલી આઈસ્ક્રીમ ખવડાવે છે એને નાં પાડી દો છો …
નિયમ નંબર ત્રણ : જિંદગીને મુઠ્ઠી માં જકડીને બંધ કરીને ના રાખો ..તેને થોડી ખુલ્લી રાખો …નહિ તો એ મુઠ્ઠીની મુઠ્ઠીભર પળો જ તમારી સાથે રહેશે . હથેળી ખુલ્લી રાખશો તો આખું આકાશ તેમાં સમાઈ જવાની શક્યતા નકારી ના શકાય …

પણ સહુથી પહેલા ખુશ રહેવાની ઈચ્છાશક્તિ જરૂરી …પછી લાખો ના ફાયદા સામે એક કપ આઈસ્ક્રીમ ઠુકરાવી દઈને ક્યારેક ઘણું બધું ગુમાવી દઈએ …કદાચ પેલા બહેન તમારા પહોંચ્યા ના દસ મિનીટ પહેલા દિલ્હી જવા રવાના પણ થઇ ગયા હોય ……..આપને જો રોવું હોય તો દુનિયા ની કોઈ તાકાત હસાવી નહીં શકે …અને હસવું હોય તો કોઈ રોકી નહીં શકે ….બધું આપણી અંદર છે જરૂર પ્રમાણે લઇ લેતા શીખો …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s