આસ્તિકતા !!!!


આસ્તિકતા !!!!
આ શબ્દ દર વર્ષે મારા મનમાં સવાલ બનીને ઉભરી આવે છે સતાવે છે …આપણા દેશ માં શ્રાવણ મહિનામાં આસ્તિકતા પોતાના ચરમ પર હોય છે …પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રૂપ બદલી ને સામે આવતી રહે છે ….મહાદેવ ના મંદિર ની વિશેષ ભીડ ,બીલી પત્રની માંગ ,ભજનના વિશેષ કાર્યક્રમ ,એક ટાણા, ઉપવાસ અને ઘણું બધું !!! પછી ગણપતિ બાપા મોરિયા ,પછી શ્રાદ્ધ અને નવરાત્રી અને દીપાવલી નું પર્વ …ઊઊહો …કેટલા બધા તહેવારો અને એની હાઈ ટેક ઉજવણી !!!
હાલ ગણપતિ ની ઉજવણી ચાલી રહી છે …પહેલા પૈસા ઉઘરાવાય છે …અને પછી ભંડોળ માંથી વિવિધ ખર્ચા …પણ ગણેશ ના પંડાલ માં વગાડતા મુન્ની બદનામ ગીત થી ગણપતિ ને કેટલો ત્રાસ થાય છે ગણપતિ એ પીડા કોને કહે ….કહે છે કે આપણા શાસ્ત્રમાં વિધિ વિધાનો સામાન્ય રીતે બ્રહ્મ મુહુર્ત માં સવારે થાય છે અને ખરા ભક્તો એને સર્વાંશે પાળે પણ છે …ગણપતિ મહોત્સવ ને બહાને મોટે મોટે થી ડી જે વગાડાય છે અને રોજ રાતે ખાણી પીણી થી માંડી છાંટો પાણી સુધીના જલસા …વિસર્જન વખતે દારૂના નશામાં છાકટા થઇને નાચતા લોકો આ બધું શું ભક્તિમાં સામેલ હોય છે ???બસ આ જ સવાલ મારા મન માં આવે છે ….
હું એક શ્રેષ્ઠીને થોડા ઘણા ઓળખું છું ….અભિમાન અને આડંબરમાં પણ શ્રેષ્ઠી જ છે …પોતાના ધનના સામર્થ્યથી લોકો ને પોતાના પ્રભાવમાં લાવવા સતત પ્રયત્નશીલ …લોકો ના ઘર ના રાચરચીલા અને ઘરે કાર છે કે નહીં એ વસ્તુ એમને સંબંધ બાંધવાની સૌથી મોટી લાયકાત લાગે છે …એ દર વખતે પોતાના પૈસે ગણપતિની મૂર્તિની સોસાઈટી માં સ્થાપના કરાવે …બીજા લોકો ભંડોળ આપે તે પરચુરણ ખર્ચા માટે વપરાય …મૂર્તિ તો બસ એમની જ મુકાવી જોઈએ …એ આગ્રહ સામે કોઈ બોલી ના શકે અને એમનું વર્ચસ્વ સ્વીકારી લે કેમકે પૈસો બોલે છે ……

આરતી ત્યારે કરાય જયારે ભક્તોને ફુરસત હોય ભલે ને  બ્રહ્મ મુહુર્ત કે સાયં મુહુર્ત ના સચવાય એ ચાલે …ગણપતિ બાપા લાચાર નજરે જોયા કરે છે પણ કોને કહે ???? 

એમનો અહં પોષવામાં પોતાના સ્વાભિમાનને ગીરવે મુકનારા ની આ જગત માં કોઈ કમી નથી …પાછું મજા ની વાત તો એ છે કે ભાઈ કોઈ બીજા વિસ્તાર માં રહે છે અને ત્યાં એ આં બધું નથી કરતા …
આરતી માં ના જનારને આ કાર્યક્રમ માં ફાળો ના આપનાર ને સોસાઈટી વાળા ન્યાત બહાર મૂકી દે છે …
તમને એક પળ એવું લાગે છે કે તમારી જો આસ્તિકતા એવી ચરમ જ હોય તો તમે તમારા પોતાના ઘર માં પૂર્ણ વિધિ વિધાન સાથે આ બધું કરી શકો ..પણ ત્યાં કોઈ તમારો જયકારો નહીં કરે માત્ર ભગવાન અને તમે જ હશો ….
સાચી ભક્તિ કઈ કહેવાય ??? મુંઝારો થાય છે મને …રસ્તે ચાલનાર એક વૃદ્ધ ને ઉભા રહીને રસ્તો ઓળંગવામાં મદદ કરે ….પોતાની કામવાળી બેનને તાવ આવે ત્યારે દવા અને દૂધ આપી એ દિવસ જાતે કામ કરી લે અને એને બે દિવસ આરામ કરવાનું જણાવે ….એક ગરીબ બાળક ને પૈસા લીધા વગર વિદ્યાદાન કરે ..પણ મંદિરે ભાગ્યે જ જાય એ સાચો આસ્તિક કે પેલા શ્રેષ્ઠી જેવા લોકો ???????

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s