ડાયરી …ડાયરી …


ડાયરી …..
માણસના મનને કલમને સંગાથે કાગળમાં સંઘરતી એક માનુની …..
બહુ વહાલી હોય …એમાં ક્યારેક પૈસા નો હિસાબ લખાય ક્યારેક જિંદગીનો તો ક્યારેક રીસામણા મનામણાનો પણ …આખી દુનિયા આપણા થી ખફા હોય તો ય એ આપણાથી ક્યારેય ના રિસાય ….આપણી તમામ મૂંઝવણ એ લૂછી લે રૂમાલ બની ….એ આપણી રહસ્ય મંત્રી …ક્યારેક જો ભળતી વ્યક્તિ ના હાથ માં ચડી જાય તો જિંદગીમાં તોફાન પણ ઉભા થાય અને ક્યારેક કોઈની ગેરસમજ દૂર કરવાનું પુણ્ય કાર્ય પણ કરી નાખે ….
આપણે માણસજાત કેવી છે ???બસ કોઈ છુપી વસ્તુ ને ચોરી છુપે વાંચવા મળી જાય એના જેવી મજા કોઈ નહીં કેમ ???
ડાયરી આપણા મનને કેટલું હલકું ફૂલ રાખે છે !!! આ ડાયરી માણસ ના મન માં છુપાયેલું એક બીજું વ્યક્તિત્વ અને હું કહીશ બિલકુલ સાચું વ્યક્તિવ છતું કરે છે ….એમાં કોઈની કહેલી અને આપણને ગમેલી વાતો પણ લખાય અને ગમતી શાયરી કવિતા નો ખજાનો પણ હોય …ક્યારેક આખા દિવસ માં શું કર્યું અને શું બાકી રહ્યું એ પણ વિના સંકોચે લખી નાખો ….
આપણા પોતાના હાથોથી લખાતી સાચુકલી વાતો જેની નિસ્બત આપણી જાત સાથે જ હોય છે કેટલી પોતીકી લાગે છે નહીં ??!!
આપણી જાત સાથે વાત કરવાની મજા પણ આવે અને ગુસ્સે પણ થવાની મજા આવે ….મારી ડાયરી માં તો મારી કવિતા અને શાયરી ઉપરાંત ઘણું બધું સંઘર્યું છે જે મને ખુબ ગમે એવું બધું …ક્યારેક એ વાંચું ત્યારે લાગે શું હું ખરેખર આવી છું ???શું આ બધું મેં લખ્યું છે …પણ બસ એ બધું વહેંચતી વખતે લાગે જાણે બાર ગામ નો ગરાસ છીનવાઈ જતો હોય …પણ આપવો ય ગમે મને એ પણ મનપસંદ વ્યક્તિને જ …
આ તો બધા જીવનકથાની કક્ષા માં આવે એટલી સમૃદ્ધ વાતો હોય છે …એ ડાયરી કહે છે જો આ છે તમારામાં સંતાઈને બેઠેલો લેખક કે શાયર …આ તમારામાં બેઠેલો સાધુ કે જો આ તમારા માં રહેલો શયતાન …..આપણો અરીસો આપણી ઓળખાણ એક ડાયરી ….
વણપ્રકાશિત રહી જતી પુસ્તકમાંની કથા …જે જાતિ..ધર્મ ….દેશ …દુનિયા થી તદ્દન ભિન્ન આપણી ઓળખાણ …..

Advertisements

One thought on “ડાયરી …ડાયરી …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s