નવરાત્રીનો ખુમાર


બસ હવે નવરાત્રીનો ખુમાર ગુજરાતીના દિમાગ પર છવાઈ રહ્યો છે …નવા ચણીયા ચોળી અને ધોતી ઝભ્ભા શોધવાનો સમય …હવે આપણે આપણી પરંપરાના પરમ ભક્ત થઇ જવાના …આપણા કપડા ઘરેણા અને પ્રાચીન ગીત-ગરબી ની મૌસમ ક્ષિતિજે મલકાઈ રહી છે …પણ મૌન બની ગાયકવૃંદના સુરે ઘૂમતા યુવાનો આ ગીત ના બોલ અને તાલ પકડે છે પણ ક્યારેય એ ગીત ના રચયિતા વિષે જાણવાની જીજ્ઞાસા નથી રાખતા …પણ હવે કોને પડી છે ? નવ રાત પછી બધું માળીયે મૂકી દેવાશે …
આજ કાલ ની નવરાત્રી વિષે નથી કહેવું કશું …પણ તેના માહાત્મ્ય વિષે જાણવું જરૂરી છે . માતાજી નો દરેક દિવસ જુદા જુદા માતાજીને નામ છે અને એનો એક ઈતિહાસ છે ….બસ એક ફર્ક છે સાંભળવા અને સમજપૂર્વક સાંભળવા માં કે તમે શબ્દે શબ્દ ને માણી શકો અને સમજી શકો …આપણે એવું જીવનમાં અરે એક દિવસ માં કેટલું કરી લઈએ છીએ ???બુધવારે મગ બનાવવા જોઈએ …પણ કેમ ??? અઠવાડિયાનો એક દિવસ ઉપવાસ કરો અને એક બીજા દિવસે હલકો ખોરાક લો તો દેહશુદ્ધિ થશે …અને શરીર ના અંગો ને આરામ મળે એટલે જુનો કચરો બહાર નીકળી જશે ….
પણ આપણા ઉપવાસ એટલે તેલ ઘી થી તરબતર ફરાળ …..કશું ખાધા વગર પેટ ને આરામ >>>નહીં ……………કભી નહીં ………..
આપણો પ્રવાસ પણ કેવો હોય ?????મેં વાંચેલો એક જોક કહી દઉં….
” ખરેખર ભારતના પ્રવાસમાં અમને બહુ જ મજા આવી …આગ્રામાં તાજમહાલની બાજુમાં બહુ જ સરસ સમોસા મળે છે અને અજંટા પાસે દહીંવડા ખાઓ તો આંગળા ચાટી જાવ ….હૈદરાબાદમાં સાલારજંગ પાસે અફલાતૂન કચોરી મળે છે …અને દિલ્હીમાં કુતુબ મીનાર પાસે ગુલાબજાંબુ ખાધા એની શી વાત કરવી !!!!!બહુજ મજા આવી ….,…,….,,,,”
ગુજરાતી કાગળ નો ઉપયોગ પડીકા બાંધવામાં કરે છે પણ ક્યારેક અખબાર ના એ પડીકા માં ખુબ સુંદર માહિતી નો ખજાનો હાથ લાગવાની શક્યતા નકારી ના શકાય હોં …..શેર બજાર ઉપરાંત પણ કૈક શોધો તો નવરાત્રી શું છે ખબર પડશે અને પછી નવરાત્રી ને નામે થતા અનર્થ કદાચ આપણો અંદર બેઠેલો આપણો માંહ્યલો જ રોકશે ……

Advertisements

One thought on “નવરાત્રીનો ખુમાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s