પૂલ …….


પૂલ …….
એક બહુ સંભળાયેલો શબ્દ ..જોવાયેલો શબ્દ …..અને મારી જિંદગીનો પણ એક મહત્વનો શબ્દ …મારા શબ્દોથી બંધાયેલો છે એક વિચાર સેતુ …અને વચ્ચે જરા અમથી વાત નામે એક કલકલ કરતી વિચારોની નદી વહે છે અને સામે કાંઠે તમે બધા છો જેની પાસે મારા વિચારો અહીંથી પેલે કાંઠે જાય છે …તમને મળે છે …અને હા આજે આ પૂલ  સો પોસ્ટ પૂરી કરે છે એ વાત નો બહુ આનંદ છે …આ બ્લોગ મારી વિચારશૈલીનું પ્રતિબિંબ છે અને અહી આવનાર દરેક મેહમાન મારે માટે એટલે અગત્ય નો છે કે અહીં વિચાર સહજ અને કાલ્પનિક નથી હોતા છતાય તમે નિયમિત વાંચો છો …
નાનપણમાં નર્મદા નદી પર થી પસાર થતી ત્યારે નીચે વહેતી નદી માં પપ્પાએ આપેલા દસ પૈસા નાખતી …નદી એ મારા માટે કૌતુક નો વિષય હતી પણ પૂલ વિષે નહોતું વિચાર્યું …આ કાંઠે થી પેલે કાંઠે જવા પૂલ કેટલો અગત્ય નો હોય …એના કોઈ અરમાન નહિ હોય …એને રેલ ગાડી કે વાહનોમાં બેસી ને બીજે ગામ જવાનું મન નહીં થતું હોય …અને એને કચડીને કૈક કેટલોય સમય પસાર થઇ ગયો હશે ….
ક્યારેય એ થાકતો પણ હશે ….
ક્યારેય ચિત્કારતો પણ હશે ….
પણ એને તો અડીખમ ઉભા જ રહેવું પડે છે ….હલવાનું પણ  નહીં …
આપણે માણસો પણ કેવા છીએ ??? એક મન થી બીજા મન સુધી પહોચવાનો પૂલ બનાવી શકતા નથી …ટકાવી શકતા નથી …બેરહમ બનીને તોડી નાખતા અચકાતા પણ નથી …એ પૂલ બહુ નાજુક હોય છે ..એને સંભાળવો પડે છે …ત્યારે એ એવો મજબૂત બની જાય છે કે કોઈ તોફાન એને તોડી પણ ના શકે એવો મજબૂત …..
પૂલ બાંધવાનું કામ ખાલી ઈજનેરોનું નથી …દરેક મનુષ્ય એના માં છુપાયેલા એક પૂલ પર રોજ પસાર થાય છે …પણ આ પૂલ આફતો રૂપી ઊંડી ખાઈ તમને દેખાડે છે પણ એમાં તમને પાડતો નથી ….બે કાંઠા ને જોડે છે ….એને પ્રેમ થી સાચવી લઈએ ….
Advertisements

One thought on “પૂલ …….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s