મને મળેલો એક સુંદર ઇમેલ એક દીકરી ને નામ ….


મને મળેલો એક સુંદર ઇમેલ એક દીકરી ને નામ …. 

દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજ માં
કુમારિકા હોય કે કન્યા,
દીકરી સદાય દીકરી જ રહે છે. માં-બાપ માટે બાળપણ માં બિન્દાસ દીકરી ભલે બાપ
સમું ચબ ચબ
બોલતી હોય, માનું મન રાખતી ન હોય ભાઈ ને ભાળ્યો મુક્તિ ન હોય, બહેનો હારે
બથોબથ આવતી હોય અને શેરી માં
સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે
છે. લગ્ન વખતે પીઠી ચોળી
આમ તેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર
છે પરંતુ જયારે ગામ માં
કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિય આનંદ માં આવી જઇ બુમો પડે કે
એ… જાન આવી ગઈ જાન આવી ગઈ.
આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ
આનંદ એક બાજુ મેલી ને જ્યાં ગણેશ
બેસાડ્યા છે ઘર માં ગણેશ સ્થાપન આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો
છોડવાનો સમય આવી ગયો મારા
પિતાની છત્ર છાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો
સમય થઇ ગયો. જે ઘર માં
રમતી હતી ઢીંગલીથી સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરની ને પોતાને ગામ જાય
છે. દીકરી પિયરીયાના છેલ્લા
ઝાડવા જોઈ લે છે. માં-બાપ, ભાઈ-બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકી ને સાસરે જાય
છે, આ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો
ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ…. પિયરીયાના તમામ
સંભારણાને પોતાના હ્રિદય માં એક
ખૂણા માં ધરબી દે છે. સાસરિય વાળા કે ગામ વાળા પૂછે કે વહુ કરિયાવર માં શું
લાવ્યા ? કન્યાની લાગણીયો નો અહિયાં કોઈ
જ વિચાર નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપ ને ઘરે થી શું શું
લાવી એના કરતા કેટલું બધું મૂકી ને આવી છે
માં-બાપ ઘર બાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ
વિચાર કરશે ત્યારે જ તેના સંસાર માંથી
સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળક નો જન્મ થવા
જેવું છે. બાળક જ્યાં સુધી મન ઉદરમાં
હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં દ્વારા જ મળતું. કોઈ
અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને મન ઉદર માં
પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને
ખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે.
ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી
પિતા ના ઘરે હતી કોઈ ચિંતા ન હતી .
હવે નવા ઘર માં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવો
ખ્યાલ રાખતા જ હોય છે. જેમ બાળક નો ઉછેર
જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો જ ઉચ્ચેર
મહેનત માંગી લે છે.
દીકરી નો જન્મ થયા પચ્ચી પિતા ને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલ
માં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષ
ને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર
આંસુડે રડતો બાપ રૂડો લાગે છે.
ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની
જાય છે. જયારે દીકરી માટે પિતાના
ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતા નો ચહેરો વાંચવામાં
દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ
હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાન
છે.બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા
સુ બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા
એ…. આવી પપ્પા આનું નામ દીકરી.
જેમને દીકરી હોય તે પિતાને હ્રિદય નો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારે
બીજો ધબકારો દીકરીના કાયમી
સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી મને છે. જયારે
દીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી
નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પા ને ન કહેતી હોય આમ પપ્પાના હૈયાના
સિંહાસન ઉપર પ્રેમ ને અભિષેક જીલવા જીવનભર
એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે ચી. ક્યારેક પપ્પાની નજરે
ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી.
તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષની
ઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે
ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પુચ્ચે કે હે
માજી ફલાણાભાઈ ની દીકરી છે ? તો તો તે ૮૦ વર્ષ ના
માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત કોઈ પણ દીકરીને પોતાના
બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ
દીકરી. સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા અંતહી આવતી.
પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પપ્પાની શારીરિક
આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને ? આમ અવારનવાર આવી પપ્પાની
સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સુચના પણ દેતી હોય કે
મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે કફ રહે છે માટે એ ભાભી તમે પપ્પા ને
નહાવા માટે જરા માફકસર નું પાણી ગરમ આપજે.
ભૈલા તું પપ્પાની ખબર રાખજે હું તો અહિયાં નથી તારા વિશ્વાસે જાઉં છું. જો
જે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાની વૃધ્દ્ધાવસ્થા
માં દીકરીના અવાજમાં માતૃત્વ નો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે
ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે
છે કે પપ્પા પાસે નહિ હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો… આમ દિવસના
હાજર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે.
દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસો ના
આહ. અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો
પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા
સાંજે વાળું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું
નથી આવવા દીધું દીકરી ને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને
વૃદ્ધાવસ્થામાં લડાવશે.
દીકરી બાપ ને લાડ લડાવે છે એના ઘડપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા
પપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ
તો તો પત્ની રાજી રાજી થઇ જાય છે પતિ માં એને પરમેશ્વર દેખાય છે.
છેલ્લે ઈશ્વર ને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન
મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની
મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી
પાણી પણ ન પીવડાવી શકે.
છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવે
છે છેલ્લી વખત .
ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે. આ
પિતા પુત્રીના પ્રેમ ને મારા લાખ લાખ સલામ….
આ અનમોલ રતન છે દીકરી

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ||
ગુરુ શક્શત પરબ્રહ્મા : તાશ્મય શ્રી ગુરુ દેવ નમઃ ||

Advertisements

3 thoughts on “મને મળેલો એક સુંદર ઇમેલ એક દીકરી ને નામ ….

  1. દિલ ચોધાર આંસુથી રડી પડ્યું. પપ્પા ખુબ જ યાદ આવી ગયા…પપ્પા ઇન્ડિયા માં અને હું મસ્કતમાં… કાશ હું ઇન્ડિયા માં હોત. જરૂર પપ્પાની પાસે પહોચી જાત.

    Like

  2. સાચે જ દીકરી અને પિતા વચ્ચેનો પ્રેમને શબ્દોમાં કેહવો ખુબ મુશ્કેલ છે. તે બંને એકબીજાને પોતાના દિલની વાત ન કહી પણ ઘણું બધું કઈ દે છે. ગમે તે રીતે કઠણ માણસ દીકરીના લગ્ન વખતે પોતાના આંસુ છુપાવી નથી શકતો.

    http://www.vicharshrushti.blogspot.com/2012/01/blog-post.html

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s