દોસ્તી !!!!!!


દોસ્તી !!!!!!
માં બાપ આપણે જાતે નથી પસંદ નથી કરતા …સગા વહાલા કુદરતી સોગાત જ હોય છે …પાડોશી ને માટે પણ એટલું જ કહી શકાય …સંબંધોની સફળતા આપણે કેટલી બાંધછોડ કરી શકીએ છીએ એના પર આધારિત હોય છે .પોતાની શરતે જીવવાનો અવકાશ ઓછો મળે છે .બસ સંબધોના આટાપાટાની ભુલભુલામણી માં જીવવાનું નામ એટલે જિંદગી. નિસ્વાર્થ સંબંધો શોધવા પડે કેમકે એ દુર્લભ …હવે તો જમાનો પ્રેક્ટીકલ લોકોનો …તમે મને કામના તો તમે મારા સ્વજન અને હવે નકામા તો પછી દૂરથી જોઇને રસ્તો બદલી નાખવાનો …એ પીડા ઘરડા ઘર માં રહેતા માં બાપ વધારે જાણતા હશે .

પણ દોસ્તી ??? આપણે પસંદ કરીએ એ સંબંધ . નાનપણમાં લખોટી વહેંચવાનો સંબંધ કે સંતાકુકડી માં સંતાઈ જતો સંબંધ . સાયકલ પાછળ દોડતો સંબંધ …નિશાળે સાથે જવાનો સંબંધ . એક પાટલીએ બેસવાનો સંબંધ .ક્યારેક એક બીજા ના માં બાપ બીજાને માર કે શિક્ષા માંથી બચાવવા માટે જુઠું બોલવાનો સંબંધ . પછી જેમ જેમ ઉમર વધવાનો વલય વધે જિંદગીના વૃક્ષમાં ત્યારે મુઠીમાં જકડી રાખેલી એ દોસ્તી સરકી જાતી લાગે ત્યારે પણ મનમાં યાદ કરીને મનમાં ખુશ થવાનો સંબંધ …જિંદગી ના સુવર્ણકાળના દાબડામાં સચવાઈ ગયેલું એક અનમોલ રતન ….
યુવાની બેફીકર અને પોતાના મિજાજ ને અનુરૂપ દોસ્ત પણ મળી રહે …પછી ઓફીસ ના દોસ્ત ,વ્યાપારમાં વ્યવહાર માં સાથે થઇ જતા દોસ્તો …એક નાનકડું બિંદુ કેટલું વિશાલ ફલક પર વિસ્તરી જતું હશે !!!!કોઈની જાણ વગર …

પણ અહીં પેલા સંબંધની કસોટી પણ થઇ જાય છે …કૃષ્ણ સુદામાને ઓળખે છે કે ભૂલી ગયો ??? કે પછી વ્યસ્તતાનું બહાનું કામ લગાડે છે !!!
પણ એક વાત છે કે જે દુનિયામાં માં -બાપને ના કહી શક્યા હોય કે પત્ની સમજી ના શકે એમ હોય તે વાત એ દોસ્ત ને કહી શકાય …એક ફોન કોલ પર હાજર થઇ પડખે ઉભો થઇ જતો સંબંધ …ના હું ફેસબુક કે ઓરકુટ ના દોસ્ત ની વાત નથી કરતી …આ તો ચાની લારી પર કપ રકાબી માં અર્ધી ચા વહેંચીને પીવાનો સંબંધ છે …ઘણી દોસ્તી મંદિર ના ઓટલે પણ થાય છે અને સાંજે બગીચાના બાંકડે નિવૃત્ત લોકોના ટોળટપ્પા કે પછી હૈયાની વ્યથાકથા માં કહેવાતી દોસ્તી …….

એક ટોળું ઉભું હોય દોસ્તોનું પણ જયારે એકલા પડી જઈએ અને બધા સાથ છોડી દે ત્યારે પાછળથી આવીને તમારે ખભે હાથ મુકીને કહે ચિંતા ના કરીશ હું તારી સાથે છું એવા દોસ્તો કેટલા ?????આંગળીના વેઢે ગણવા બેસીએ ત્યારે એક હાથ ના વેઢા વધી પડે એટલા જ ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s