અજનબી


ક્યારેક જિંદગીમાં એવી પળ પણ આવે છે જેનું દેખીતી રીતે કોઈ મહત્વ નથી હોતું પણ એક પણ આપણને એક અજબની ખુશી આપે છે ..તમે કોઈ અજનબી માણસને ચાલતા મળો છો ,ટ્રેનમાં મળો છો ,ક્યારેક કોઈ લાઈન માં મળી જાવ છો કે બસ સ્ટેન્ડ પર રાહ જોતા મળો છો …કોઈ ઓળખાણ પીછાણ વગર જ તમને એની સાથે વાત કરવાનું મન થાય …સામે પક્ષે પણ કૈક એવું ખરું …અને તમારું નામ શું છે ? ત્યાંથી શરુ થયેલી ઓળખાણ કદાચ તમારા વતનના ગામની બાજુ ની શેરી માં તમારા બાળગોઠિયા તરીકે પુર્ણાહુતી થાય ..ત્યારે તમને અને મને બધાને એક આનંદ આવે છે …એ ગામ માં ઘર નથી પણ સ્મૃતિમાં એ ઘર ક્યારેય ભુસાયું નથી એ અનાયાસે યાદ આવે છે …અને ધારો કે પળે તમે વિખુટા પડી જાવ પણ તમારું મગજ એ ફ્લેશ બેક માં ખોવાય જાય છે …એક વાત જ મન પર કબજો જમાવે છે …કેટલા સરસ દિવસ હતા નહીં ???!!!
જ્યાં ધન કે મોભો કંઈ મહત્વનું નહોતું પણ માનવતાની મહત્તા સર્વોપરી હતી …
ક્યારેક જેને કયારેય મળ્યા નથી એવો નવો સંબંધ બંધાય છે અને એ સંબંધ આપણા જીવનમાં ક્યારેક ચેહરા પર સ્મિત રેલાવવાનું નિમિત્ત બની જાય છે …ક્યારેક સામે મળતા માણસને વગર ઓળખાણે બોલાવવાનું મન થાય ત્યારે સમજી જજો કે એ સંકેત તમારી ખુબ બીઝી જિંદગીમાં કોઈ નિરાંતની પળ શોધી નાખશે …જરૂર …આવા ગરજ વગરના સ્વાર્થ વગર ના ખાલી સ્મિત ના સંબંધો બનાવો ,એ વખતે ખુલ્લા મને સાચું સ્મિત આપી જુઓ ..તમારું હૃદય ભરી દેશે …પેલી ચપ ચપ અંગ્રેજી બોલીને ખોટું ખોટું પ્રોફેશનલ સ્મિત આપતી રીસેપ્શાનીસ્ત જેવું નહીં ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s