જિંદગી મુબારક


હમણાં ફેસબૂક પર એક બેને કોમેન્ટ કરી કે આપણે મિત્રના આંકડા વધારવા માટે મિત્ર વધારીએ છીએ પણ એમની કોઈ વાત પર કોમેન્ટ આપતા નથી …બસ નામ જ લીસ્ટમાં રહે છે ….વાત તો સાચી છે …ફરિયાદ ગણો તો પણ સાચી છે ..પણ આ મિત્રતા ???? એમાં સાચું શું ખોટું શું એનો કોઈ માપદંડ નથી ….દુનિયાના એક છેડે થી બીજે છેડે મિત્ર બનાવી શકો …ચેટ કરી શકો …કહેવાતી લાગણી વહેંચી શકો અને જ્ઞાન પણ વહેંચી શકો …પણ એમાં કૈક ખૂટતું તો લાગે છે …લાગણીના સ્પર્શનો અભાવ ,જે સામે ઉભેલા લોકો આપી શકે ..પણ મશીનમાં લખાતા સંદેશ નહીં ….
આપણે સાચી ખોટી લાગણીનું પ્રદર્શન કરી શકીએ પણ કોઈના આંસુ લૂછવાનું સુઝે નહીં ..
પણ આ મારું વડોદરું છે ને એક નોખું શહેર છે …બહુ ઝાકઝમાળ નહીં મોટી બિલ્ડીંગ નહીં પણ મોટા મન વાળા લોકોનું શહેર …..
અહીં એફ એમ રેડીઓ ચાર પાંચ …પણ મારું જે પ્રિય છે ને જ્યાં હું સંગીત સાંભળી લઉં છું ,જે મારા તન અને મનને એક સંતોષ આપે છે …આ રેડીઓ સ્ટેશન ના યુવાન આર જે છેલ્લા ત્રણ વર્ષથી એક અભિયાન ચલાવે અને એક અપીલ કરે …કે આ દુનિયા માં કેટલાય એવા બાળકો છે જેને માતા પિતાનું સુખ નથી …જેની બાલ્યાવસ્થા એક અનાથાશ્રમને હવાલે હોય છે …જેને નવા કપડા કે રમકડા ને બદલે ઉતરણ ને વપરાયેલી વસ્તુ દાન ધર્મ ને નામે મળે છે …એવા બાળકો માટે નાનકડી નવી વસ્તુ એમને ભેટ આપવા અપીલ કરે અને બાલદિવસે એ ભેગી કરાયેલી ભેટ એક અનાથાશ્રમમાં એવા બાળકોને ભેટ અપાય છે …..એવા બાળકોના મિત્ર બનવાનું કોઈને સુઝશે નહીં …પણ આવી ભેટ એમને માટે અનમોલ બની જશે …ખરા અર્થ માં દિવાળી ઉજવાશે …..એનું નામ પણ એટલું જ ખુબસુરત : જિંદગી મુબારક ……
સાચી લાગણીનું વહેંચણ થાય છે ….માનવતા સાથે સાચી મિત્રતા થાય છે …..
પણ તમારે ઘેર પણ એક બેન કામ કરવા આવતા હશે તેના બાળકને તમે ઉતરણ નહીં પણ નવું શર્ટ લાવી આપી શકો …કોઈક બાળક ખરીદી કરતી વખતે નાડા કે પીનો વેચતો હોય એની પાસે જરૂર ના હોય તોય ખરીદી કરી શકો ….જેથી એની માં એને સાંજે રોટલી ખવડાવી શકે એના ભાઈ બહેન ભૂખ્યા ના સુઈ જાય …..એમને એક નાની ચોકલેટ કે નાની રંગ પુરવાની પોથી અપાવી શકો …જેથી એ પણ તમારા બાળકની જેમ એના સપના ચીતરી શકે ….અરે ભજીયા ની લારી પરથી એને પણ એક ડીશ ખવડાવી જુઓ …
તમને નથી લાગતું કે આ ફેસ બૂક ના મિત્રો કરતા મારા શહેર ના આ નવયુવાનોની દોસ્તી અનોખી છે માનવતાની દોસ્તી …….
આ દિવાળીએ રસ્તે રખડતા કોઈ અજાણ્યા બાળકના ફરિશ્તા બનવાનું આહ્વાન આપતો આ જિંદગી મુબારક ખરેખર સલામી ને કાબેલ છે ….
Advertisements

One thought on “જિંદગી મુબારક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s