એક દિવાળી ની વાર્તા


સાલ મુબારક …સૌને સાલ મુબારક ….
દિવાળી આવી આવી આવી અને જુઓ જતી પણ રહી …રોકાઈ નહીં ..એને તો ફટાકડા ફોડવા હતા ફોડી લીધા …એને મઠીયા ખાવા હતા ખાઈ લીધા …એને રંગોળી પૂરવી હતી એણે પૂરી લીધી ……અને મૂકી ગયી એક યાદ …દર વર્ષે લાગે કે આના કરતા કદાચ ગઈ વધારે સારી હતી ….પણ શરીર સાથે મન જરાય થાકતું નથી …આપણા થાક ઘડી ભર ભૂલી જવાય છે …કદાચ કૈક બહુ ખુબસુરત થઇ જાય છે …….જયારે સવારે દેવ દર્શન કરવા મંદિરે ગયી ત્યારે લાગ્યું પેલી સ્ટાર પ્લસની બધી સાસુ વહુ ટીવી ના પરદા માંથી બહાર આવી ગયી છે …સ્ત્રી માત્ર એટલે કે બાળકી થી વૃદ્ધા સુધી ટીકી ની ઝાકઝમાળ જોવાનો જલસો પડી ગયો …બધા ખુશ અને બધા એક અનોખા અંદાઝમાં …પેલા નવા પરણેલા હાથમાં હાથ પકડી ને લગ્ન વખતે તૈયાર કરાવેલા કપડા માં સજ્જ …કેવા હરખાતા હતા …!!!અને વૃદ્ધ દંપતી પણ દાદરા ચડતા ઉતરતા હાથ પકડી ને સાચવી લે એક બીજા ને ….હંસતે મોઢે કહેવાતું સાલ મુબારક અને ઘેર આવવાના નિમંત્રણ સાચા લાગે જ …
પણ અમારા શહેર ની બે તસ્વીર છે : એક ધનાઢ્ય પોશ વિસ્તાર અને એક જુનું ધબકતું શહેર …ઉપરની બધી તસ્વીરો જુના શહેર ની …આ વખતે જરા પોશ વિસ્તાર માં પણ જવાનું થયું …એ તો ઊંઘ માં આળોટતું હતું …ખાલી લેટેસ્ટ મોડેલ ની કાર ની કતારો હવેલી ની બહાર કતારમાં ઉભી રહેલી હતી …થોડી ધક્કામુક્કી વગર દર્શનની ભીડ ….અને સુના રસ્તાઓ …સડસડાટ વાહન દોડાવી શકો ….આ વિસ્તારમાં આવેલી હોટેલ માં રાત્રે કાર કે સ્કુટર પાર્ક કરવાની જગ્યા પણ નહીં મળે …..અહીં ૩૧ ડીસેમ્બર અને ન્યુ યરનો મહિમા વધારે ….દરેક દુકાને સાન્તા ક્લોઝ દેખાશે ….
આ બેઉ તસ્વીર માં પહેલા માં નિશ્ચિંત જિંદગી જે રાત્રે પલંગ કે પથારી માં પડતા વેંત સુઈ જવાનું સુખ અરે વરદાન ધરાવે છે …અને બીજી તસ્વીર વાળા એ સી માં ગોળી વગર સુઈ નથી શકતા …કહે છે ચોપડા માં કાળા ધોળા છુપાવી શકાય ટેક્ષથી બચાવી શકાય પણ આપણો આત્મા જ આપણી નીંદર ઉડાવી દે છે …
જુના નગર ના નિવાસી રાજસ્થાન કે કાઠીયાવાડ જઈને વેકેશન કરે છે અને આ નવા નગર ના રહેવાસી સિંગાપુર થી માંડીને સ્વીત્ઝર્લેન્ડ જાય છે ….અને આમ એક દિવાળી ની વાર્તા પૂરી થાય છે ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s