એનું નામ હતું ગ્રીષ્મા…


બહુ જ અજીબ હતી એ …એનું નામ હતું ગ્રીષ્મા…પણ સ્વભાવમાં શિશિર હેમંતની ઠંડક હતી …..એને એકલા રહેવું ગમતું …એની આસપાસ ના લોકો એને સમજી ના શકતા ..પણ એની એને કોઈ પરવા નહીં …જયારે પહેલી વાર એના પરિચયમાં આવો ત્યારે એ થોડી અભિમાની લાગે ….બોલે નહીં પણ જયારે તમે બીજા કોઈ સાથે વાત કરો ત્યારે તમને જોતી રહે …ખબર નહોતી પડી કોઈને કે આજ સુધી એ પોતાની જિંદગીથી ખુશ છે કે ખફા ….જરાય સુંદર નહીં પણ છતાય એની હાજરીને અવગણી ના શકાય એવું કશુક તો હતું જ ….
હું સ્વરમ….તેની સામેના ફ્લેટમાં રહું અને અમારા દિવાનખંડ ની બાલ્કની સામસામે …….એની બાલ્કની માં બહુ બધા કુંડા અને એમાં મહેકતા ગુલાબ ….સુગંધ રેલાવે પણ કાંટા થી ભરપુર …….રોજ સવારે એને જોઇને જ ઓફીસ જતો ….એ એકલી નહોતી એના પતિ અને એક દીકરી પણ હતા ….દીકરી હોસ્ટેલ માં અને પતિ સવાર થી સાંજ બહાર ….એની એકલવાયી જિંદગીથી એને કોઈ ફરિયાદ પણ નહોતી લાગતી…પણ હું આની માટે શા માટે આટલું વિચારું છું ????
ચાલો હવે આજ બહુ કામ છે …ઓફીસથી પાછા ફરતા લાયબ્રેરી માં ગયો ….કુસુમની ડાયરી એ પુસ્તક નવું આવ્યું છે એ માહિતી મળી ….સીધો સ્ટોલ પર …..ખયાલીનું આ ત્રીજું પુસ્તક હતું …પહેલા બેઉ બહુ લોકપ્રિય બન્યા હતા …એક ટૂંકી વાર્તા હતી અને એક કવિતા અને શાયરીનું મયખાનું જેના એક એક જામ તમારા હોશ છીનવી લે …..આ પુસ્તક લોકો વસાવી લેતા ….ત્રીજા વર્ષે ત્રીજું પ્રકાશન …..
એના પુસ્તક માં લેખિકા નો કોઈ ફોટો સરનામું નહીં ….પ્રકાશક પણ જણાવતા નહિ ….આ પુસ્તકે તો તમામ રેકોર્ડ તોડી નાખ્યા …..એની એક લાખ નકલ ત્રણ મહિના માં વેચાઈ ગઈ …એના ત્રીસ ભાષામાં અનુવાદના હક્ક વેચાયા ……..
આજના અખબાર માં જાહેરાત હતી ….ખયાલીના ત્રીજા પુસ્તક માટે આજે ટાઉન હોલ માં તેનું સન્માન રાખ્યું છે …પાંચસો રૂપિયા ટીકીટ હતી …અને આ આવક કોઈ સંસ્થા માં જનાર હતી ….મેં ટીકીટ ખરીદી …..
એ સાંજે ઓફીસ થી જલ્દી નીકળી ગયો ……આજે હોસ્પિટલમાં કાકાને મળવાનું હતું …એક બાળકોના વોર્ડ પાસે થી પસાર થયો …ઐડ્સ પીડિત બાળકો હતા …એમની સાથે એક યુવતી રમતી રમતી વાર્તા કહેતી હતી …અરે આ તો પેલી ગ્રીષ્મા છે …સામે રહેતી …હું રોકાયો …એક સ્મિત અહીં થી ત્યાં અને ત્યાં થી અહીં આવ્યું ….મને મોડું થતું એટલે નીકળી ગયો ……
સાંજે બરાબર છ વાગ્યે પ્રકાશકે પરદાની પાછળ થી લેખિકાને બહાર બોલાવી ….અરે આ તો ગ્રીષ્મા જ હતી …. આવક નો ચેક ઐડ્સગ્રસ્ત બાળકોની સારવાર માટે આપવામાં આવ્યો ….હું સ્તબ્ધ થઇ ગયો ….

“બહુ જ અજીબ હતી એ …એનું નામ હતું ગ્રીષ્મા…પણ સ્વભાવમાં શિશિર હેમંતની ઠંડક હતી …..એને એકલા રહેવું ગમતું …એની આસપાસ ના લોકો એને સમજી ના શકતા ..પણ એની એને કોઈ પરવા નહીં …જયારે પહેલી વાર એના પરિચયમાં આવો ત્યારે એ થોડી અભિમાની લાગે ….બોલે નહીં પણ જયારે તમે બીજા કોઈ સાથે વાત કરો ત્યારે તમને જોતી રહે …ખબર નહોતી પડી કોઈને કે આજ સુધી એ પોતાની જિંદગીથી ખુશ છે કે ખફા ….જરાય સુંદર નહીં પણ છતાય એની હાજરીને અવગણી ના શકાય એવું કશુક તો હતું જ …. ”
આ જ કહ્યું હતું ને મેં શરૂઆત માં ????? પણ હવે આ વાત નો સંદર્ભ બદલાયી ગયો હતો …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s