નવું સ્વપ્ન જોવું છે …..ફરી


હું ગ્રીમી …
બહુ અજબનું નામ …
સપના જોવાનો શોખ જાગતી આંખે …
હું ને મારા સપનાને ગજબની દોસ્તી …
સાત સમંદર પાર સપનામાં મારા જેવા ઘણા લોકોને મળી લઉં …ક્યારેક એ સપના માં જોયેલા લોકો સામે મળે તો લાગે કે હું તો આમને ઓળખું છું પણ યાદ ના આવે ક્યાં ક્યારે કેવી રીતે મળી હોઈશ ???પણ એક તાર અદ્રશ્ય તાર મળે તો ખરો જ …કેટલાક લોકો એવા પણ મળ્યા જેની સાથે વર્ષો નીકળ્યા તોય ઓળખી ના શકાય ….ખબર છે મને સૌથી વધારે શું ગમે ????મારા સપના હાથવેંતમાં જ હોય અને તૂટી જાય …એ વખતે મને પણ તૂટી જવાની મજા આવે …પછી હું આંસુ લુછી લઉં …સ્મિત ઓઢી લઉં …મોં ધોઈ લઉં …અને મને બહુ ગમે ….થોડી વાર તૂટીને જોડાઈ જાઉં જેમ નદી માં આપણે છરી ફેરવી દઈએ પણ પળવાર મેં એનું પાણી પાછું જોડાઈ જાય ….સપના તૂટ્યા પછી પાછો એક વિચાર થાય કે આને ફરી પામીશ …ધીરે ધીરે એ ફરી તૂટે અને ફરી જોડાય …અને હવે એ મારો દ્રઢ નિશ્ચય બની જાય ….એક દિવસ એ સપનું પૂરું થાય ત્યારે હું થાકી ગઈ હોઉં ….બધા એને વધાવતા હોય પણ હું બેસુધ એક ખૂણામાં ગાઢ નિદ્રા માં પોઢેલી હોઉં …..
જયારે જાગું ત્યારે હકીકત સામે આવે ..પણ એની ખુશી ના હોય કેમ કે જ્યાં સુધી સ્વપ્ન અધૂરું હતું ત્યારે ને પૂરી કરવાની ખેવના જીજીવિષા મને જીવાડતી હતી મને જીવવાનો મકસદ આપતી ,મને થાકવા નહોતી દેતી પણ હવે …હવે …???!!!!
ચાલો હવે કે નવું સ્વપ્ન જોવું છે …..ફરી એક નવો વિચાર ,નવી દિશા ,નવી ખ્વાહીશને પેલે પાર ફરી મળીશ….
હું ગ્રીમી …આવી અર્ધી અધુરી તોય પૂર્ણત્વ ને પામવા ની દિશામાં …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s