ક્યારેય પોતે નથી આવતા …


જિંદગીને પેલે પાર જિંદગી ….
કૈક નવું લાગ્યું ને ??? હા …આપણે હમેશા દરેક વસ્તુને એક વ્યાખ્યામાં બાંધી દઈએ છીએ …દરેક વસ્તુને સરહદ આપી દઈએ છીએ …દરેક વસ્તુ પાછળ સુખ ને દુઃખનું પ્રમાણ પણ નક્કી કરીએ છીએ …જો ધાર્યું થયું તો સુખ નહીં તો બૂમાબૂમ હાય અમે દુઃખી છીએ ……ઇનસ્ટંટ ફૂડ ના જમાના માં બધું ઇનસ્ટંટ … એ તો ઘણું સારું છે કે કુદરતે આપણા હાથમાં બધું નથી સોંપી દીધું …નહીં તો બાળકને જન્મ લેવામાં નવ મહિનાની રાહ પણ માણસજાત રાહ જોવા ના બેસત ….અને બાળકને ગર્ભમાંથી જ કોલેજ સુધીનું ભણતર પૂરું કરી દેત તેથી બહાર આવી ને તરત નોકરી પર ચઢી જવાય …..
આ મન પણ કેવું પાગલ છે ને …કેવું કેવું વિચારી લે છે ..પળ ભર માં કેટલું બધું ??????
આપણા બધાના જીવનમાં કેટલોક સમય એવો આવે જ છે કે એ વખત થી આગળ જીવી ના શકાય એવું ધારી લીધું હોય …અને એ વખત પછી પણ આપણે જીવતા રહ્યા હોય ..અને ફરી સજ્જ પણ થયા હોઈએ …કદાચ પહેલા કરતા પણ આગળ વધ્યા હોય ….
એક ઉદાહરણ :
રોશની અને રાકેશનો પ્રેમ છેલ્લા સાત વર્ષથી છે …રાકેશ બહારગામ ગયો …એની નોકરી ના વિચિત્ર સમય ને કારણે એનો રોશની સાથે સંપર્ક ઓછો થયો …રોશનીને ખોટું લાગ્યું અને એ માં બાપે બતાવેલ છોકરાને પરણી ગઈ …પ્રેમ સાચો હોવા છતાય આવું થવાથી રાકેશને જીવવાનું દોહ્યલું લાગ્યું …એણે બે વાર આપઘાતની કોશિશ કરી …પણ બેઉ વખતે એ સદભાગ્યે બચી ગયો …એની મુલાકાત શર્વરી સાથે થઇ ગઈ …..બીજી વખત એણે નદી માં તણાતા રાકેશ નો જીવ બચાવી લીધો હતો …અને બેઉ નજીક આવ્યા ….બેઉ જણે લગ્ન કર્યા…. આજે એમને ત્યાં પાંચ વર્ષ નો પુત્ર પણ છે …અને રાકેશને લાગે છે કે જો રોશની એ બીજે લગ્ન ના કર્યા હોત તો શર્વરી જેવી જીવનસાથી કદાચ ક્યારેય ના મળી હોત જેણે સાચા પ્રેમનો પરિચય કરાવ્યો ….
બસ આવું જ થાય છે …એ પળ પછી પણ જીવન ધબકે છે પણ નદી માં ઉતર્યા વગર આપણે કાંઠે બેસીને હાર માની લઈએ છીએ ….આપણને કદાચ આ વખતે ઓલમ્પિક ના ગોલ્ડ મેડલ મેળવનાર ના નામ યાદ નહીં હોય ….આપણને કદાચ ક્રિકેટ ના કપ્તાન નું નામ પણ ખબર નહિ હોય …પણ હા આપણા દુઃખ ના વખતમાં જયારે દુનિયા આપણો સાથ છોડી હોય એ વખતે આપણો હાથ ઝાલનાર આપણા આંસુ લૂછનારને આપણે હૃદયમાં રાખીએ છીએ …ક્યારેય ભૂલતા નથી …આ વ્યક્તિ ના રૂપમાં ભગવાન પોતે આપણને મદદ કરવા આવે છે …કારણકે એ ક્યારેય પોતે નથી આવતા …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s