સાચુકલું હસતા ………


એક આખરી સેકંડ હતી એક મિનીટ ,એક કલાક ,એક દિવસ ,એક અઠવાડિયા ,એક મહિના, એક વર્ષ અને એક દાયકા નો અંત ….અને ૧.૧.૨૦૧૧ એક નવા દાયકા નો શુભારંભ થયો ….સૌ વિવિધ ક્ષેત્રના લેખ જોખા માં પડી ગયા .ઝીરો થી નવ આંકડા સુધી માં પ્રગતિનું માપ લેવામાં આવ્યું .ઉપરના ગ્રાફ જોવાશે ,નીચેના કચરા ટોપલી માં ફેંકી દેવાશે.માણસની સફળતા તેની ભૌતિક સમૃદ્ધિમાં માપશે .નૈતિક મુલ્યો તળિયે જતા રહ્યા છે પણ પ્રગતિ માટે એ જરૂરી હોવાથી એને અવગણાશે.હવે એ વખત દૂર નથી જયારે એક નોર્મલ મનુષ્ય કદાચ સેંકડા કે હજારમાં  મળશે …અબજો માં સામાન્ય માણસ નહિ જોઈ શકાય …એમાં સત્તા કે સંપત્તીધારી ના નામ હોવાની શક્યતા નહીંવત હશે .અને પાયા ના સુખ ખરીદી શકાય એ ક્ષમતા કોઈ ડેબીટ કે ક્રેડીટ કાર્ડ માં નહીં જોવા મળે .તમારો સદૈવ બી ગયેલો ડરતો ચેહરો હમેશા અરીસા માં તમને ચીડવીને હસશે .
શાણા માણસોએ કહેલું એક સત્ય હજીય અફર છે કે આપણા નેવું ટકા ભય માત્ર કાલ્પનિક હોય છે અને એ કદી સાચા પડતા નથી .પણ એવા ભય સામે ઝઝૂમવાની તાકાત ગુમાવી દીધેલ પ્રગતિ ની દોડ માં થાકતો માણસની  આવા ભય થી પીડાવાની પીડા કોણ દૂર કરશે …
બસ આપણે આપણા ડોક્ટર બની જઈએ તો એ અશક્ય નથી ….
ચાલો નવા વર્ષે એક સંકલ્પ લઈએ ….
૧.આવનાર પેઢી ને નિષ્ફળતા મેળવતા અને એને જીરવાતા શીખવીશું .

૨.જિંદગી કોઈ સફળતા કે નિષ્ફળતા કરતા પણ આગળ હોય છે ..અને દરેક રંગ માં જીવતા શીખવું જરૂરી છે .
૩.દરેક રાત્રી ને એક સવાર હોય છે અને દરેક દિવસ પાછળ એક રાત હોય છે એ સત્ય સ્વીકારતા શીખવીશું .
૪.માનવીય મુલ્યો ભૌતિક સમૃદ્ધિ થી વધારે મુલ્યવાન છે …સંપત્તિ નષ્ટપ્રાય છે મુલ્યો ક્યારેય નહીં ….
૫.સૌથી વધારે અગત્યનું તો એ કે આપણે આપણા પોતાના અને પોતાનાઓ 

માટે રોજ અચૂક સમય કાઢીશું …બાળક ને ખીલતા જોઈશું અને વૃધ્ધો ને બોખું સોરી ચોકઠાવાળું સાચુકલું હસતા ………
તે મારી ખામોશી ને એવી રીતે સાંભળી જાણે હું તારી સામે જ છું ….
હવે હું તારા મૌન ને એવી રીતે માણું છું
જાણે શબ્દ તારો અવાજ બની સંભળાય છે મને ….
નથી તું મૌન નથી હું દૂર …
સાથે સાથે પાસે પાસે બેઠા છીએ ..
પણ આંખ બંદ કરીને જો ………

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s