એક કાગળનું શમણું….


એક કાગળનું શમણું જયારે ઉડવાનું હોય ત્યારે એ પતંગનું રૂપ ધારણ કરે …….ધરતી માં કપાસના તાંતણે એને બાંધે અને પતંગ આકાશને અડે ….ઝૂમે નાચે અને પંખી સંગે ગાય ….પોતાની સખીઓ ને ગળે વળગતી હોય ત્યારે આ ડંખીલો માનવી ખેંચ મારીને વિખુટી પાડી દે …કપાયેલી પતંગ એક ના જોયેલા સ્થળને પ્રવાસે નીકળે …ક્યાંક કોઈ ના હાથે પકડાય તો વળી કોઈ ને ઝાંખરે જકડાય …કોઈ વળી વૃક્ષની ડાળી પર વિસામો લેવા રોકાય અને કોઈ વીજળી ના તારે ઝટકા ખાવા અટવાય …કોઈ બચ્ચા ની લડાઈ માં ફાટી જાય ….આ પતંગના સર્જન કરનારનું પતંગ પેટ ભરે અને દોરને માંજાનો શરાબ પાઈને કાતિલ બનાવનાર પણ ભરપુર કમાય ……
આ દોડભાગ ભરી જિંદગીમાં ઘડી માટે ઘરમાં ના ઝંપતો માણસ પોતાના ઘરની છતને અગાસી પર જઈને નીરખે ….આકાશને જુએ …પતંગો ના રંગે રંગી દે …..ચીકી અને ઊંધિયાની સુવાસે ભરી દે …બોર ખાઈ ઠળિયા ફેંકાય અને શેરડીના સાંઠા હજીય ચવાય …..વડીલોના હાથે દાન કરાય અને ગાય ને ઘઉં કે બાજરીની ઘૂઘરી ખવડાવાય …..
હવે તો ઉત્તરાયણની સાંજ થતાવેંત દિવાળીની રોશની ભુલવાડે એવી આતશબાજી પણ અમારા વડોદરે થાય …..વાસી ઉત્તરાયણ તો વળી બમણા જોશે મનાવાય ….કાટી હૈ નો જલસો જ અલગ ભાત પાડે…..સુરજ ની ઉત્તર દિશા તરફ ગતિને વધાવી લેવાનો આ અનમોલ અવસર ….શિયાળાને ગાલે હળવી ટપલી મારીને ઉનાળો કહે હવે તું પણ શાલ ઓઢીને સુઈ જા ઠરી ગયો હોઈશ …થાકી ગયો હોઈશ …..ચલ હું દુનિયાને માણી લઉં ..ચોમાસા બાદ હવે ઘણો વિશ્રામ કરી લીધો …હવે હું પણ ઈશ્વરનું કામ કરું ને ???? અને શિયાળો પણ સાનમાં સમજી તંબુ સંકેલવા માંડે ….કુદરતની આ અજબ ગજબની વાતચીતને સાંભળવાની ઋતુ એટલે ઉતરાણ ….પતંગ સાથે આંખો થી પેચ લડાવા ની ઋતુ પણ ઉતરાણ ….
ચાલો હવે પતંગ અને ફીરકી સજાવી લો …ઉતરાણ આવી ગયી …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s