સામેનો કિનારો રળિયામણો …


સ્વરા આજે ગુજરાત એક્સપ્રેસમાં મુંબઈ જઈ રહી છે . સ્વરા એક પ્રેસ રિપોર્ટર છે . એના લેખ હોબાળો મચાવી દે એવા શક્તિશાળી છે . અચાનક તેની સામેની સીટ પર એની વયની એક મહિલા આવીને બેસી ગઈ .સ્વરાનો પત્રકાર જીવ એને હમેશા બીજા વર્ગમાં પ્રવાસ કરવા પ્રેરે છે .. સામેની મહિલા એની કોલેજ કાળ ની સખી ઈશા છે …એક ખુશી બેઉ ચેહરા પર આવી ગઈ અને વાતોનો દોર શરુ …એ અમદાવાદ થી સુરત સુધી વણથંભ્યો ચાલવાનો હતો .ઈશા એક ફોટોગ્રાફર હતી .અને નામાંકિત મેગેઝીનમાં એ લગાતાર છપાતા…એની જંગલની ફોટોગ્રાફીને તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત હતા …સૌથી વધુ પગારદાર હતી ..અને વગદાર પણ …
શું કરે છે ?? :સ્વરા .
ઘેર છું ..:ઈશા .
નોકરી ???: સ્વરા .
પાંચ વર્ષ થયા .છોડી દીધી .: ઈશા
કેમ ??:સ્વરા .
મારો આત્મા ડંખતો હતો .મારા દસ વર્ષના દીકરા અને બાર વર્ષની દીકરી માં ના પ્રેમથી વંચિત રહેતા હતા .તેમને મારા સાસુ સસરા એ ખુબ સુંદર ઉછેર આપ્યો પણ હું ઈચ્છતી હતી કે તેમને પણ આ ઉમરે જવાબદારી માંથી મુક્ત કરું …ફોટોગ્રાફી ઉપરાંત ક્રીએટીવ એડ મેકિંગ હું ઘેર બેસી કરી શકતી.તેથી નોકરીને તિલાંજલી આપી દીધી ……: ઈશા .
હવે ખુશ છે ???: સ્વરા .
ખોટું નહીં કહું ..પણ આપણે જે વિચારીએ છીએ વાસ્તવિકતા તેનાથી અલગ હોય છે ….મારા બાળકોને સમય આપતી અને પતિ પાછળ સમય આપતા થોડો સમય સારું લાગ્યું ..પણ એ લોકો કહ્યા વગર એમણે મારી નોકરી ના વર્ષોનો હિસાબ સરભર કરવા માંડ્યો …સાસુ સસરા હવે પહેલાની જેમ બધી જવાબદારી છોડીને વાનપ્રસ્થને માણવા માંડ્યા …યાત્રા ,પ્રવાસ ,પતિ પર હવે એકલે હાથ કમાણીની જવાબદારી આવી …એટલે એ ધંધાના કામે હવે દૂર રહેવા માંડ્યા …સંતાન મોટા થયા એટલે ક્લાસ અને શાળા કોલેજ માં સમય જતો રહેતો …અને તમામની ઘડિયાળને કાંટે પોકારતી જવાબદારી અને સુમસાન ઘર બેઉ મારા સાથી બની ગયા . ખુબ પૈસા તો હતા …પણ સ્વમાન પળે પળે ઘા પામે છે …બધાને મોઢે એક જ વાત છે …હવે તો ઘેર છે …વિચારતી હતી કે ઘેર બેસીને ફ્રીલાન્સ નું સ્વપ્ન તો આ લોકોની જવાબદારી માં દફનથઇ ગયું છે …
અને એક વાત કહું …પૈસા કમાતી સ્ત્રી માટે બધા ભોગ આપતા અને હંસતે મોઢે …કેમ કે ઘેર પૈસો આવતો …અને હવે ?????
ગઈ સાલ દીકરાને મેડીકલ માટે એડમીશન માટે દસ લાખ ડોનેશન આપવાનું હતું પણ જોગ ના થઇ શક્યો ત્યારે પતિ અને દીકરો બેઉ બોલ્યા નોકરી ચાલુ હોત તો આની કારકિર્દી તો ના બગડત ….:ઈશા ..
ઉત્રાણ સ્ટેશન પછી તાપી નો પુલ પસાર થઇ રહ્યો હતો .
જ્યાં સુધી તમારું પેશન તમારી હોબી તમારું જનૂન તમારી સાથે હોય ત્યાં સુધી તમે દુનિયાની કોઈ પણ ચેલેન્જ આસાનીથી ઉપાડી શકો છો ..પણ જયારે તમે તમારી ઓળખાણ જેવી હોબી કે પેશનને છોડી ગમે તેટલો મોટો ત્યાગ કરો તેની કોઈ કીમત નથી હોતી …
સામેનો કિનારો રળિયામણો …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s