ઘર અને મકાન ….


એક માણસના મનમાં રમતું એક સ્વપ્ન ……અને માનવીની ત્રણ મૂળભૂત જરૂરિયાત માંથી એક જરૂરિયાત એટલે રોટી,કપડા અને મકાન ……રોટી જીવવા માટે જરૂરી ,કપડા માણસને માટે સામાજિક પ્રાણી હોવાનું ઓળખપત્ર કહી શકાય ….અને એક છતની જરૂર એટલે મકાન …ફૂટપાથ થી લઈને આલીશાન ઈમારત સુધીનો ઈતિહાસ ..માનવીનું પહેલું ઘર ગુફા હશે ..માળા વગરનું પંખી ક્યાંય નથી જોયું ભલે એ ઈંડા મુકવા પુરતું જ હોય ..પ્રાણીઓ પણ વંશવેલો વધારતી વેળા એક વિસામો માંગે છે ..એવું જ એક આશ્રયસ્થાન એક ઘર ….
મકાન અને ઘર એ બહુ જુદી વસ્તુ છે ..નકશા પર ચિતરાઈને એમાંથી ઉભરતો ઈંટ પથ્થર રેતી સિમેન્ટના સુમેળે ઉભી થતી દીવાલ અને લાકડાની બારી માંથી ડોકાતું આકાશ એ મકાન છે …બેજાન શું …પણ જયારે એમાં એક માણસ વસે છે ત્યારે એ જીવંત બને છે ..એમાં સવારની ચાની ચૂસકી ,પાણી નો ખખડાટ ,રસોઈ ની મઘમઘતી સોડમ ,ધોવાતા ને સુકાતા કપડા ,મંજાતા વાસણનો ખખડાટ, અને ઘણું બધું એક મકાનને ઘર બનાવવા જરૂરી છે ..અહીં વાત પોતાના મકાન અને ભાડાના મકાન ની નથી ..અને એક એકલવાયા કુંવારા કે સંયુક્ત કુટુંબની પણ નથી ..પણ એક સજીવ સ્પર્શ હોય ત્યાં ઘર કહેવાય …એમાં ઝગડા હોય તો પ્રેમ પણ પવનની જેમ સુસવાટા મારતો હોય ..ત્યાં તકલીફ હોય તો સુખ પણ બીજા કમરા માં વસે છે …એક સ્ત્રી એક પુરુષ અને બાળક ત્રણે તરાહ ભેગી થઈને એ માળા માં ગુંજન કરે છે ..એમનો એક પણ ભાવ ના હોય તો જીવન અધૂરું રહી જાય છે …બાળકનું રુદન હોય ,પત્નીની કચકચ હોય ,પતિ નું મૌન હોય ,સાસુ વહુનો કલહ હોય , બાળગીતો ગવાતા હોય તો લગ્નની શરણાઈ પણ વાગી જાય ..મૃત્યુ ક્યારેક સમજાવી જાય કે અંતે તો તે જ સર્વસ્વ છે ….
ઘરનો ઉંબર ઓળંગી માણસ બહાર નીકળે ત્યારે દુનિયાના ભાર થી લદાઈ જાય અને ઉંબર ઓળંગી અંદર પ્રવેશે ત્યારે તમામ સમસ્યા ઓ ભૂલી ને આરામ નો રાહત નો શ્વાસ લે ….બસ આ એહસાસ જ્યાં મળે એ ઘર કહેવાય ……
ફૂટપાથ પર ચાદર ઓઢી સુઈ જતું ઘર હોય અને માલિક નહીં પણ માત્ર નોકરો વસે એવો મહેલ પણ હોય ……પણ માનવીની હુંફ અને સંબધોને બીજ માંથી વટવૃક્ષ થવાનો અવકાશ ના હોય,લાગણી ના અમૃત નું સિંચન ના હોય એ હજ્જારો ફૂટના આલીશાન મકાન ને ક્યારેય ઘર ના કહી શકાય … પણ એક દસ બાય દસ ની ઓરડી માં દસ માણસો વસતા હોય , એક ઘેર ના આવે તો બીજા તમામ શોધવા નીકળી પડે ,એક નાં આવે તો બીજા ખાય નહીં ત્યાં એ ઘર કહેવાય ….
એક છત નો એહસાસ હોય જ્યાં ત્યાં મારું ઘર છે …એ ઘર એ મારું વતન છે ,એ ઘરને એક દેશ છે ,એ ઘર માનવતાનું સ્થાન બને ,એ મારા વ્યક્તિત્વ ની ઓળખાણ બને ……….એ છત નહીં એમાં વસતા લોકો મારા પોતાના બને ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s